News of Saturday, 28th March 2026
૪૨ વર્ષના દર્શનભાઇ આડેસરાનું હૃદય બેસી જવાને કારણે મૃત્યુ
માધાપર ચોકડી પાસે એપાર્ટમેન્ટમાં બનાવ

રાજકોટ તા. ૨૮: માધાપર ચોકડીએ ધ સ્પેસ બિલ્ડીંગ પાછળ હરિકૃષ્ણા એપાર્ટમેન્ટમાં રહેતાં દર્શનભાઇ નરેન્દ્રભાઇ આડેસરા (ઉ.વ.૪૨) નામના યુવાન બપોરે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં મોટા તથા અપરિણીત હતાં. તે પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. પિતા હયાત ન હોઇ ઘરના આધારસ્તંભ હતાં. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
(3:51 PM IST)










