<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

પૂ.જીજ્ઞેશદાદાની દિવ્યવાણીથી ભાવિકો અભિભુત

ગામેગામથી લોકો પવિત્ર ભાગવત કથાનો લાભ લેવા રેસકોર્ષ આવી રહયા છે : રાધે રાધે અને તથાસ્‍તુ પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત મોક્ષગાથા- જ્ઞાનયજ્ઞમાં ભાવિકો આધ્‍યાત્‍મિકતાના વરસાદમાં ભીંજાયાઃ ગોવર્ધન મહોત્‍સવની ભાવભેર ઉજવણીઃ રાજકોટ ક્રાઇમ બ્રાન્‍ચના ડીસીપી શ્રી જગદીશ બાંગરવા, જાણીતા પત્રકાર જગદીશભાઇ મહેતા, પૂર્વ મેયર પ્રદિપભાઇ ડવ, અશોકભાઇ (રાધિકા જવેલર્સ), મહિલા હાસ્‍ય કલાકાર ડો.અવનીબેન વ્‍યાસ, આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો.પુરૂષોતમભાઇ પીપરીયા, રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, લોહાણા મહાજન કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, ઇન્‍ડિયન મેડીકલ એસો. રાજકોટના હોદેદારો ડો.તેજસભાઇ કરમટા, ડો.બીરજુભાઇ મોરી, ડો.મયંકભાઇ ઠક્કર, ડો.ભરતભાઇ કાકડીયા, ડો.દીપેશભાઇ ભલાણી, ડો. અમીતાબેન ભલાણી, ડો.અતુલભાઇ પંડયા, ડો.દર્શનાબેન પંડયા, ડો.પારસભાઇ શાહ, ડો.ચેતનભાઇ લાલસેતા, ડો.મિલીબેન લાલસેતા, ડો.યજ્ઞેશભાઇ પોપટ, ડો.સ્‍વાતીબેન પોપટ, શ્રીમતિ કૃપાલીબેન ઠક્કર અને ડો.પીયુષભાઇ ઉનડકટ, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્‍ખર, સુધીરભાઇ દુબલ, ડમ્‍સ પેન્‍સિલ મુંબઇ પરિવાર સહિતના મહાનુભાવોએ પવિત્ર કથાનું રસપાન કરી પુણ્‍યનું ભાથુ બાંધ્‍યુઃ ર એપ્રિલ સુધી કથાસ્‍થળે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું પણ સેવાકીય આયોજનઃ દરરોજ સાંજે ૬:૩૦ થી ૮ વાગ્‍યા સુધી વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમોની વણઝારઃ શહેરના મુખ્‍ય વિસ્‍તારોમાંથી ભાવિકોને આવવા-જવા માટે વિનામુલ્‍યે બસ સેવા ઉપલબ્‍ધઃ રાધે રાધે અને તથાસ્‍તુ પરિવાર તથા સમગ્ર ટીમ દ્વારા માઇક્રો મેનેજમેન્‍ટ

 સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે અને તથાસ્‍તુ વિદ્યાપીઠના લાભાર્થે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે સુપ્રસિધ્‍ધ ભાગવતાચાર્ય પૂ.જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને ચાલતી પવિત્ર ભાગવતકથામાં ગઇકાલે ગોવર્ધન મહોત્‍સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્‍ચના ડીસીપી શ્રી જગદીશ બાંગરવા, જાણીતા પત્રકાર જગદીશભાઇ મહેતા, આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો.પુરૂષોતમભાઇ પીપરીયા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્‍ખર, ઇન્‍ડિયન મેડીકલ એસો. (આઇએમએ) રાજકોટના હોદેદારો ડો.તેજસભાઇ કરમટા, ડો.બીરજુભાઇ મોરી, ડો.મયંકભાઇ ઠક્કર, શ્રીમતિ કૃપાલીબેન ઠક્કર, ડો.ભરતભાઇ કાકડીયા, ડો.દીપેશભાઇ ભલાણી, ડો.અમીતાબેન ભલાણી, ડો.અતુલભાઇ પંડયા, ડો.દર્શનાબેન પંડયા, ડો.પારસભાઇ શાહ, ડો.ચેતનભાઇ લાલસેતા, ડો.મિલીબેન લાલસેતા, ડો.યજ્ઞેશભાઇ પોપટ, ડો.સ્‍વાતીબેન પોપટ, ડો.પીયુષભાઇ ઉનડકટ, ડમ્‍સ પેન્‍સિલ મુંબઇ પરિવાર સહિતના મહાનુભાવોએ પવિત્ર કથાનું રસપાન કરી પુણ્‍યનું ભાથુ બાંધ્‍યુ હતુ જે દ્રશ્‍યમાન થાય છે. 

રાજકોટ, તા.૧: સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે અને તથાસ્‍તુ વિદ્યાપીઠના લાભાર્થે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે આતંરાષ્‍ટ્રીય  ખ્‍યાતિ પ્રાપ્‍ત ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદા રાધે રાધેના વ્‍યાસાસને તા. ૨ એપ્રિલ ૨૦૨૬ ગુરૂવાર સુધી શ્રીમદ્‌ ભાગવત મોક્ષગાથા-જ્ઞાનયજ્ઞનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. પવિત્ર ભાગવત કથામાં પૂ. જીજ્ઞેશદાદાની દિવ્‍યવાણી થકી હજ્‍જારો ભાવિકો અભિભૂતખ થઇ રહયા છે. ગામેગામથી લોકો રાત્રે ૮ થી ૧૧ વાગ્‍યા કથા સમય દરમ્‍યાન પવિત્ર કથાનું રસપાન કરવા રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ઉમટી પડયા છે. ગઇકાલે ગોવર્ધન મહોત્‍સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્‍સાહભેર ભાવિકો જોડાયા હતા. પવિત્ર ભાગવત સપ્‍તાહ દરમ્‍યાન રીતસર આધ્‍યાત્‍મિકતાનો વરસાદ વરસી રહયો હોય તેવો અનુભવ ભાવિકોને થઇ રહયો છે. સર્વત્ર રાધે રાધેનો નાદ ગુંજી રહયો છે.

ગઇકાલે પવિત્ર ભાગવતકથાનું રસપાન કરવા માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્‍ચના ડીસીપી શ્રી જગદીશ બાંગરવા, જાણીતા પત્રકાર શ્રી જગદીશભાઇ મહેતા, રાજકોટના પૂર્વ મેયર શ્રી પ્રદિપભાઇ ડવ, રાધિકા જવેલર્સ ના શ્રી અશોકભાઇ, ગુજરાતના પ્રથમ મહિલા હાસ્‍ય કલાકાર ડો. અવનીબેન વ્‍યાસ, આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇપીપરીયા, રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, લોહાણા મહાજન કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ઇન્‍ડિયન મેડીકલ એસોસીએશન (આઇએમએ) રાજકોટના હોદેદારો ડો. તેજસભાઇ કરમટા, ડો. બીરજુભાઇ મોરી, ડો. મયંકભાઇ ઠક્કર, ડો. ભરતભાઇ કાકડીયા, ડો. દીપેશભાઇ ભલાણી, ડો. અમીતાબેન ભલાણી, ડો. અતુલભાઇ પંડયા, ડો. દર્શનાબેન પંડયા, ડો. પારસભાઇ શાહ, ડો. ચેતનભાઇ લાલસેતા, ડો. મિલીબેન લાલસેતા, ડો. યજ્ઞેશભાઇ પોપટ, ડો. સ્‍વાતીબેન પોપટ, શ્રીમતિ કસપાલીબેન ઠક્કર અને ડો. પીયુષભાઇ અનડકટ, મનિષભાઇ માદેકા, છબીલભાઇ પોબારૂ, હિરેનભાઇ ખખ્‍ખર, સુધીરભાઇ દુબલ, ડમ્‍સ પેન્‍સિલ, મુંબઇ પરિવાર સહિતના મહાનુભાવો હાજર રહયા હતા.  અને પૂણ્‍યનું ભાથુ બાંધ્‍યું હતું.

રાધે રાધે પરિવારના શ્રી નિલેશભાઇ ચંદારાણાના નેતૃત્‍વ હેઠળ સમગ્ર કથા દરમ્‍યાન તા.૨ એપ્રિલ સુધી સાંજે ૭ વાગ્‍યાથી  કથાસ્‍થળ રેસકોર્ષ ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું સેવાકીય કાર્ય પણ થઇ રહયું છે. વધુમાં વધુ ભાવિકો બ્‍લડ ડોનેટ કરી સેવાકીય કાર્યમાં સહયોગ આપે તેવી જાહેર અપીલ પણ કરવામાં આવી છે. સમગ્ર ટીમ દ્વારા માઇક્રો મેનેજમેન્‍ટ થઇ રહયું છે.

કથા દરમ્‍યાન તા. ર એપ્રિલ, ર૦ર૬ ગુરૂવાર સુધી રોજ રાત્રે ૮ થી ૧૧ વાગ્‍યા દરમ્‍યાન રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે ભાવિકોનો ભારે ધસારો રહેશે. દરરોજ સાંજે ૬.૩૦ વાગ્‍યાથી ૮ વાગ્‍યા સુધી સુપ્રસિધ્‍ધ કલાકારો - વકતાઓના સંગાથે વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો (શ્રીનાથજી કીર્તન, હાસ્‍યરસ, મોટીવેશનલ સ્‍પીચ, શ્રી રામધૂન, સત્‍સંગ સંધ્‍યા, લોક સંગીત)ની પણ વણઝાર રાખવામાં આવી છે.

રાજકોટના વિવિધ મુખ્‍ય વિસ્‍તારોમાંથી ભાવિકો કથા સ્‍થળ રેસકોર્ષ સુધી પહોંચી શકે તે માટે દરરોજ સાંજે સાત વાગ્‍યે ગંગોત્રી ઇન્‍ટરનેશલ સ્‍કુલ તરફથી વિનામૂલ્‍યે બસ સેવા પૂરી પાડવામાં આવશે. વિવિધ વિસ્‍તારો જોઇએ તો સ્‍પીડવેલ ચોક, સ્‍વામીનારાયણ ચોક, ડી-માર્ટ કુવાડવા રોડ, ભકિતનગર સર્કલ, આકાશવાણી ચોક, મવડી ચોકડી, જલીયાણ ચોક, રેલનગર ખાતેથી રોજ સાંજે સાત વાગ્‍યે ગંગોત્રી ઇન્‍ટરનેશનલ સ્‍કૂલની બસ કથા સ્‍થળ રેસકોર્ષ જવા માટે વિનામૂલ્‍યે મળશે. તેવું યાદીમાં જણાવાયું છે.

પવિત્ર ભાગવત કથાના ભવ્‍ય દિવ્‍ય-અલૌકીક આયોજનને સફળ બનાવવા મુખ્‍ય મનોરથીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્‍ખર અને સુધીરભાઇ દુબલ સહિત ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, એભલભાઇ જલુ, સંદિપભાઇ છોટાળા, અવધેશભાઇ કાનગડ,  વિવેકભાઇ કાનગડ, મેહુલકુમાર પરડવા, ભોવાનભાઇ રંગાણી, હરીશકુમાર પાંડે, હરીશભાઇ લાખાણી, મુકેશભાઇ પાબારી, ઘુષાભાઇ ધ્રાંગા, નિપુણભાઇ દોશી, ડો. નિશાંતભાઇ ચોટાઇ, શ્રીમતિ રીટાબેન કોટક, ધવલભાઇ કારીયા, ભાર્ગવભાઇ ઠાકર, નિલેશભાઇ ચંદારાણા, ધવલભાઇ ખખ્‍ખર, ડો. જનકભાઇ ઠક્કર, હિતેનભાઇ પારેખ દક્ષિણી, કલ્‍પેશભાઇ બગડાઇ, શુભમભાઇ રઘુરા, અલ્‍કાબેન પટેલ, શ્રી આદિત્‍ય ઝાલા, દર્શીતભાઇ જીવરાજાની, ભાવેશભાઇ રૂપારેલીયા, જીજ્ઞેશભાઇ ભૂપતાણી, હિતેષભાઇ અનડકટ, નિરવભાઇ રાયચુરા, રવિન્‍દ્રભાઇ માણેક, મિહિરભાઇ સોલંકી, સોનલબેન સોમૈયા, ભારતીબેન જાની, મયુરભાઇ નથવાણી, જયેશભાઇ કકકડ, કપિલભાઇ ગણાત્રા, ભાવિકભાઇ જોષી, ભાવિકભાઇ એરડા, સહિતના ટીમ મેમ્‍બર્સ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

(2:28 PM IST)