News of Monday, 30th March 2026
ઇશ્વર ભકિતમાં ભાવિકો તરબોળ બન્યાઃ અલોકીક વાતાવરણ
પૂ.જીજ્ઞેશદાદાના વ્યાસાસને ચાલતી ભાગવત કથામાં ચિક્કાર મેદની : સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે અને તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી શ્રીમદ ભાગવત મોક્ષગાથા સમાજસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહી છેઃ સ્વામી પરમાત્માનંદજી, રાજયના કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, રાજયમંત્રી કોૈશિકભાઇ વેકરીયા, સાંસદો પુરૂષોતમભાઇ રૂપાલા અને રામભાઇ મોકરીયા, ધારાસભ્યો રમેશભાઇ ટીલાળા અને ડો.દર્શીતાબેન શાહ, અકિલા પરિવારના કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, ભારતીબેન પુરૂષોતમભાઇ પીપરીયા, નિકીતાબેન નરેન્દ્રભાઇ નથવાણી, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે, ઉપપ્રમુખ મેહુલભાઇ નથવાણી, જાણીતા કલાકાર સાંઇરામભાઇ દવે, આર્કીટેકટ ચૈતન્યભાઇ સિંહાર, આહીર અગ્રણી ઘનશ્યામભાઇ હેરભા, અગ્રણી બિલ્ડર્સ સરવાનંદભાઇ સોનવાણી અને મુકેશભાઇ શેઠ, આરસીસી બેન્કના સીઇઓ અને કાયદેઆઝમ ડો.પુરૂષોતમભાઇ પીપરીયા, સમાજશ્રેષ્ઠી રાજુભાઇ પોબારૂ, ડો.નિશાંતભાઇ ચોટાઇ, રીટાબેન કોટક, રીટાબેન કુંડલીયા, ડો.પરાગભાઇ દેવાણી, ડો.જનકભાઇ ઠક્કર, ભાવિનીબેન ખખ્ખર, ધવલભાઇ ખખ્ખર, હિરેનભાઇ ખખ્ખર, મનિષભાઇ માદેકા, નરેન્દ્રભાઇ નથવાણી, સુધીરભાઇ દુબલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી પૂણ્યનું ભાથુ બાંધ્યુઃ દરરોજ સાંજે ૬:૩૦ થી ૮ વાગ્યા સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝારઃ શહેરના મુખ્ય વિસ્તારોમાંથી ભાવિકોને આવવા-જવા માટે વિનામુલ્યે બસ સેવા ઉપલબ્ધઃ રાધે રાધે અને તથાસ્તુ પરિવાર તથા સમગ્ર ટીમ દ્વારા કાબિલેદાદ આયોજન-વ્યવસ્થા.

વિશ્વ વિખ્યાત યુવા ભાગવતાચાર્ય પૂ.જીજ્ઞેશદાદાના વ્યાસાસને રાજકોટમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે પવિત્ર ભાગવતકથા ચાલી રહી છે જેમાં ભાવિકોની ચિક્કાર મેદની તસ્વીરમાં નજરે પડે છે. રાજકોટ મુંજકા આશ્રમના મહંત સ્વામી પરમાત્માનંદજી, ગુજરાતના કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, રાજયમંત્રી શ્રી કોૈશિકભાઇ વેકરીયા, સંસદસભ્યોશ્રી પુરૂષોતમભાઇ રૂપાલા અને શ્રી રામભાઇ મોકરીયા, રાજકોટના ધારાસભ્યો રમેશભાઇ ટીલાળા અને ડો.દર્શીતાબેન શાહ, અકિલા પરિવારના શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ ભારતીબેન પુરૂષોતમભાઇ પીપરીયા, શ્રીમતિ નિકીતાબેન નરેન્દ્રભાઇ નથવાણી, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી અલ્પેશભાઇ ઢોલરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવે, જાણીતા હાસ્ય કલાકારશ્રી સાંઇરામભાઇ દવે, તથાસ્તુ વિદ્યાપીઠના આર્કીટેકટ શ્રી ચૈતન્યભાઇ સિંહાર, આહીર અગ્રણી શ્રી ઘનશ્યામભાઇ હેરભા, આરસીસી બેન્કના સીઇઓ અને કાયદેઆઝમ શ્રી ડો.પુરૂષોતમભાઇ પીપરીયા, સમાજશ્રેષ્ઠીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, ડો.નિશાંતભાઇ ચોટાઇ, શ્રીમતિ રીટાબેન કોટક, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, ડો.પરાગભાઇ દેવાણી,હિરેનભાઇ ખખ્ખર, મનિષભાઇ માદેકા, નરેન્દ્રભાઇ નથવાણી, સુધીરભાઇ દુબલ સહિતના મહાનુભાવોએ પવિત્ર ભાગવતકથાનું રસપાન કરીને પુણ્યનું ભાથુ બાંધ્યુ હતુ જે દ્રશ્યમાન થાય છે.
રાજકોટ, તા. ૩૦: રાધે રાધે પરિવાર દ્વારા સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે અને તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે રાજકોટના વિશાળ રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધી રાત્રે ૮થી૧૧ વાગ્યા દરમ્યાન આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અને નાના-મોટા સોૈકોઇમાં ભારે લોકપ્રિયતા ધરાવનાર ભાગવતચાર્ય પૂ.જીજ્ઞેશદાદા રાધે રાધેના વ્યાસાસને પવિત્ર ભાગવત આવ્યું છે. જેમાં અલોૈકિક વાતાવરણમાં ચિક્કાર મેદની સાથે ભાવિકો ઇશ્વરભકિતમાં તરબોળ બની ગયા છે. કાબિલેદાદ આયોજન-વ્યવસ્થા વચ્ચે હજ્જારો ભાવિકોમાં દરરોજ શ્રધ્ધા-આસ્થાના ઘોડાપૂર ઉમટી રહયા છે. ગામે ગામથીભાવિકો પવિત્ર કથાનું રસપાન કરવા આવી રહયા છે. અતને સર્વત્ર રાધે રાધેનો નાદ ગુંજી રહયો છે.
પવિત્ર ભાગવત કથાના સંપૂર્ણ આયોજન બાદ જે કંઇ ધનરાશી વધશે તે તથાસ્તુ વિદ્યાપીઠ‘માં શિક્ષણ પ્રાપ્ત કરવા આવનાર વિદ્યાર્થીઓના સામાજીક, શૈક્ષણિક, સેવાકીય, કલ્યાણઅર્થે ખર્ચ કરવામાં આવશે. આ ધનરાશી માંથી આર્થિક સહયોગ ઇચ્છતા બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે અને તેઓની ઉજ્જવણ કારકિર્દીનું નિર્માણ કરવામાં તથાસ્તુ વિદ્યાપીઠનો સંપૂર્ણ સહયોગ મળશે તેવું પણ રાધે રાધે પરિવારના શ્રી ભાર્ગવભાઇ ઠાકરે જણાવ્યું હતું. આ સંદર્ભમાં શ્રી મદ્ ભાગવત મોક્ષગાથા સમાજસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહી છે.
પવિત્ર ભાગવત સપ્તાહના બીજા અને ત્રીજા દિવસે ભાગવત મોક્ષગાથા-જ્ઞાનયજ્ઞમાં રાજકોટ મુંજકા આશ્રમના મહંત સ્વામી શ્રી પરમાત્માનંદજી, ગુજરાતના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી, ઉર્જા રાજયમંત્રી શ્રી કોૈશિકભાઇ વેકરીયા, રાજકોટના સંસદ સભ્ય શ્રી પુરૂષોતમભાઇ રૂપાલા, રાજયસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, રાજકોટના ધારાસભ્યો શ્રી રમેશભાઇ ટીલાળા અને ડો. દર્શીતાબેન શાહ, અકિલા પરિવારના શ્રી મતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ ભારતીબેન પુરૂષોતમભાઇ પીપરીયા, શ્રીમતી નિકિતાબેન નરેન્દ્રભાઇ નથવાણી, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી અલ્પેશભાઇ ઢોલરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભઇ દવે, ઉપપ્રમુખ શ્રી મેહુલભાઇ નથવાણી, જાણીતા હાસ્ય કલાકાર સાંઇરામભાઇ દવે, તથાસ્તુ વિદ્યાપીઠ આર્કીટેકટ શ્રી ચૈતન્યભાઇ સિંહાર, આહીર અગ્રણી શ્રી ઘનશ્યામભાઇ હેરભા, અગ્રણી બિલ્ડર્સ શ્રી સરવાનંદભાઇ સોનવાણી અને શ્રી મુકેશભાઇ શેઠ, આરસીસી બેન્કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, સમાજ શ્રેષ્ઠીઓશ્રી રાજુભાઇ પોબારૂ, ડો. નિશાંતભાઇ ચોટાઇ, છબીલભાઇ પોબારૂ, શ્રી મતિ રીટાબેન કોટક, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, ડો. પરાગભાઇ દેવાણી, ડો. જનકભાઇ ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, હિરેનભાઇ ખખ્ખર, ધવલભાઇ ખખ્ખર, મનિષધભાઇ માદેકા, નરેન્દ્રભાઇ નથવાણી, ઇલેશભાઇ ખખ્ખર, સુધીરભાઇ દુબલ, ભોવનભાઇ રંગાણી, જતીનભાઇ ત્રિવેદી (અમદાવાદ), ચંદુભાઇ ચંડીભમ્મર, મનિષભાઇ ચોટાઇ(જામનગર), મનિષભાઇ સાગલાણી (જૂનાગઢ), નિપુણભાઇ દોશી, સંદિપભાઇછોટાળા સહિતના મહાનુભાવોએ ઉપીસ્થત રહી પૂણ્યનું ભાથુ બાંધ્યું હતું.
કથા દરમ્યાન તા. ૨ એપ્રિલ, ૨૦૨૬ ગુરૂવાર સુધી રોજ રાત્રે ૮ થી ૧૧ વાગ્યા દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ભાવિકોનો ભારે ધસારો રહેશે. દરરોજ સાંજે ૬.૩૦ વાગ્યાથી ૮ વાગ્યા સુધી સુપ્રસિધ્ધ કલાકારો-વકતાઓના સંગાથે વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો (શ્રી નાથજી કીર્તન, હાસ્યરસ, મોટીવેશનલ સ્પીચ, શ્રી રામધૂન, સત્સંગ સંધ્યા, લોક સંગીત) ની પણ વણઝાર રાખવામૉ આવી છે.
રાજકોટના વિવિધ મુખ્ય વિસ્તારોમાંથી ભાવિકો કથા સ્થળ રેસકોર્ષ સુધી પહોંચી શકે તે માટે દરરોજ સાંજે સાત વાગ્યે ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી વિનામૂલ્યે બસ સેવા પુરી પાડવામાં આવશે. વિવિધ વિસ્તારો જોઇએ તો સ્પીડવેલ ચોક, સવામીનારાયણ ચોક, ડી માર્ટ કુવાડવા રોડ, ભકિતનગર સર્કલ, આકાશવાણી ચોક, મવડી ચોકઢી, જલીયાણા ચોક, રેલનગર, ખાતેથી રોજ સાંજે સાત વાગ્યુ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલનીઅ બસ કથા સ્થળ રેસકોર્ષ જવા માટે વિનામૂલ્યે મળશે. તેવું યાદીમાં જણાવાયું છે.
પવિત્ર ભાગવત કથાના ભવ્ય દિવ્ય-અલોૈકીક આયોજનને સફળ બનાવવા મુખ્ય મનોરથીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, મનિષ ભાઇ મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્ખર અને સુધીરભાઇ દુબલ સહિત ડો. પુરૂષોતમ ભાઇ પીપરીયા, એભલભાઇ જલુ, સંદિપભાઇ છોટાળા, અવધેશભાઇ કાનગડ, વિવેકભાઇ કાનગડ, મેહુલકુમાર પરડવા, ભોવાનભાઇ રંગાણી, હરીશકુમાર પાંડે, હરીશભાઇ લાખાણી મુકેશભાઇ પાબારી, ઘનુષભાઇ ધ્રાંગા, નિપુણભાઇ દોશી,અ ડો. નિશાંતભાઇ ચોટાઇ, શ્રી મતિ રીટાબેન કોટક, ધવલભાઇ કારીયા, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી,ભાર્ગવભાઇ ઠાકર, નિલેશભાઇ ચંદારાણા, ધવલભાઇ ખખ્ખર, ડો.જનકભાઇ ઠક્કર, હિરેનભાઇ પારખે દક્ષિણિ, કલ્પેશભાઇ બગડાઇ, શુભમભાઇ રધુરા, અલ્કાબેન પટેલ, શ્રી આદિત્ય ઝાલા, દર્શતિભાઇ જીવરાજની, ભાવેશભાઇ રૂપારેલીયા, જીજ્ઞેશભાઇ ભૂપતાણી, હિતેષભાઇ અનડકટ, નિરવભાઇ રાયચુરા, રવિન્દ્રભાઇ માણેક, મિહિરભાઇ સોલંકી, સોનલબેન સોૈમૈયા, ભારતીબેન જાની, મયુરભાઇ નથવાણી, જયેશભઇ ક્કકડ, કપિલભાઇ ગણાત્રા, ભાવિકભાઇ જોષી, ભાવિકભાઇ એરડા, સહિતના ટીમ મેમ્બર્સ ભારે જહેમત ઉઠાવી રહયા છે.
(11:18 AM IST)










