<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

રાજકોટ મ્યુ. કોર્પોરેશનના કર્મચારીઓની મંડળી ચુંટણી અટકાવવાનો લવાદ કોર્ટનો ઈન્કાર...

અરજદાર દ્વારા જે દાદ માંગવામાં આવેલ છે તે શા કારણે માંગવામાં આવેલ છે? તે સ્પષ્ટ થતું નથી... જજ જે.એન. દવે : શિકાટા મ્યુનિસીપલ કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમના ઓઠા હેઠળ મંડળીની ચુંટણી સ્ટે કરવાની અરજી કરતાં લવાદ કોર્ટ ધ્વારા તેની માંગણી ફગાવી... : વચગાળાના તબકકે ચુંટણી કરવાનો હુકમ થઈ શકે નહીઃ એડવોકેટ સતિષ દેથલીયા

રાજકોટઃ અત્રેની લવાદ કોર્ટ, રાજકોટ સમક્ષ રાજકોટ મ્યુ. કોર્પોરેશન કર્મચારીઓની પીરાણ અને સહકારી મંડળી લી., રાજકોટના કારોબારી સમિતી ચુંટણી ચાલુ છે અને તેમાં બે ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ નામજુંર થયેલ છે, જે અન્વયે રાજકોટ મ્યુ. કર્મચારીઓના શિકાટા મ્યુનિસીપલ કર્મચારી મંડળ દ્વારા આ હું ચુંટણીમાં ચુંટણી અધિકારીશ્રી દ્વારા બન્ને ઉમેદવારો કાંતાબેન દિનેશભાઈ ચાવડા ત્યા વિશાલ કેશુભાઈ રાઠોડના ઉમેદવારી ફોર્મ ટેકનીકલ કારણોસર રદ કરવામાં આવેલ છે તે માટે અને ચુંટણીની તારીખે એટલે કે તા.૨૮/૩/૨૦૨૬ના રોજ મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ હોય અને કોર્પોરેશનના કર્મચારીઓને તેમાં ફરજમાં મુકેલ હોય ચુંટણી રદ કરાવવા અને સ્ટે કરવા માટેની દાદ સાથે રાજકોટ લવાદ કોર્ટ સમક્ષ દાદ માંગેલ છે અને તે અન્વયે મનાઈ હુકમ માંગેલ અને તેમાં શ્રી રાજકોટ મ્યુ. કોર્પોરેશનના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. ત્યા તેના ચુંટણી અધિકારીશ્રી વતી એડવોકેટ સતિષ દેથલીયા રોકાયેલ તેની રજુઆત ધ્યાને લઈને લવાદ કોર્ટના જજશ્રી જે.એન. દવેએ મનાઈ હુકમની અરજી રદ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ મ્યુ. કોર્પોરેશનના કર્મચારીઓની ધી.અને ગ્રા.સહકારી મંડળી લી.ના વ્ય.કમીટી સભ્યોની ચુંટણી ચાલુ થયેલ, તેમાં ૧ સીટ અનુસુચીત જાતિના સભાસદોની હતી અને ૨ સીટ મહીલા અનામત સભાસદોની સીટ હતી, તેમાં કાંતાબેન દિનેશભાઈ ચાવડાએ સ્ત્ર્ી અનામતમાં ત્યા વિશાલ કેશુભાઈ રાઠોડએ અનુસુચીત જાતિ અનામતમાં ઉમેદવારી કરેલ અને બન્નેના ઉમેદવારી ફોર્મના ટેકો આપનાર વ્યકિતએ તેના મતદાર યાદી નંબર ખોટા દર્શાવેલ હતા તેથી તેના ઉમેદવારી ફોર્મ કાયદા, કાનુન અને ચુંટણીના નિયમો સાથે સુસંગત ન હોય રદ કરવામાં આવેલ અને તે બન્ને ઉમેદવારો વતી કોઈપણ હકક કે અધિકાર વગર શિકારા મ્યુનિસીપલ કર્મચારી મંડળ ધ્વારા દાવો દાખલ કરેલ અને બન્ને ઉમેદવારી ફોર્મ ખોટી રીતે રદ કરેલ છે તે અંગેની કાર્યવાહી રદ કરવા અને ચુંટણી સ્ટે કરવાની દાદ સાથે દાવો દાખલ કરેલ અને તે દાવા કામમાં શ્રી રાજકોટ મ્યુ. કોર્પોરેશનના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. રાજકોટ તરફે સહકારી ક્ષેત્રના એડવોકેટશ્રી સતિષ દેથલીયાને તેમના તરફે રોકીને હકીકતની તેમજ કાયદાકીય રજુઆત કરાવેલી.

સહકારી ક્ષેત્રના એડવોકેટશ્રી સતિષ દેથલીયાએ કેસની હકીકતો અને વિગતો તપાસીને કાયદાકીય રજુઆત કરેલ કે, કોઈપણ વ્યકિત બીન હરીફ જાહેર થાય ત્યારે તેની ચુંટણી રદ ન થાય ત્યાં સુધી કામ કરતા અટકાવી શકાય નહી તેમજ વચગાળાના તબકકે ઉમેદવારી ફોર્મ ગેરકાયદેસર ઠરાવીને ચુંટણી સ્ટે થઈ શકે નહી તેમજ સભ્ય અને સોસાયટી વચ્ચેની તકરાર સહકારી કાયદાની કલમ-૯૬ માં આવે અને તે જ તકરાર ચલાવવાની સતા અને અધિકાર લવાદ કોર્ટને છે અને એક વાર ચુંટણી ચાલુ થાય પછી તેને અટકાવી શકાય નહી અને વચગાળાના આદેશાત્મક હુકમ થઈ શકે નહી તેમજ જે વ્યકિત પક્ષકાર ન હોય તેની સામે પણ હુકમ થઈ શકે નહીં જેથી વચગાળાના તબકકે જે દાદ માંગેલ છે તે મળી શકે નહી અને મનાઈ અરજી રદ કરવી જોઈએ વિગેરે ધારદાર રજુઆત કરતા, તેની રજુઆતોમાં તથ્યતા જણાણા લવાદ કોર્ટના જજશ્રી જે.એન. દવેએ એવી સ્પષ્ટ તારણ સાથે રદ કરેલ કે ઉમેદવારી ફોર્મ ટેકનીકલ કારણોસર રદ કરેલ છે કે કેમ ચુંટણી પ્રકીયા દુષિત થયેલ છે કે કેમ? ચુંટણી અટકાવવી પડે તેવી હકીકતો રેકર્ડ ઉપર આવેલ નથી, ચુંટણી અંતીમ તબકકામાં છે, તેનો કોઈ પ્રથમ દર્શનીયક કેસ બનતો નથી,અરજદારને કોઈ હાની કે નુકશાન જતું નથી જે નુકશાન હાડમારી થાય છે તે સામાવાળા મંડળી સ્થા તેના સભાસદોને થાય છે તેમ ગણીને વાદીની મનાઈ હુકમની અરજી રદ કરેલ.

આ કામમાં શ્રી રાજકોટ મ્યુ. કોર્પોરેશનના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. રાજકોટ વતી રાજકોટના સહકારી ક્ષેતના એડવોકેટ સતિષ દેથલીયા, સુભાષ પટેલ, સહાયક રમેશ સોંલકી રોકાયેલ છે.

 

(2:07 PM IST)