<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

રાજકોટ જીલ્લામાં ૧૩ાા લાખથી વધુ મતદારો પોતાનો મતાધીકાર ભોગવશેઃ ગોંડલમાં ૮૧ હજાર મતદારો

જીલ્લાના ૧૧ તાલૂકાઓમાં કુલ ર૧૦ બોર્ડઃ જીલ્લા પંચાયતની કુલ ૩૯ બેઠકો માટે ધમધમાટ

રાજકોટ, તા. ર૩: રાજકોટ જિલ્લામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્‍યું છે. આજે નવી પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં કુલ મતદારોની સંખ્‍યા અને મતદાન મથકોની વિગતો સામે આવી છે. જેમાં સૌથી વધુ મતદારો રાજકોટ તાલુકામાં નોંધાયા છે.

જિલ્લાના ૧૧ તાલુકાઓમાં કુલ ૨૧૦ વોર્ડ અને ૩૯ જિલ્લા પંચાયતની બેઠકો માટે  રાજકોટ તાલુકામાં સૌથી વધુ ૧૭૨ મતદાન મથકો અને ૧,૩૪,૪૮૨ મતદારો છે. ગોંડલ તાલુકામાં ૨૨ બેઠકો અને ૧,૩૯,૧૦૪ મતદારો સાથે મોટો ફલક ધરાવે છે. જસદણ અને જેતપુર જેવા વિસ્‍તારોમાં પણ મતદારોની સંખ્‍યા એક લાખને પાર કરી ગઈ છે.

ગોંડલ નગરપાલિકાના ૧૧ વોર્ડના આંકડાઓ વિશ્‍લેષણ કરતા જણાય છે કે અહીં કુલ ૮૧,૪૭૧ મતદારો છે. જેમાં ૪૨,૨૩૫  પુરુષ મતદારો જયારે ૩૯,૨૩૦ મહિલા મતદારો નોંધાયા છે .ગોંડલના વોર્ડ નંબર ૧ માં સૌથી વધુ ૯,૩૩૩ મતદારો છે, જ્‍યારે વોર્ડ નંબર ૯ માં સૌથી ઓછા ૫,૨૬૧ મતદારો નોંધાયા છે.

(4:07 PM IST)