<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

દૂષ્‍કર્મ-ધમકીના ગુનામાં ૧૩ વર્ષથી ફરાર વિજય શાપર પાસેથી પકડાયો

પેરોલ ફરલો સ્‍ક્‍વોડના પીઆઇ બી. એમ. ઝણકાટ, પીએસઆઇ તેરૈયા અને ટીમે પકડી મહિલા પોલીસને સોંપ્‍યોઃ ૨૦૧૩માં જસદણ રામળીયાના શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધાયો હતો

રાજકોટ તા. ૨૪: શહેરમાં મહિલા પોલીસ સ્‍ટેશનના દૂષ્‍કર્મ અને ધમકીના ગુનામાં તેર વર્ષથી ફરાર શખ્‍સને પેરોલ ફરલો સ્‍ક્‍વોડની ટીમે શાપર હાઇવે પરથી પકડી લઇ મહિલા પોલીસને સોંપ્‍યો છે.

જાણવા મળ્‍યા મુજબ મહિલા પોલીસ સ્‍ટેશનમાં મુળ જસદણના રામળીયા ગામના અને હાલ ગોંડલના ગુંદાસર ગામે સિનર્જી હોસ્‍પિટલ પાોળ હરસિધ્‍ધી ગ્રીનસીટી સોસયાટી-૨માં રહેતાં વિજય બટુકભાઇ મોરી (ઉ.વ.૪૦) વિરૂધ્‍ધ વર્ષ ૨૦૧૩માં ૧૧ નવેમ્‍બરના રોજ મહિલા પોલીસ સ્‍ટેશનમાં બળાત્‍કાર અને જામની મારી નાખવાની ધમકી આપવાનો ગુનો દાખલ થયો હતો.

જો કે ગુનો નોંધાયા પછી આ શખ્‍સ સતત તેર વર્ષથી ફરાર હતો. પેરોલ ફરલો સ્‍ક્‍વોડની ટીમ ભાગતા ફરતા ગુનેગારોને શોધવા સક્રિય હોઇ બાતમીને આધારે અને ટેકનીકલ એનાલીસીસના આધારે વિજય મોરીને શાપર હાઇવે પરથી પકડી લીધો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચેતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની  સુચના અંતર્ગત પીઆઇ ભાર્ગવસિંહ એમ. ઝણકાટ, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, હેડકોન્‍સ. રાજદિપસિંહ ચોૈહાણ, સિરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, કોન્‍સ. અમીનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, ડ્રા. કોન્‍સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી.

 

(4:11 PM IST)