<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

આદિવાસી ભીલ સમાજનો એકલવ્‍ય કોમ્‍યુનિટી હોલ જર્જરિત : રિનોવેશન સાથે નવીનીકરણ જરૂરી

રાજકોટ તા. ૨૭ : રાજકોટમાં વસતા આદિવાસી ભીલ સમાજ માટે સામાજિક અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓના કેન્‍દ્ર સમાન ઁએકલવ્‍ય કોમ્‍યુનિટી હોલની હાલત હાલ અત્‍યંત બિસ્‍માર છે. લાંબા સમયથી જાળવણીના અભાવે હોલનું બાંધકામ તળિયેથી જર્જરિત થઈ ગયું છે. ભવિષ્‍યના દિવસોમાં સર્વેશ્વર ચોક જેવી ઘટનાના બને તે માટે વહેલીતકે રીનોવેશન સાથે નવીનીકરણ કરવાની જરૂર હોવાનું ભીલ સમાજના અગ્રણી ઉત્તમભાઇ રાઠોડની યાદીમાં જણાવ્‍યુ છે.

આ કોમ્‍યુનિટી હોલ આદિવાસી સમાજના લગ્ન પ્રસંગો, મેળાવડાઓ અને વિદ્યાર્થીઓ માટેના કાર્યક્રમો માટે ખૂબ જ ઉપયોગી છે. પરંતુ હાલ તેની છત, દીવાલો અને ફ્‌લોરિંગ તૂટી ગયા હોવાથી અહીં કોઈપણ કાર્યક્રમ યોજવો જોખમી બની ગયો છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પાણી પડવાની સમસ્‍યાને કારણે હોલનો ઉપયોગ કરવો અશકય બની જાય છે.

આ હોલ આદીવાસી ભીલ સમાજની ઓળખ અને એકતાનું પ્રતીક છે. ત્‍યારે સત્‍વરે તેનું સમારકામ કરવા તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો થઇ છે. જો હજુ સમયસર ધ્‍યાન નહીં આપવામાં આવે તો સંવૈધાનિક ધોરણે સમાજને સાથે રાખી આવનારા દિવસોમા લડત આપવા ભીલ સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્‍ચારી છે.

હોલનું સ્‍ટ્રક્‍ચરલ ઓડિટ કરાવી તાત્‍કાલિક તળિયેથી રીપેરીંગ કામ શરૂ કરાવવા, પીવાના પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ફરી કાર્યરત કરવા સહીતની માંગણીઓ ભીલ સમાજ દ્વારા મુકવામાં આવી હોવાનું ભીલ સમાજના અગ્રણી ઉત્તમભાઇ રાઠોડ (મો.૯૭૨૭૬ ૯૦૬૪૬)ની યાદીમાં જણાવાયુ છે.

 

(2:36 PM IST)