<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

કાલે ભગવાન મહાવીર જન્‍મકલ્‍યાણકઃ ભવ્‍ય ધર્મયાત્રા

જૈનમ સંકલીત સમસ્‍ત જૈન સમાજ આયોજીત પ્રભુજીના જન્‍મકલ્‍યાણક મહોત્‍સવમાં જૈન સમાજ જોડાશેઃ વિવિધ સ્‍પર્ધા તથા ફલોટસ યોજાશેઃ ધર્મસભા- લકી ડ્રો- ગોૈતમ પ્રસાદ

રાજકોટ તા.૩૦: કાલે જૈનમનાં સંકલન દ્વારા રાજકોટનો સમસ્‍ત જૈન સમાજ ભગવાનશ્રી મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવ દિવસે ઉજવણી કરવા જઈ રહયો છે ત્‍યારે આ ઉજવણીનાં ભાગ રૂપે રાજકોટનાં સ્‍થાનકવાસી, દેરાવાસી, શ્રીમદ્‌ રાજચંદ્ર ટ્રસ્‍ટ તેમજ દિગંબર શ્રીસંઘો તથા જૈન સાથી સંસ્‍થાઓનાં આ ઉજવણીમાં જોડાવવાની છે ત્‍યારે જન્‍મ કલ્‍યાણકનાં દિવસે આયોજીત ધર્મયાત્રામાં આ વખતે ધર્મયાત્રાનાં અધ્‍યક્ષ તરીકે જૈન શ્રેષ્ઠીવર્ય જીતુભાઈ બેનાણી સ્‍થાન શોભાવશે.

વિવિધ પ્રકારનાં સંદેશાઓ પાઠવતા ફલોટસ આ વખતે નિહાળવા મળશે, આ ઉપરાંત ધર્મયાત્રામાં પ્રભુજીનો શુધ્‍ધ ચાંદીનો સ્‍થ, બાઈક સાથે યુવક-યુવતિઓ, કળશધારી બહેનો, સુશોભીત કાર, ધર્મ ધ્‍વજ સાથે વિવિધ શ્રીસંઘનાં હોદેદારો, રાસ મંડળી, બેન્‍ડ સહિતનાં આકર્ષણો જોવા મળશે.

આ સમગ્ર આયોજનમાં જૈનમ પરિવારને વિશેષ અનુમોદના મળી રહી છે જેમાં મુખ્‍યત્‍વે જીતુભાઈ બેનાણી (અમીધારા ડેવલોપર્સ), શ્રી રાજકોટ જૈન તપગચ્‍છ સંધ - દાદા વાડી દેરાસર, એક ગુરુભકત પરિવાર, એક સુશ્રાવક પરિવાર, હિતેશભાઈ દોશી, હરેશભાઈ વોરા, જીતુભાઈ દેસાઈ, હિતેશભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ શેઠ, એચ.જે. ઈન્‍ડસ્‍ટ્રીઝ, પ્રદિપભાઈ વોરા, મધુબેન પ્રમોદભાઈ દેસાઈ, મનસુખલાલ જીવરાજભાઈ શાહ ભાડલાવાળા ટ્રસ્‍ટ વિગેરેનો મુખ્‍ય સહયોગ પ્રાપ્ત થયો છે.

જન્‍મ કલ્‍યાણકનાં દિવસે જૈન સમાજનાં બાળકો, યુવાનો, મહિલાઓ, વડીલો એમ તમામ ઉંમરનાં શ્રાવકોની સાથે અનેક એવા કાર્યક્રમો પણ યોજવામાં આવ્‍યા છે જેમાં જૈનેતરો પણ ભાગ લઈ શકે. ભગવાન મહાવીર સ્‍વામીનાં કલ્‍યાણકની ઉજવણી માત્ર એક દિવસ પુરતી જ સિમીત ન રહેતા ઉત્‍સાહનો માહોલ અને ભકિતમય વાતાવરણ બને તેવા શુભ હેતુથી ઉજવણીની પહેલા પણ અનેકવિધ કાર્યક્રમોની હારમાળ સર્જવામાં આવી છે

જૈન સમાજનાં બાળકોમાં ભગવાન મહાવીરનાં જન્‍મ કલ્‍યાણકને ઉજવવાનો ઉત્‍સાહ અને મહત્‍સવ વધે અને સમાજનાં બાળકો સહીત સમગ્ર સમાજમાં જાગળતિ આવે તેવા હેતુથી સમસ્‍ત જૈન સમાજની જૈન શાળા, પાઠશાળા તથા લુક એન્‍ડ લર્નનાં બાળકો સહીત જૈન સમાજનાં ભુલકાઓ દ્વારા જૈનાનાં તમામ ફીરકાઓની એકતાનાં પ્રતિક સમી બાળકોની પદયાત્રા ગઇકાલે રવિવારનાં રોજ સવારે ૯ કલાકે શ્રી મહાવીર સ્‍વામી ચોક (એસ્‍ટ્રોન ચોક)થી પ્રસ્‍થાન થશે જે ત્‍યાંથી એલ.આઈ.સી. બીલ્‍ડીંગ, મહીલા કોલેજ અન્‍ડર બ્રિજ, કાલાવડ રોડ, ઈન્‍દુબાઈ મહાસતીજી ચોક થઈ શ્રી નાલંદા તીર્થધામ ખાતે પૂર્ણ થશે. સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા ફ્‌લેગ ઓફ કરાવી આ બાળકોની પદયાત્રાનો પ્રારંભ કરાવશે. પદયાત્રાનાં રૂટમાં અનેક જગ્‍યાએ જૈન સમાજનાં અગ્રણીઓ દ્વારા બાળકોનો ઉત્‍સાહ વધારવા માટે ૫ તેમના વધામણાં કરવામાં આવ્‍યા હતા.

રવિવારનાં રોજ શ્રીમદ્‌ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે બપોરે ૪ થી ૭ દરમ્‍યાન જૈન અને જૈનેતરો તમામ માટે એક ઓપન રાજકોટ રંગોળી સ્‍પધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ભગવાન શ્રી મહાવીરનાં જીવન પ્રસંગોને સ્‍પર્ધકો દ્વારા ચિત્ર સ્‍વરૂપે કંડારવામાં આવેલ. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્‍યામાં રજીસ્‍ટ્રેશન થઈ રહ્યા છે, અને અનેક કલાકારો પોતાની કળાને લોકો સમક્ષ પ્રસ્‍તુત કરેલ. આ સ્‍પર્ધામાં વિજેતા થનારને રોકડ પુરસ્‍કાર, સન્‍માન પત્ર આપવામાં આવેલ. વિજેતા સ્‍પર્ધકોને મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણકનાં દિવસે ઈનામોથી નવાજવામાં આવશે.

રવિવારનાં રોજ સાંજે ૫ કલાકે શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે તમામ સમાજનાં બાળકો માટે વિવિધ ઉંમર પ્રમાણેની કેટેગરીમાં ઓપન રાજકોટ ચિત્ર સ્‍પર્ધાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું. ગયા વર્ષે પણ આ સ્‍પર્ધાને ખૂબ બહોળો પ્રતિસાદ મળ્‍યો હતો. બપોરના તડકામાં પણ ખૂબ મોટી સંખ્‍યામાં બાળકો ઉમટી પડયા હતા. આ વખતે રવિવારની રજાનાં દિવસે આ સ્‍પર્ધા યોજાતી હોય ખૂબ જ મોટી સંખ્‍યામાં ભૂલકાઓ ચિત્ર સ્‍પર્ધામાં પોતાના ચિત્ર થકી ભગવાન મહાવીરનાં વિવિધ જીવન પ્રસંગો અને પાત્રોને ચિત્રનાં સ્‍વરૂપમાં કાગળ ઉપર ઉતાર્યા હતા.

ચિત્ર તથા રંગોળી સ્‍પર્ધામાં બનેલી કળતિઓને તમામ લોકો નિહાળી શકે તથા ભગવાનનાં વિવિધ રૂપોનાં દર્શનનો લાભ લઈ શકે તે માટે સ્‍પધર્કો દ્વારા બનાવેલ રંગોળી તથા ચિત્રોને એક પ્રદર્શનીનાં સ્‍વરૂપમાં ગોઠવવામાં આવશે. તા.૨૯, ૩૦ અને ૩૧ એમ ત્રણ દિવસ શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર, આકાશવાણી સામે, રેસકોર્ષ, રાજકોટ ખાતે સવારે ૮ થી રાત્રે ૧૦ આ ચિત્રો અને રંગોળી નિહાળવાનો લાભ તમામ લોકો લઈ શકશે.

સોમવાર રોજ જૈન સમાજનાં બહેનો દ્વારા સમાજમાં ભગવાન મહાવીરનાં જન્‍મ કલ્‍યાણકની ઉજવણી માટે જાગળતી અને ઉત્‍સાહનો સંચાર થાય તે માટે સમાજની બહેનો અને દિકરીઓ દ્વારા સાંજે ૫ કલાકે શ્રી મહાવીર સ્‍વામી ચોક (એસ્‍ટ્રોન ચોક)થી સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવીયા ચોક, ત્રિકોણબાગ થઈ શ્રી દિગંબર જૈન સ્‍વાધ્‍યાય મંદિર-શાષાી મેદાન સુધી એક સ્‍કુટર રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે. પ્રથમવાર થનારા આ આયોજન ને લઈને સમાજનાં બહેનો અને દિકરીઓમાં -ખૂબ ઉત્‍સાહ પ્રર્વતિ રહયો છે.

જયારે તા.૩૧ માર્ચનાં ને મંગળવારનાં રોજ મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણકનાં દિવસે સવારે બાળકોની પ્રિય એવી વેશભુષા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સ્‍પર્ધામાં જૈન સમાજનાં બાળકો ભગવાન મહાવીર તથા તેમના જીવન પ્રસંગ સાથે જોડાયેલા વિવિધ પાત્રો બનીને આ સ્‍પર્ધામાં જોડાશે. રંગબેરંગી વષાો, વિવિધ અષાો-શષાો અને અલગ અલગ વેશભુષામાં બાળકો સમગ્ર વાતાવરણને મહાવીરમય બનાવશે. આ સ્‍પર્ધામાં જોડાયેલા પાત્રોને નિહાળવા એક લ્‍હાવો છે.

વિશેષ આકર્ષણ કહી શકાય વિર પ્રભુનાં પારણાનું આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્‍યું છે, બાળ સ્‍વરૂપે ભગવાન મહાવીર શુધ્‍ધ ચાંદીનાં પારણામાં બિરાજમાન થશે જેને ઝુલાવીને ભગવાન બાળ મહાવીને ઝુલાવવાનો અનેરો લ્‍હાવો લેવા માટેનો અનેરો અવસર છે, ભુપેન્‍દ્ર રોડ ખાતે દર વર્ષે યોજાતા સ્‍થળ એવા ફેડરલ બેંક, રાજશ્રી સિનેમા સામે પ્રભુજીનું પારણું યોજવાનું છે અને જેના દર્શનનો અને પારણું ઝુલાવવાનો લાભ લેવા સમાજનાં તમામ લોકોને અનુરોધ છે.

આગામી તા.૩૧ માર્ચનાં ને મંગળવારનાં રોજ મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણકનાં દિવસે ચૌધરી હાઈસ્‍કુલ સામે આવેલ શ્રી મણીયાર દેરાસર ખાતે પૂ. સાધુ-સાધ્‍વીજી ભગવંતોનાં વિશેષ આશિર્વચન અને જૈન સમાજનાં આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ, સંઘપતીઓની ઉપસ્‍થિતીમાં રાજકોટનો સમગ્ર જૈન સમાજ એકતાને ઉજાગર કરતી મહાભેદની સાથે એક ભવા ધર્મયાત્રાનું સવારે ૮ કલાકે પ્રસ્‍થાન થરો. આ ધર્મયાત્રામાં ભગવાન મહાવીર શુધ્‍ધ ચાંદીનાં રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નિકળશે. જેમના દર્શનનો લાભ સમગ્ર રૂટમાં લાખોની સંખ્‍યામાં ઉપસ્‍થિત પ્રજાજનો લેશે. આ ચાંદીનાં રથને પૂજાની જોડમાં રાજજ આવા ભયંકર તડકામાં ઉઘાડા પગે ચાલીને ભગવાનનાં નંદી બનીને યુવાની સ્‍થને ખેંચશે.

સમગ્ર રૂટમાં ઠેર ઠેર સમાજનાં વિવિધ જ્ઞાતિનાં એટલે કે અઢારેય આલમનાં પ્રતિનીધીઓ ભગવાન મહાવીરનાં અક્ષતથી વધામણાં કરવો પ્રભુજીનાં રથની આગળ લાલ બાંધણીની સાડીની વેશભુષામાં રાજજ કળશધારી બહેનો ભગવાનનાં સામૈયા કરવો. અનેકવિધ સંદેશાઓ અને જીવંત પાત્રો સાથેનાં ઉપદેશ આપતા ફલોટ જેની સંખ્‍યા ૨૪ તીર્થંકરો પ્રમાણે ૨૪ ફલોટ રહેવાની છે તેવા દર્શનિય ફલોટ આ ધર્મયાત્રામાં જોડાશે. ધર્મયાત્રાનાં પ્રારંભે ધર્મધ્‍વજ સાથે યુવાનો અને ત્‍યારબાદ બાઈકમાં સાફામાં સજ્જ યુવાનો આ યાત્રામાં જોડાશે. નવકારનાં નવ પદ ઉપર થી પ્રેરીત નવ સ્‍ટેજ જે સમગ્ર યાત્રાનાં રૂટનાં અલગ અલગ જગ્‍યાએ બનાવવામાં આવેલ છે ત્‍યાં યાત્રા પહોંચે ત્‍યારે બાળકો દ્વારા આ યાત્રાનું અદકેરું સ્‍વાગત કરવામાં આવશે.

આ યાત્રામાં શ્રાવકો દ્વારા ઠેર ઠેર વિવિધ ભકિતનાં સ્‍ટોલનું આયોજન કરવામાં આવ્‍યું છે. સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ ખાતે સાંજ સમાચાર પરિવાર, સરકીટ હાઉસ ગેઈટ ખાતે શ્રી મત્ર રાજચંદ્ર પરિવાર, મોટી ટાંકી ચોક ખાતે નેમીનાથ વિતરાગ યુવક મંડળ, એવરસાઈન હોટલ સામે શ્રી સદર સ્‍થા. જૈન સંઘ, લીમડા ચોક ખાતે પંચનાથ મંદિર ટ્રસ્‍ટ, ત્રિકોણ બાગ ખાતે સુખડીયા કંદોઈ સમાજ, બાપુનાં બાવલા પાસે જેએસજી રાજકોટ એલીટ, શિરોમણી કોમ્‍પલેક્ષ પાસે પ્રશાંતભાઈ તથા ભાવિકભાઈ, રાજેશ્રીસિનેમા પાસે શ્રી સ્‍થાનકવાસી પ્રતિક્રમણ મંડળ, સ્‍વામી નારાયણ મંદિર સામે શ્રી માણીભદ્ર વિર આસ્‍થા મંડળ વિગેરે દ્વારા સરબત જીરા સોડા, શેરડીનાં રસ જેવી ભકિતનો આયોજન કરવામાં આવ્‍યું છે.

ધર્મયાત્રા પૂર્ણ થયે વિરાણી પૌષધશાળા જૈન મોટા સંઘ ખાતે ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે આ ધર્મસભામાં અનેકવિધ સાધુ-સાધ્‍વીજી ભગવંતો ઉપસ્‍થિત જૈન સમાજને આશિર્વચન પાઠવશે. તથા ભગવાન મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક નિમિતે પ્રેરીત સંબોધન પાઠવશે. આ તકે જૈન સમાજનાં આગેવાનો દ્વારા પણ પ્રસંગોચિત ઉદ્વોધન કરવામાં આવશે. આ ધર્મસભામાં ચિત્ર સ્‍પર્ધા, રંગોળી સ્‍પર્ધા, વેશભુપા સ્‍પર્ધા, ફ્‌લોટ સુશોભન સ્‍પર્ધાનાં વિજેતાના નામ જાહેર કરી તેમને ઈનામોથી પ્રોત્‍સાહીત કરવામાં આવશે. આ ઉપરાંત લક્કી ડ્રો ભાગ્‍યશાળી વિજેતાઓને પણ પ્રભાવના કરવામાં આવશે. ધર્મસભા પૂર્ણ થયે શ્રી સરદારનગર યુવક મંડળનાં યુવાનો સુંદર વ્‍યવસ્‍થા થકી દરેકને પ્રભાવનાનો લાભઆપશે.

ગત વર્ષની માફક આ વર્ષે આખો સમાજ ધર્મસભા બાદ જયણા વિધી પૂર્વક બનાવેલ ગૌતમ પ્રસાદનો લ્‍હાવો લેશે. આ ગૌતમ પ્રસાદમાં દાતા તરીકે રૂષભભાઈ ચંદ્રકાંતભાઈ શેઠ, માતુશ્રી કાંતાબેન રમણીકલાલ દેસાઈ, માતુશ્રી ચંદ્રાબેન નટવરલાલ શાહ, માતુશ્રી તારામતીબેન ઈશ્વરભાઈ દોશી, માતુશ્રી લીલમબેન નગીનદાસ ગોડા, માતુશ્રી રસિલાબેન ચિમનલાલ માટલીયા, માતુશ્રી ગુલાબબેન અનિલભાઈ મહેતા તથા શ્રીમતિ વિભાબેન હિતેશભાઈ મહેતા, માતુશ્રી ચંપાબેન દલીચંદભાઈ શેઠ, માતુશ્રી હિરાલક્ષ્મીબેન જે. કોઠારી, માતુશ્રી વસંત પ્રભાબેન હસમુખભાઈ વસા, માતુશ્રી સગુણાબેન દિલીપભાઈ ઉદાણી, શ્રીમતિ સુધાબેન જયેશભાઈ શાહ, માતુશ્રી અનસુયાબેન નટવરલાલ શેઠ, માતુશ્રી લીલાવંતીબેન વસંતરાય શાહ, માતુશ્રી ભાવનાબેન નવિનચંદ્ર અજમેરા, માતુશ્રી દમયંતિબેન ભોગીલાલ દોશી, માતુશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ, માતુશ્રી મધુબેન જીતેન્‍દ્રભાઈ દોશી, શ્રીમતિ જ્‍યોતિબેન પ્રદીપભાઈ શાહ, માતુશ્રી દક્ષાબેન ભોગીલાલ બખાઈ, સ્‍વ.નવિનચંદ્ર લીલાધર મહેતા, શ્રીમતી મીનાબેન પ્રવિણભાઈ કોઠારી, ભાવનાબેન હસમુખભાઈ શાહ, સાધનાબેન જીતેન્‍દ્રભાઈ મારવાડી તથા સંઘવી શકુંતલાબેન મોહનલાલજી ખીવસરા, દોશી ઈલેક્‍ટ્રીક ડેકોરેશન, માતુશ્રી કલાવંતીબેન ભુપતલાલ માઉં, ખારા પરિવાર, માતુશ્રી ઈન્‍દીરાબેન અનંતરાય કામદાર, ઈન્‍દુભાઈ ભીમજીભાઈ બદાણી, માતુશ્રી શારદાબેન રતિલાલ દોશી, દિપકભાઈ મહેતા - રીકોન કવાર્ટઝ વિગેરેએ લાભ લીધેલ છે.

 ધર્મ યાત્રાનો રૂટ

મણીઆર દેરાસર-ચૌધરી હાઇસ્‍કુલ, મણીયાર દેરાસરજીથી પ્રારંભ, સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ, શ્રીમદ્‌ રાજચંદ્ર મંદિર, ફુલછાબ ચોક, અકિલા પ્રેસ, મોટી ટાંકી ચોક, લિમડા ચોક, દિગંબર મંદિર, ત્રિકોણ બાગ, બાપુનાં બાવલા, ભુપેન્‍દ્ર રોડ, મુળવંતભાઈ દોમડીયા ચોક, ડુંગરસિંહજી મ.સા. ચોક, શ્રી વિરાણી પૌષધશાળા ખાતે સમાપન થશે.

(3:52 PM IST)