News of Monday, 23rd March 2026
રાજકોટમાં રામ જન્મોત્સવ એ ભવ્ય શોભાયાત્રાઃ બાળકો બનશે આકર્ષણનું કેન્દ્ર સનાતન હિન્દુ સંગઠન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આયોજન
અવનવા ફ્લોટ્સ અને વેશભૂષા સાથે રામભક્તો ઉમટી પડશેઃ ફરાળ પ્રસાદ

રાજકોટઃ શહેરમા આગામી તા.૨૬, ગુરુવારના રોજ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ નિમિત્તે એક ભવ્ય અને દિવ્ય નગર યાત્રા (શોભાયાત્રા)નું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રેરિત અને સનાતન હિન્દુ સંગઠન તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આયોજિત આ યાત્રા રાજકોટના વિવિધ માર્ગો પર આસ્થાનો મહેરામણ છલકાવશે.
આ વર્ષની શોભાયાત્રામાં ખાસ આકર્ષણ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા અવનવા ફ્લોટ્સ રહેશે. આ ઉપરાંત, નાના ભૂલકાઓ ભગવાન શ્રી રામ,માતા સીતા, હનુમાનજી તેમજ ક્રાંતિકારી શહીદ ભગતસિંહ જેવી વિવિધ વેશભૂષા ધારણ કરીને નગરજનોમાં આકર્ષણ જમાવશે. બાળકોની આ કૃતિઓ અને દેશભક્તિ-ધર્મના સમન્વયથી શોભાયાત્રા વધુ જીવંત બનશે.
શોભાયાત્રાનો પ્રારંભ સવારે ૯ કલાકે શ્રી રામજી મંદિર, જૂના ગણેશનગર શેરી નં-૬, કોઠારીયા રોડ ખાતેથી કરવામાં આવશે. યાત્રાના મુખ્ય પડાવો નીચે મુજબ રહેશે
સવારે ૯:૧૫ શિવજી ચોક, જલારામ ચોક, નવદુર્ગા ચોક થઈ શ્રી રામ ચોકમાં સ્વાગત., સવારે ૯:૩૦ માતેલ ચોક થઈ સર્વિસ રોડ, સવારે ૧૦:૦૦ કોઠારીયા ચોકડી,સવારે ૧૦:૩૦ તિરુપતિ પાણીના ટાંકા પાસે સ્વાગત,સવારે ૧૦:૪૫ વિવેકાનંદ સ્કૂલ પાસે સ્વાગત,સવારે ૧૧:૧૫ ગોકુલ પાર્ક,બપોરે ૧૨:૩૦ રણુજા મંદિર ખાતે યાત્રાનું સમાપન થશે.
યાત્રાના સમાપન બાદ બપોરે ૧ કલાકે શ્રી રામજી મંદિર, જૂના ગણેશનગર ખાતે તમામ ભક્તો માટે ફરાળ પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી જેન્તીભાઈ પટેલ,રાષ્ટ્રીય બજરંગદળના દિલીપ સોલંકી, સનાતન હિન્દુ સંગઠનના દાનાભાઈ આહીર, જયવીરસિંહ જાડેજા, લાલાભાઈ ડાંગર, કિશન ભરવાડ, રમેશભાઈ ભરવાડ,ધવલ બોરીચા,મેહુલ આહિર, રાજાભાઇ આહિર, દેવાયતભાઇ આહિર, યુવરાજ આહિર, મયુર આહિર, અશ્વિનભાઇ આહિર, ભરતભાઇ આહિર, દિનેશભાઇ સાગર, જીગ્નેશભાઇ આહિર, હસમુખભાઇ આહિર, મનિષભાઇ બોરીચા વિ. જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:30 PM IST)










