<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

સામા કાંઠાના કેન્‍ટીન સંચાલક વિનોદભાઇ ભરાડનું ખરાબ રસ્‍તા પર બાઇક સ્‍લીપ થઇ જવાને લીધે મોત

દોશી હોસ્‍પિટલમાં કેન્‍ટીન ચલાવતાં પ્રોૈઢ દેવગામે વાડીએ જતાં હતાં ત્‍યારે દેરડી-પાટખીલોરી વચ્‍ચે સ્‍લીપ થઇ ગયા હતાં: પીએસઆઇને રસ્‍તો રીપેર કરાવવો પડયો હતોઃ મોભીના મોતથી પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટતા. ૨૮: સામા કાંઠે સંત કબીર રોડ પર રહેતાં અને દોશી હોસ્‍પિટલમાં કેન્‍ટીન ચલાવતાં પ્રોૈઢ બાઇક હંકારી દેવગામે પોતાની વાડીએ જતાં હતાં ગોંડલના દેરડી કુંભાજી અને પાટખીલોરી વચ્‍ચેના રસ્‍તા પર તેનું વાહન સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. અત્‍યંત ખરાબ રસ્‍તાને કારણે અકસ્‍માત સર્જાયાનું સગા સ્‍વજનોએ કહ્યું હતું. આ પ્રોૈઢને અકસ્‍માત નડયો એ દિવસે એ જ સ્‍થળે બીજા ત્રણેક અકસ્‍માત પણ સર્જાયા હતાં. પછી ખુદ પોલીસ અધિકારીએ પોતાના ખર્ચે કપચી નખાવી રસ્‍તો સરખો કરાવ્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ સંત કબીર રોડ પર બાલકૃષ્‍ણ સોસાયટી શેરી નં. ૨માં રહેતાં વિનોદભાઇ માધવજીભાઇ ભરાડ (ઉ.વ.૫૫) ગત ૨૨મીએ બપોરે અઢી વાગ્‍યા આસપાસ ટુવ્‍હીલર હંકારીને રાજકોટથી દેવગામ ખાતે આવેલી પોતાની વાડીએ જતાં હતાં ત્‍યારે દેરડી કુંભાજી અને પાટખીલોરી વચ્‍ચેના રસ્‍તા પર પહોંચ્‍યા ત્‍યારે બાઇક સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં પ્રથમ કુંકાવાવ, અમરેલી બાદ દોશી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જ્‍યાંથી સિવિલમાં દાખલ કરાયા હતાં. અહિ આજે મૃતયુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે સુલતાનપુર પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર વિનોદભાઇ ભરાડ દોશી હોસ્‍પિટલમાં કેન્‍ટીન ચલાવતાં હતાં. તેમજ દેવગામે ખેતીવાડી ધરાવતાં હતાં. ૨૨મીએ તે બાઇક હંકારી વાડીએ જવા નીકળ્‍યા ત્‍યારે અકસ્‍માત નડયો હતો. તેઓ પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. સગાના કહેવા મુજબ પાટખીલોરીનો રસ્‍તો એટલી હદે ખરાબ છે કે વિનોદભાઇને જ્‍યારે અકસ્‍માત નડયો એ જ દિવસે બીજા ત્રણ અકસ્‍માત પણ એ જ સ્‍થળે સર્જાયા હતાં. બાદમાં સુલતાનપુર પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ ખાચરે સ્‍વખર્ચે કપચી નખાવી રસ્‍તો થોડોઘણો રીપેર કરાવડાવ્‍યો હતો. મોભીના મૃત્‍યુથી ભરાડ પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

(3:01 PM IST)