News of Saturday, 28th March 2026
ભગવાન સ્વામિનારાયણના ૨૪૫મા પ્રાગટય મહોત્સવની ભવ્ય દિવ્ય ઉજવણી : હજારો ભક્તોપ્રભાવિકોએ ભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યુ

રાજકોટ : બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે ભગવાન સ્વામિનારાયણના ૨૪૫માં પ્રાગટયોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન સ્વામિનારાયણના પ્રાગટયોત્સવ પર્વે રાત્રે ૭.૩૦ વાગ્યે પ્રમુખસ્વામી સભાગળહમાં ભગવાન સ્વામિનારાયણના ૨૪૫મા જન્મોત્સવની વિશિષ્ટ સભા યોજાઈ હતી. આ વિશિષ્ટ સભામાં યુવાનો દ્વારા પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી સાથે ‘માનવ ઉત્કર્ષના પ્રણેતા ભગવાન શ્રી સ્વામિનારાયણ' વિષયક ડીબેટ દ્વારા ખૂબ સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જન્મોત્સવની સભાના અંતમાં રાત્રે ૧૦ વાગ્યાથી તમામ ભક્તોએ ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવને વધાવવા માટે મંદિર અને મંદિર પરિસર ફરતે સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. મંદિર પર શોભતી ભગવાન સ્વામિનારાયણની ૨૦ ફૂટની વિશાળ ચિત્ર પ્રતિમાએ નયનરમ્ય નઝારો ઉભો કર્યો હતો. બરાબર ૧૦ વાગ્યે અને ૧૦ મિનિટે, મંદિરમાં ઉપસ્થિત હજારો ભક્તોએ ગગનભેદી જયનાદ સાથે ભગવાન સ્વામિનારાયણના જન્મના વધામણા કર્યા હતા અને જન્મોત્સવની સમૂહ આરતી ઉતારી હતી. સમૂહ આરતી વખતે મંદિર પરિસરમાં ઉપસ્થિત ભક્તોની દીપમાળા અને આકાશમાં આતશબાજીની હારમાળાએ ભવ્ય નજારો રચ્યો હતો. સમુહ આરતી બાદ ભક્તોએ ઘનશ્યામ મહારાજને પારણે ઝુલાવવાનો અને સમીપ દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો. અંતમાં સૌ ભક્તોપ્રભાવિકો ભગવાન સ્વામિનારાયણના સંદેશ અને સ્મળતિઓને સંભારી ભગવાનમાં જોડાવવાના દૃઢ સંકલ્પ સાથે વિદાય થયા હતા. જન્મોત્સવ ઉપક્રમે વહેલી સવારે ઠાકોરજીની વૈદિક મહાપૂજાવિધિ યોજાઈ હતી. મહાપૂજાવિધિ બાદ સંતોએ ઠાકોરજીને જન્મોત્સવ પર્વે પંચામળત અને કેસર જલાભિષેક કરી વધાવ્યા હતા. ત્યારબાદ નીલકંઠવર્ણી મંડપમાં શ્રી નીલકંઠવર્ણી મહારાજની કેસર જલાભિષેક વિધિ સાથે સહજાનંદ નામાવલીનો પાઠ યોજાયો હતો. આ જન્મોત્સવ પર્વે ભક્તોએ ભગવાનના વિશિષ્ટ નૂતન શણગાર દર્શન અને શણગાર આરતી દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો. ઉપસ્થિત ભક્તોએ અક્ષરપુરુષોત્તમ મહારાજને કેસર જળથી અભિષેક દ્વારા વધાવ્યા હતા. સાંજે શ્રી નીલકંઠવર્ણી અભિષેક મંડપમાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે મંદિર પર ઠાકોરજી સમક્ષ અન્નકૂટ થાળ ગાન તથા સંધ્યા આરતી યોજાઈ હતી. સાથે શ્રીરામ જન્મોત્સવે ભગવાન શ્રીરામચંદ્રજીની મૂર્તિનું પૂજ્ય સંતો દ્વારા વંદન અને પૂજનપ્રઅર્ચન કરવામાં આવ્યું. ભગવાન શ્રીરામચંદ્રજીના દિવ્ય સ્વરૂપને વિવિધ ભોગ અને પંચાજરીનો પ્રસાદ અર્પણ કરી, સંતોપ્રભક્તોએ બપોરે શ્રીરામ જન્મોત્સવે આરતીનું ભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું હતું. સમગ્ર દિવસ દરમ્યાન કાલાવડ રોડ મંદિરે હજારો ભક્તોપ્રભાવિકોએ ભગવાન સ્વામિનારાયણને ભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું હતું. આ દિવસે રાજકોટમાં નિર્મિત વિવિધ સંસ્કારધામોમાં પણ ભક્તોપ્રભાવિકોએ અન્નકૂટ દર્શન અને આરતીનો લાભ લીધો હતો
(2:16 PM IST)










