<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

રાજકોટના યશસ્‍વી જિલ્લા કલેકટર ઓમપ્રકાશ પર જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષા

રાજકોટઃ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશનો જન્‍મ તા. ૧ એપ્રિલ ૧૯૮પ ના દિવસે થયેલ આજે ૪ર માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્‍થાનના વતની અને ર૦૧૬ ના બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

શ્રી ઓમ પ્રકાશ ભૂતકાળમાં રાજકોટ ગ્રામ્‍યમાં મદદનિશ, કલેકટર, અમદાવાદમાં ડે. મ્‍યુ. કમિશનર, મહેસાણામાં જિલ્લા વિકાસ અધિકારી, જુનાગઢમાં મ્‍યુ. કમિશનર વગેરે સ્‍થાનો પર યશસ્‍વી કામગીરી કરી રહયા છે. રાજકોટમાં તેમના કાર્યકાળમાં ઐતિહાસિક કાર્યો થઇ રહયા છે. હાલ જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે પણ કાર્યરત છે.

ફોન નં. ૦૨૮૧૨૪૭૩૯૦૦,  મો. ૯૯૭૮૪ ૦૬૨૨૦ રાજકોટ

 

(11:27 AM IST)