News of Monday, 30th March 2026
વાવડી પ્રેમવતી રેસ્ટોરન્ટ શ્રી સ્વામીનારાયણ મંદીરનો ઇમ્પેકટ પ્લાન નામંજુર
રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા શરત ભંગના પગલા લેવાયા

રાજકોટ, તા., ૩૦: રાજકોટના વાવડીમાં આવેલ પ્રેમવતી રેસ્ટોરન્ટ તથા શ્રી સ્વામીનારાયણ મંદીરનો ઇમ્પેકટ પ્લાન મ્યુનીસીપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા નામંજુર કરાયો છે તેમ રાજકોટના કૃષ્ણદત રાવલ અને સંજય લાખાણીની યાદીમાં જણાવાયું છે.
કલેકટર શ્રીના હુકમ ના.લે.રે.કો. ક૬૭ કેસ નંબર ર૩-ર૪-રપ રાજકોટ તાલુકાના વાવડી ગામના સ.નં. ૩૮/૧ ની જમીન એ ૧૯-ર૧ ગુ.ને જીલ્લા પંચાયત કચેરી રાજકોટ તા. રપ-પ-ર૦૦૪ ના હુકમ ક્રમાંક એનએ લેરોકોક૬પ કેસ નંબર ૧૪૧/૩-૦૪ વશી ર૪૦૧ થી ઉદ્યોગના હેતુ માટે બીન ખેતી ઉપયોગની પરવાનગી આપવામાં આવેલ છે. આ જમીન બાબતે મામલતદાર રાજકોટ તાલુકાના તા. ૮-૧-રપ તથા ૧૩-પ-રપ ના અહેવાલો તથા મદદનીશ કલેકટર રાજકોટ શહેર-ર ના તા.ર૦-પ-રપના અહેવાલ તથા સ્થાનો અપીલ શાખા તા.૪-૬-ર૦રપના મળેલ અહેવાલો મુજબ સવાલવાળી ઉદ્યોગના હેતુ માટે બીન ખેતી થયેલ જમીન પ્લોટ નં. ૧ થી ૧૦ કુલ ૪જમીન ચો.મી ૧૦૦૯૯-૩પ માં પાંચ વર્ષથી પ્રેમવતી રેસ્ટોરન્ટનું બાંધકામ કરેલ હોવાનું તથા મંદીર બગીચો ૪ રૂમ ૧ ઓફિસ તથા સ્વીમીંગ પુલ તરીકે વાણીજય ઉપયોગ ત્યાં હોવાનું જણાવેલ હોય આમ બીનખેતી પરવાનગીના હુકમનો શરતભંગ હોય મામલતદારશ્રી તરફથી રજુ થયેલ શરતભંગ કેસ મુકરર કરવામાં આવેલ.
સવાલવાળા પ્લોટ નં. ૧ થી ૧૦ ની કુલ જમીન એકર ૧૦૦૯૯-૩પ ની મંજુરી વગર વાણિજય હેતુસર ઉપયોગ કરવા અંગે જમીન મહેસુલ નિયમોના નિયમ ૧૦૦ અને ૧૦૧ ની જોગવાઇ મુજબ શરતભંગ દંડની રકમ રૂા. ર,૬ર,૬૦૦ લેન પ્રતિ વર્ષ એન પ વર્ષના શરતભંગના દંડ ની રકમ ૧૩,૧૩૦૦૦ (અંકે રૂપિયા તેર લાખ તેર હજાર પુરા) વસુલ કરવા. આ હુકમ ને કારણે હેતુફેર ની પરવાનગી મળેલ હોવાનું ગણાશે નહીં
સવાલ વાળી જમીનમાં આવેલ બાંધકામ બાબતે સંબંધિત સત્તામંડળની જરૂરી મંજુરી મેળવી લેવાની રહેશે. અન્યથા સરકારશ્રીના મહેસુલ વિભાગના તા. ૭/૪/૧૯૯૧ ના પરિપત્ર નં. બખપ-૧૦૯૦-૧૯૭૬-૩ અનુસાર બોમ્બે પ્રોવિન્સિીયલ કોર્પોરેશન એકટ ની કમલ-ર૬૦ તળે સવાલ વાળી જમીનના આવેલુ બિનઅધિકૃત બાંધકામ અંગેની આગળની કાર્યવાહી ર૬૦ મુજબ સતામંડળ કરી શકશે.ફાઇલ એન.ઓ.સી. મેળવ્યા વગર વાણિજય હેતુનો ઉપયોગ કરવા બાબતે ત્થા નેશનલ હાઇવે માર્જીનમાં થયેલ દબાણ બાબતમાં સંબંધિત કચેરીએ નિયમ અનુસાર કાર્યવાહી કરવાની રહેશે.આ હુકમનો અનુસરીને પ્રેમવતી રેસ્ટોરેન્ટ દ્વારા રૂા. ૧૩,૧૩,૦૦૦ સરકારી તીજોરીમાં જમા કરવામાં આવેલ અને તા. ૧૧/૪/ર૦રપ ના રોજ રાજકોટ મહાનગરપાલિકામાં ઇમ્પેકટ માટે આવેલ અન્ય સાથે જણાવેલ કે ઉપરોકત ક્ષતિઅ પુર્વતા કરી જવા વિનંતી અન્યથા અરજીના મંજુર કરવામાં આવશે.
ઇમ્પેકટ મંજુર અથવા નામંજુર કરવા માટે ૬ મહિનાના નિયમ મુજબ હોય છે પણ રાજકોટ મ્યુનિસીપલ કોરર્પોરેશન દ્વારા ૯ મહિના એટલે કે તા. ૧૮/૩/ર૦૨૬ ના રોજ ઇન્પેકટના મંજુર કરવામાં આવેલ.
તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે કે ટીપી અભિપ્રાય રજુ કરેલ નથી. ફાયર એન.ઓ.સી. રજુ કરેલ નથી ત્યાં NHAI નિયંત્રણ રેખા તથા ઓગેરાનું એન.ઓ.સી. રજુ કરેલ નથી. GOCR ના નિયમો મુજબ સેકસન(૪) અને સેકસન(૬) મુજબના મંજુર કરવામાં આવેલ છે.
રાજકોટ તાલુકાના વાવડી ગામના સર્વે નંબર ૩૮પૈકી ૧ની જમીનમાં પ્લોટ નંબર ૧થી ૧૦ની ૧૦,૦૯૯.૩૫ ચોમી ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી થઇ હોવા છતાં અહીં બોચાસણવાસી અક્ષર પુરસોત્તમ સંસ્થાના પ્રમુખ શાષાી નારાયણસ્વરૂપદાસજી ગુરુ યજ્ઞ પુરુષદાસજી દ્વારા કોઈપણ જાતની બાંધકામ મંજૂરી લીધા વગર હેતુફેર કરાવ્યા વગર પ્રેમવતી રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવ્યું હોય રાજકોટના કળષ્ણદત રાવલ અને સંજય લાખાણી દ્વારા શરતભંગ સબબ પગલાં ભરવા રજુઆત કરતા તાલુકા મામલતદાર રાજકોટ દ્વારા ગત જાન્યુઆરી માસમાં અહેવાલ કરવામાં આવ્યો હતો જેના પગલે આસિસ્ટન્ટ કલેકટર દ્વારા શરતભંગ સબબ કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કરવામાં આવતા જૂન માસમાં જિલ્લા કલેકટર દ્વારા કારણદર્શક નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી.
(3:39 PM IST)










