<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

કોઠારીયામાં બાંધકામ કોન્‍ટ્રાક્‍ટર બાવન વર્ષના સંજયભાઇ બારસીયાનું હૃદય ધબકારા ચુક્‍યું

ઘરે બેઠા બેઠા ઢળી પડયાઃ પરિવારમાં ગમગીનીઃ બીજા બનાવમાં યુપીથી સારવાર માટે કોઠારીયામાં ભત્રીજા પાસે આવેલા યુવાનનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૩૦: હૃદય બેસી જવાથી વધુ એક પરિવારના સદસ્‍યનું મેૃત્‍યુ થયું છે. કોઠારીયાર ગામમાં દિવ્‍યતેજ સ્‍કૂલ પાસે રહેતાં સંજયભાઇ નારણભાઇ બારસીયા (ઉ.વ.૫૨) સાંજે ઘરે હતાં ત્‍યારે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

મૃત્‍યુ પામનાર સંજયભાઇ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે બાંધકામ કોન્‍ટ્રાક્‍ટર હતાં. સગાના કહેવા મુજબ સંજયભાઇ બેઠા હતાં ત્‍યારે હૃદય રોગનો હુમલો આવી જતાં પડી ગયા હતાં. તુરંત હોસ્‍પિટલે ખસેડાયા હતાં ત્‍યારે બીજો હુમલો પણ આવી ગયો હતો.  હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

જ્‍યારે અન્‍ય બનાવમાં મુળ યુપી લાલપુરનો રામદીન પપ્‍પુભાઇ નિશાદ (ઉ.વ.૨૫) નામનો યુવાન રાજકોટ કોઠારીયામાં શીવ હોટેલ નજીક આવેલા કાયઝન ઇન્‍ડસ્‍ટ્રીઝ નામના કારખાનામાં મજૂરી કરતાં અને ત્‍યાં જ રૂમમાં રહેતાં પોતાના ભત્રીજાને ત્‍યાં યુપીથી કિડનીની સારવાર માટે આવ્‍યો હોઇ અહિ સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મૃત્‍યુ થયું હતું. મૃતક યુવાન ડાયાલીસીસ કરાવવા માટે આવ્‍યો હોઇ ભત્રીજાની રૂમે રોકાયો હતો ત્‍યારે તબીયત બગડયા બાદ મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

(4:07 PM IST)