<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

જંગલેશ્વરના નવાઝખાને ૧૫ વર્ષની બાળાનું કાળા કાચવાળી કારમાં અપહરણ કરી અડપલા કર્યા

ઇન્‍સ્‍ટાગ્રામથી સગીરાનો સંપર્ક કરી ધરાર વાતો કરીઃ વાત કરવાની ના પાડતાં ઘર સુધી પહોંચ્‍યો : બાળાએ દેકારો મચાવતાં ઘર પાસે મુકી ભાગી ગયોઃ એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર અને ટીમે તત્‍કાળ કાર્યવાહી કરી આરોપીને પકડી લઇ કાર કબ્‍જે કરી

રાજકોટ તા. ૨૪: શહેરના એક વિસ્‍તારમાંથી પંદર વર્ષની એક સગીરાને  જંગલેશ્વરના શખ્‍સે કાળા કાચવાળી કારમાં અપહરણ કરી દોઢ બે કલાક સુધી શહેરમાં ફેરવી તેણી સાથે અડપલા કરી લેવાયા હતાં. બાદમાં તે સગીરાને ઉતારીને ભાગી ગયો હતો. સમગ્ર ઘટના પોલીસ સુધી પહોંચતા એ-ડિવીઝન પોલીસે પોક્‍સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આ શખ્‍સને જંગલેશ્વરમાંથી દબોચી લઇ કાર પણ કબ્‍જે કરી છે.

આ બનાવમાં ભોગ બનનાર બાળાના માતાની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે નવાઝખાન શેરખાન ઘોરી (પઠાણ) (રહે. ન્‍યુ સાગર સોસાયટી શેરી નં.-૨, જંગલેશ્વર, રાજકોટ) વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૭૫,૧૩૭ (૨) અને પોક્‍સો એક્‍ટ હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે  તેણીને સંતાનમાં બે દિકરી તથા બે દિકરા છે. જેમાં સૌથી મોટી દિકરી પંદર વર્ષ આઠ મહિનાની ઉમર ધરાવે છે.  તેણીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે ગત તા.૨૩/૦૩/૨૦૨૬ ના રોજ વહેલી સવારના આશરે પાંચ વાગ્‍યે અમે ઘરે સુતા હતા. ત્‍યારે અમારા ઘર પાસે દેકારો થતા હુ તથા મારા પતિ જાગી ગયા હતા. બાદ ઘરની બહાર નીકળી જોતા ઘર પાસે ૧૫ વર્ષીય દિકરી ઉભેલ હતી અને તેની બાજુમા નવાજખાન શેરખાન ઘોરી (પઠાણ) તેની સફેદ કલરની કાળા કાચ વાળી ગાડી જેના નં. જી.જે.-૦૩-એન.બી.-૭૦૫૯ લઇ ઉભેલ હતો.

તેની કાર પાછળ અંગ્રેજીમા નવાબ લખેલ હતુ. તે મારી દિકરી સાથે જબરજસ્‍તી કરતો હતો. તે વખતે મારા દિયર આવી જતાં નવાઝખાન શેરખાન ગોરી તેની સ્‍વીફટ ગાડી લઇ ભાગી ગયેલ હતો. મારા દિયર પોતાની રીક્ષા લઇને નવાજની પાછળ ગયેલ હતા.  ફરયાદમાં આગળ  જણાવ્‍યું હતું કે આ સમયે મારી દિકરી રડતી હોઇ તેને અમે બનાવ અંગે પુછતાં તેણે જણાવેલ કે, મોડી રાત્રીના આશરે ત્રણેક વાગ્‍યે નવાઝખાન શેરખાન ઘોરી (પઠાણ) કે જે ન્‍યુસાગર સોસાયટી શેરી નં. ૨, જંગ્‍લેશ્વર પાસે ખાતે રહે છે તેણે તેના મોબાઇલ પરથી મને મેસેજ કરેલ હતો અને મને ઘરની બહાર બોલાવેલ હતી. જેથી હુ ઘરની બહાર નીકળતા શેરીમાં નવાજખાન શેરખાન ઘોરી(પઠાણ) તેની સ્‍વીફટ ગાડી લઇને ઉભેલ હતો. જેથી હુ ત્‍યા ગયેલ તો તેણે મને ગાડીમાં બેસવાનું કહેતા મે તેને ગાડીમા બેસવાની ના પાડી દીધી હતી.

ત્‍યારબાદ નવાઝખાન પઠાણે મારો હાથ પકડી જબરજસ્‍તીથી ગાડીમાં આગળની શીટમા બેસાડી દીધી હતી અને કાર ચાલુ કરી હંકારી મૂકી હતી. તેની ગાડીમા કાળા કાચ હોવાથી તેમજ ખુબજ અંધારૂ હોવાથી તે મને કયા કયા લઇ ગયેલ હતો તે મને યાદ નથી પરંતુ તેણે મારા શરીરે હાથ ફેરવવાનું શરૂ કર્યું હતું. મે તેને હાથ ફેરવવાની ના પાડી હોવા છતાં નવાઝખાન પઠાણે સતત મારા શરીરે હાથ ફેરવી અડપલાં કર્યા હતા. વધુમાં પુત્રીએ જણાવ્‍યુ હતું કે, નવાઝખાન શેરખાન ઘોરીને અગાઉ મે મોબાઇલ ફોનમા વાત કરવાની ના પાડેલ હતી તેમ છતા તે મને અવાર નવાર ફોન કરી હેરાન પરેશાન કરે છે.

પંદર વર્ષીય પુત્રીએ આપવીતી વર્ણવતા પરિવારજનો ચોંકી ગયા હતાં અને પોલીસને જાણ કરી હતી. એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. બરાડીયાએ ગુનો નોંધ્‍યો હતો. પીએસઆઇ એસ. આર. ચાવડા અને ટીમે તપાસ શરૂ કરીઅ ારોપીને દબોચી લીધો ઝડપાયેલ શખ્‍સની આકરી પુછપરછ કરતા કબુલ્‍યું હતું કે તેણે એકાદ વર્ષ પૂર્વે સગીરાનો ઇન્‍સ્‍ટાગ્રામ મારફતે સંપર્ક કર્યો હતો. બાદમાં તેં અવાર નવાર સગીરાને વાતચીત કરવા દબાણ કરતો હતો પણ સગીરા તાબે નહિ થતાં તેં મોડી રાત્રે તેણીને ઘર બહાર બોલાવી કારમાં બેસાડી અપહરણ કરી ગયો હતો. પોલીસે તેની વધુ તપાસ હાથ ધરી છે. 

(2:08 PM IST)