તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Thursday, 26th March 2026
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુ ૨૯મીએ રાજકોટમાં : ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ‘યાત્રી કેફે' ખુલ્લુ મૂકશે
૨૯મીએ પત્રકાર પરીષદ : કેફે ઉપરાંત ડીજી યાત્રા, વાઇ-ફાઇ, લાયબ્રેરી, કિડસ પ્લે ઝોન ખૂલ્લો મૂકશે...

રાજકોટ, તા.૨૬: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુ આગામી તારીખ ૨૯-૦૩-૨૦૨૬ ના રોજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની વિશેષ મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજકોટ એરપોર્ટ ખાતે મુસાફરોની સુવિધા માટે તૈયાર કરવામાં આવેલા નવા ‘ઉડાન યાત્રી કેફે'નું ઉદઘાટન કરશે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય મંત્રીશ્રી આ કાર્યક્રમમાં માત્ર રાજકોટ જ નહીં, પરંતુ વર્ચ્યુઅલ માધ્યમથી દેશના અન્ય એરપોર્ટ પર પણ વિવિધ પેસેન્જર સુવિધાઓનું લોકાર્પણ કરશે.
મંત્રીશ્રી રાજકોટથી ઓનલાઈન માધ્યમ દ્વારા અન્ય એરપોર્ટ્સ પર નીચે મુજબની સુવિધાઓ ખુલ્લી મુકશે જેમાં અન્ય એરપોર્ટ્સ પર ઉડાન યાત્રી કેફે, ડીજી યાત્રા, ફ્રી વાઇ-ફાઇ સુવિધા, કિડ્સ પ્લે ઝોન લાઇબ્રેરી, અવસર - એરપોર્ટ એઝ વેન્યુ ફોર સ્કીલ્ડ આર્ટિઝન્સ ઓફ ધ રિજીયન). મીડિયા સંવાદ (પ્રેસ મીટ) નું આયોજનઃ આ ઉદઘાટન સમારોહ અંતર્ગત માનનીય મંત્રીશ્રી સાથે પત્રકારોની વાતચીત માટે એક પ્રેસ મીટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પત્રકાર પરીષદ તા.૨૯ના બપોરે ૧૨ થી ૧૨ાા દરમ્યાન એરપોર્ટ ખાતે યોજાશે.
(3:51 PM IST)










