<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

શિક્ષણ, સેવા, શિસ્‍ત, સંસ્‍કાર, સમાજ સુધારણા અને આધ્‍યાત્‍મિકતાનો સંગમ એટલે ‘તથાસ્‍તુ વિદ્યાપીઠ'

આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્‍ત યુવા ભાગવતાચાર્ય પૂ.જીજ્ઞેશદાદા રાધે રાધેનું સમગ્ર જીવન કવન, સંઘર્ષગાથા અને એરોનોટીકલ એન્‍જીનિયરથી સંસ્‍કૃત સુધીની રસપ્રદ કથા : અમરેલી- લાઠી રોડ ઉપર આવેલ ‘તથાસ્‍તુ વિદ્યાપીઠ'ની શૈક્ષણિક ક્ષેત્રે એક આગવી ઓળખ ઉભી થઈ છે

રાધે રાધે..... જીવનમાં લોકો કયારેક એવા સમયમાં થી પસાર થયા હોય છે કે જીવનમાં થી નાશીપાસ થઈ જાય છે.

પરંતુ અમુક લોકો એવા પણ હોય છે કે જેઓ જીવનનાં કપરા  કાળમાંથી પસાર થાય છે પરંતુ જીવનમાં જે કંઈ બદલાવ કે પરિવર્તન આવે તેને ઈશ્વરિય સંકેત સમજી ને જીવન ને આગળ ધપાવે છે અને સમય જતા એમનુ જીવન લોકો માટે, લોક કલ્‍યાણ તથા સમાજ માટે હંમેશા પ્રેરણારૂપ બની જાય છે અને તેની દિવ્‍યતા આજીવન લોકો ને અંધકાર માંથી પ્રકાશ તરફ દોરી જવાનું ઈંધણ પૂરૂ પાડે છે હુ વાત કરુ છું વિશ્વવિખ્‍યાત ભાગવતાચાર્ય અને જેઓ હંમેશા જીવન જીવવાની કળા શીખવતા ભિષ્‍મપીતા પૂજ્‍ય જીગ્નેશદાદાની

આધ્‍યાત્‍મિકતા અને સામાજિક ઉત્‍થાનનો સમન્‍વય એટલે પૂજ્‍ય જિગ્નેશ દાદા ભારતીય આધ્‍યાત્‍મિક પરંપરામાં કથા અને કીર્તન હંમેશા લોકશિક્ષણ અને સમાજ સુધારણાના સબળ માધ્‍યમો રહ્યા છે. આધુનિક સમયમાં જ્‍યારે ભૌતિકવાદનો પ્રભાવ વધી રહ્યો છે, ત્‍યારે કેટલાક એવા વ્‍યક્‍તિત્‍વ ઉભરી આવ્‍યા છે જેમણે ધર્મને કેવળ કર્મકાંડ સુધી મર્યાદિત ન રાખતા તેને સામાજિક ઉત્‍થાન અને શિક્ષણના પવિત્ર કાર્ય સાથે જોડ્‍યો છે.

આંતરરાષ્‍ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્‍ય શ્રી જિગ્નેશ દાદા (રાધે રાધે) આ શ્રેણીમાં એક અગ્રેસર નામ છે. તેમના જીવનની સફર એરોનોટિકલ એન્‍જિનિયરિંગના અપૂર્ણ અભ્‍યાસથી શરૂ થઈને હજારો વિદ્યાર્થીઓના ભવિષ્‍યને ઉજ્જવળ બનાવતી ‘તથાસ્‍તુ વિદ્યાપીઠ' ના નિર્માણ સુધી વિસ્‍તરેલી છે.

પ્રારંભિક જીવન અને સંઘર્ષ : એરોનોટિકલ એન્‍જિનિયરિંગથી સંસ્‍કળત સુધીની સફર

પૂજ્‍ય જિગ્નેશ દાદાનો જન્‍મ ૧૦ નવેમ્‍બર ૧૯૮૪ ના રોજ ગુજરાતના પ્રખ્‍યાત ધાર્મિક સ્‍થળ જલારામ વીરપુર ખાતે થયો હતો. તેમના પિતા ભયશંકરભાઈ એક રિક્ષાચાલક હતા અને માતા જયાબેન ધર્મિષ્‍ઠ ગળહિણી હતા.

આર્થિક રીતે અત્‍યંત મર્યાદિત સાધનો હોવા છતાં, તેમના પિતાએ પુત્રને ઉચ્‍ચ શિક્ષણ આપવાનો દ્રઢ સંકલ્‍પ કર્યો હતો. જિગ્નેશ દાદા વડોદરા ખાતે એરોનોટિકલ એન્‍જિનિયરિંગનો અભ્‍યાસ કરી રહ્યા હતા, જે તે સમયના સૌથી ખર્ચાળ અને બૌદ્ધિક રીતે પડકારજનક ક્ષેત્રોમાંનું એક હતું.  રિક્ષા ચલાવીને અને વ્‍યાજ પર પૈસા લઈને પિતાએ તેમને ભણાવ્‍યા, પરંતુ આખરી વર્ષની ફીની વ્‍યવસ્‍થા ન થઈ શકવાને કારણે તેમણે એન્‍જિનિયરિંગનો અભ્‍યાસ અધૂરો છોડવો પડ્‍યો હતો.

આ ઘટના તેમના જીવનનો સૌથી મોટો ર્ટનિંગ પોઈન્‍ટ સાબિત થઈ. આર્થિક અસમર્થતાને કારણે શિક્ષણ અધૂરું રહેવાની પીડાએ તેમનામાં ભવિષ્‍યમાં એવા સંકલ્‍પના બીજ રોપ્‍યા કે કોઈ પણ ગરીબ બાળક ફીના અભાવે શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ.  ત્‍યારબાદ તેઓ દ્વારિકા ખાતે સંસ્‍કળતનો અભ્‍યાસ કરવા ગયા અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ. ની પદવી પ્રાપ્ત કરી. પ્રારંભિક તબક્કે તેમને કર્મકાંડ કે ભાગવત કથામાં વિશેષ રુચિ નહોતી, તેઓ હજુ પણ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા માંગતા હતા, જેના પરિણામે તેમણે અમરેલીમાં કોલેજ લેક્‍ચરર તરીકે સેવાઓ પણ આપી હતી.

‘આ સંઘર્ષમય પળષ્‍ઠભૂમિ એ સાબિત કરે છે કે વ્‍યક્‍તિના જીવનમાં આવતા કપરા કાળને જો ઈશ્વરીય સંકેત સમજીને સ્‍વીકારવામાં આવે, તો તે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની શકે છે. લેક્‍ચરર તરીકેની નોકરી દરમિયાન પણ શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રત્‍યેનો તેમનો ભાવ સતત વધતો રહ્યો અને અંતે તેમણે વ્‍યાસપીઠ દ્વારા લોકકલ્‍યાણનો માર્ગ અપનાવ્‍યો.

તથાસ્‍તુ વિદ્યાપીઠ : એક દિવ્‍ય સંકલ્‍પનું સર્જન

જિગ્નેશ દાદાના જીવનમાં સેવાકાર્યની પ્રેરણા તેમના પિતાના એક સૂચનથી મળી હતી. પિતાએ ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હતી કે ભગવાનની કળપાથી જો ભાગવત કથા દ્વારા આજીવિકા મળતી હોય, તો કોઈ એક ગરીબ વિદ્યાર્થીના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવો જોઈએ. આ વિચાર જિગ્નેશ દાદાના હૃદયમાં પરિવર્તિત થઈને એક વિશાળ પ્રોજેક્‍ટમાં રૂપાંતરિત થયો - ‘ફક્‍ત એક જ વિદ્યાર્થી શા માટે?' આ પ્રશ્ને ‘તથાસ્‍તુ વિદ્યાપીઠ' ના પાયા નાખ્‍યા.

અમરેલી-લાઠી રોડ પર ૪૦ વીઘાની વિશાળ જમીન પર આ વિધ્‍યાપીઠનું નિર્માણ થઈ રહ્યું છે. આ સંસ્‍થાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સામાજિક ભેદભાવ વગર આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને શ્રેષ્‍ઠ શિક્ષણ પૂરૂં પાડવાનો છે.

તથાસ્‍તુ વિદ્યાપીઠ બે મુખ્‍ય શૈક્ષણિક પ્રવાહો પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે

૧. સંસ્‍કળત વિદ્યાપીઠ : ભારતીય સંસ્‍કળતિ અને સનાતન ધર્મને જીવંત રાખવા માટે બ્રાહ્મણ જ્ઞાતિના બાળકો માટે ધોરણ ૫ થી ૧૦ સુધીનું નિઃશુલ્‍ક શિક્ષણ આપવામાં આવે છે. અહીં વેદ વિજ્ઞાન, સંસ્‍કળત મંત્રોચ્‍ચાર અને પૂજાવિધિનું શાષાોક્‍ત શિક્ષણ આપવામાં આવે છે. વિશેષ બાબત એ છે કે વિદ્યાર્થીઓને પહેરવાની ધોતી પણ સંસ્‍થા દ્વારા નિઃશુલ્‍ક પૂરી પાડવામાં આવે છે. આ શૈક્ષણિક કાર્ય વર્ષ ૨૦૨૪ થી કાર્યરત થઈ ચૂકયું છે.

૨. વિજ્ઞાન પ્રવાહ (ધો. ૧૧-૧૨ સાયન્‍સ) : કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના આર્થિક રીતે નબળા પરિવારના બાળકો માટે આ એક ક્રાંતિકારી પહેલ છે. ધોરણ ૧૧ અને ૧૨ સાયન્‍સનું સંપૂર્ણ શિક્ષણ, પુસ્‍તકો, કપડાં, રહેવા અને જમવાની વ્‍યવસ્‍થા તદન નિઃશુલ્‍ક છે.

આર્થિક પછાત બાળકો (કોઈ પણ સમાજ) શિક્ષણ શુલ્‍ક  શૂન્‍ય (તદન નિઃશુલ્‍ક) 

પુસ્‍તકો, ધોતી, ભોજન - હોસ્‍ટેલ, ભોજન, પુસ્‍તકો, કપડાં

આ શૈક્ષણિક મોડેલનું સૌથી પ્રભાવશાળી પાસું એ ‘ગીતાનો શ્‍લોક' કંઠસ્‍થ કરવાનો નિયમ છે. આ નિયમ પાછળનો હેતુ વિદ્યાર્થીઓને કેવળ ભૌતિક વિજ્ઞાનમાં જ નહીં, પરંતુ આધ્‍યાત્‍મિક અને નૈતિક મૂલ્‍યોમાં પણ સક્ષમ બનાવવાનો છે. જે એરોનોટિકલ એન્‍જિનિયરિંગમાં ફીના અભાવે જિગ્નેશ દાદાનું સપનું તૂટયું હતું, તે સપનું હવે હજારો વિદ્યાર્થીઓ કોઈ પણ આર્થિક ચિંતા વગર પૂરું કરી શકશે.

તથાસ્‍તુ વિદ્યાપીઠ માત્ર એક શિક્ષણ સંસ્‍થા નથી, પરંતુ સામાજિક ન્‍યાય અને સેવાના કેન્‍દ્ર તરીકે વિકસી રહી છે. અહીં દર વર્ષે આર્થિક રીતે પછાત પરિવારોની ૨૧ દીકરીઓના સમૂહ લગ્ન સંપૂર્ણ કરિયાવર સાથે કરવામાં આવે છે. પૂજ્‍ય મોરારી બાપુ જેવા સંતોની ઉપસ્‍થિતિમાં આ દીકરીઓને વિદાય આપવામાં આવે છે, જે આ કાર્યની પવિત્રતા અને વ્‍યાપ દર્શાવે છે.

આ સમૂહ લગ્ન પાછળનો વિચાર એ છે કે સમાજમાં દીકરીના લગ્ન એ પરિવાર માટે આર્થિક બોજ ન બનવો જોઈએ. પૂજ્‍ય જિગ્નેશ દાદા પોતે આ દીકરીઓના પિતા સમાન બનીને કન્‍યાદાનની વિધિમાં સહભાગી થાય છે.

સમાજના દાતાઓ અને શ્રેષ્‍ઠીઓ તરફથી મળતા દાનનો પ્રવાહ સીધો જ આ સામાજિક કાર્યોમાં વાળવામાં આવે છે, જે ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા' ના મંત્રને સાર્થક કરે છે.

કોઈ પણ શૈક્ષણિક સંકુલમાં જો આધ્‍યાત્‍મિક ઉર્જાનો અભાવ હોય તો તે કેવળ માહિતી આપતું કેન્‍દ્ર બની જાય છે, જ્ઞાન આપતું નહીં. આ વિચાર સાથે તથાસ્‍તુ વિદ્યાપીઠમાં દિવ્‍ય રાધા-કળષ્‍ણનું ‘પ્રેમ મંદિર' બનાવવામાં આવ્‍યું છે.

આ ઉપરાંત, સંકુલમાં એક ભવ્‍ય ‘યજ્ઞશાળા' કાર્યરત છે જ્‍યાં નિત્‍ય હોમ-હવન અને યજ્ઞો દ્વારા વાતાવરણની શુદ્ધિ અને જનકલ્‍યાણની પ્રાર્થના કરવામાં આવે છે. ભક્‍તો પોતાના સ્‍વજનોના જન્‍મદિવસ કે પુણ્‍યતિથિ નિમિત્તે અહીં યજ્ઞમાં આહુતિ આપી શકે છે, જેની આવક વિદ્યાપીઠના નિઃશુલ્‍ક શિક્ષણ કાર્યમાં ઉપયોગમાં લેવાય છે.

તથાસ્‍તુ વિદ્યાપીઠ ના નિર્માણ અને આગામી શૈક્ષણિક સત્રના પ્રારંભના લાભાર્થે રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે એક ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. શુક્રવાર તા. ૨૭ માર્ચ થી ૨ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્‍ડ ખાતે પૂજ્‍ય જિગ્નેશ દાદાના મુખેથી કથા જ્ઞાનનો પ્રવાહ વહેશે.

આ કથા કેવળ ધાર્મિક પ્રવચન નથી, પરંતુ એક સામાજિક સંકલ્‍પ છે જેમાં શ્રોતાઓ દ્વારા અપાતું દાન અમરેલી ખાતે બની રહેલી વિદ્યાપીઠના ઇંટોમાં રૂપાંતરિત થશે.

ભવિષ્‍યનું વિઝન અને સંસ્‍થાગત વિકાસ

પૂજ્‍ય જિગ્નેશ દાદાનું વિઝન માત્ર શાળા પૂરતું મર્યાદિત નથી.

આગામી સમયમાં તથાસ્‍તુ વિદ્યાપીઠના ૪૦ વીઘાના કેમ્‍પસમાં

૧. સંત ભવન : વિચરતા સંતો અને વિદ્વાનો માટે નિવાસ સ્‍થાન, જેથી વિદ્યાર્થીઓને તેમના જ્ઞાનનો લાભ મળી શકે.

૨. ગૌશાળા : ભારતીય ગાયોનું સંવર્ધન અને વિદ્યાર્થીઓને શુદ્ધ દૂધ અને સાત્‍વિક ખોરાકની પ્રાપ્તિ.

૩. અતિથિ નિવાસ : દૂરથી આવતા ભક્‍તો અને વાલીઓ માટે રહેવાની સુવિધા.

૪. અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ : આ એક અત્‍યંત સંવેદનશીલ પાસું છે, જ્‍યાં નિરાધાર બાળકોને છત મળશે અને એકાકી જીવન જીવતા વળદ્ધોને પરિવાર મળશે. આ બંને એકમો સાથે હોવાથી વળદ્ધોને બાળકોનો પ્રેમ અને બાળકોને વડીલોના આશીર્વાદ મળી રહેશે.

જિગ્નેશ દાદાની આ યોજનાઓ પાછળનો મુખ્‍ય વિચાર ‘સેતુ નિર્માણ' છે - ગરીબ અને અમીર વચ્‍ચેનો સેતુ, જ્ઞાન અને વિજ્ઞાન વચ્‍ચેનો સેતુ, અને સંસ્‍કળતિ અને આધુનિકતા વચ્‍ચેનો સેતુ.

આર્થિક પારદર્શિતા અને ‘રાધે રાધે' પરિવાર

પૂજ્‍ય જિગ્નેશ દાદાએ જાહેર કર્યું છે કે ૫૦ વર્ષની ઉંમર પછી તેઓ વ્‍યક્‍તિગત રીતે કોઈ ભેટ કે દાન સ્‍વીકારશે નહીં અને બધું જ સમાજને અર્પણ કરી દેશે. આ નૈતિક મૂલ્‍ય તેમના ‘રાધે રાધે' ચેરિટેબલ ટ્રસ્‍ટની વિશ્વસનીયતા વધારે છે.

 સંસ્‍થા દ્વારા વેચવામાં આવતી સાહિત્‍યિક સામગ્રી જેમ કે પેન ડ્રાઈવ કથા અને કીર્તન પુસ્‍તકોની આવક પણ સામાજિક પ્રોજેક્‍ટ્‍સમાં ઉપયોગમાં લેવાય છે.

લોકો તેમને જે પ્રેમ અને સન્‍માન આપી રહ્યા છે, તે તેમના ‘દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે' જેવા કીર્તનો જેટલું જ લોકપ્રિય છે. લોકો તેમનામાં એક એવા ગુરુને જુએ છે જે પોતે જમીન પરથી ઉઠ્‍યા છે અને બીજાને પણ આસમાન સુધી પહોંચાડવા માટે સીડી બની રહ્યા છે.

પૂજ્‍ય જિગ્નેશ દાદા અને તથાસ્‍તુ વિદ્યાપીઠની સફર એ આજના યુગમાં આશાનું કિરણ છે. જ્‍યારે શિક્ષણ એક મોટો વેપાર બની ગયો છે, ત્‍યારે એક કથાકાર દ્વારા સંપૂર્ણ ફ્રી સાયન્‍સ સ્‍કૂલ અને હોસ્‍ટેલ ચલાવવી એ કોઈ ચમત્‍કારથી ઓછું નથી. તેમના જીવનનો સંદેશ સ્‍પષ્ટ છે : સંઘર્ષ એ અંત નથી, પણ એક નવી શરૂઆતનો સંકેત છે.

અમરેલીના લાઠી રોડ પર આકાર પામી રહેલી આ વિદ્યાપીઠ આગામી પેઢીને વેદ અને વિજ્ઞાન બંનેમાં નિપુણ બનાવશે. રાજકોટની જનતા માટે ૨૭ માર્ચ થી ૨ એપ્રિલ સુધીનો સમય આ દિવ્‍ય કાર્યમાં સહભાગી થવાની અને જ્ઞાનગંગામાં ડૂબકી લગાવવાની અમૂલ્‍ય તક છે. આ અહેવાલ દર્શાવે છે કે જ્‍યારે આધ્‍યાત્‍મિક શક્‍તિ અને સામાજિક નિષ્‍ઠા ભેગી થાય છે, ત્‍યારે એક એવું ઇંધણ પેદા થાય છે જે સમાજને અંધકારમાંથી કાયમ માટે પ્રકાશ તરફ દોરી જાય છે.

આ જ સ્‍કૂલ બિલ્‍ડીંગનાં લાભાર્થે આપણા રાજકોટમાં શુક્રવાર તા. ૨૭ માર્ચથી ૨જી એપ્રિલ દરમિયાન પૂ. જિગ્નેશદાદાનાં સ્‍વમુખે કથા જ્ઞાનનો અવિરત પ્રવાહ સાથે તેમના મધુર કંઠે રાજકોટની આ ધર્મપ્રેમી જનતાને ગોપી ભાવે ક્રળષ્‍ણમયી બનાવી ને ડોલાવશે.

તો આ સંદર્ભે રાધે રાધે પરિવાર વતી, સમગ્ર મનોરર્થિ પરિવાર તથા આયોજક સમિતિ તરફથી સમગ્ર રાજકોટની જનતા ને હાર્દિક નિમંત્રણ સાથે જય શ્રી ક્રળષ્‍ણ.

:: સંકલન ::

ડો.પુરૂષોત્તમ પીપરીયા

મો.૯૪૨૭૨ ૨૦૫૪૪

(11:37 AM IST)