<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

‘અકિલા’ના આંગણે રામરાજ્યના દર્શનઃ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત

જય જય શ્રી રામ...ના નાદ ગુંજ્‍યા

રાજકોટઃ રામનવમી પર્વની દેશભરમાં ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. નિજ મંદિરોમાં રામધુન, સુંદરકાંડના પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજન થયા છે. દરમિયાન રાધેશ્‍યામ ગૌશાળા અને વિશ્‍વ હિન્‍દુ પરીષદ પ્રેરીત રામોત્‍સવ રથયાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન થયું હતું. નાણાવટી ચોક થી શરૂ થયેલ આ શોભાયાત્રા રૈયા રોડ, કિશાનપરા ચોક, અકિલા સર્કલ, ફૂલછાબ ચોક થઈ અકિલા કાર્યલય પહોંચી હતી. આ શોભાયાત્રાનું અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા તેમજ અકિલા પરિવારના નાના બહેન શ્રીમતિ સ્‍મિતાબેન સુનિલભાઈ રાયચુરા, શ્રી દિપકભાઈ નાગ્રેચા સહિતના અકિલા પરિવારના ભાઇ બહેનોએ ખૂબ જ ભાવ અને શ્રધ્‍ધાપૂર્વક આ શોભાયાત્રાનું સ્‍વાગત કર્યુ હતું. તસ્‍વીરમાં દ્રષ્‍ટિ કોમ્‍યુનિકેશન પ્રા.લિ.ના શ્રી ગિરીશભાઈ ત્રિવેદી સ્‍વાગત કરતા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(1:08 PM IST)