<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

સિવિલ હોસ્‍પિટલના લાભાર્થે કાલે બાલાજી મંદિરના પટાંગણમાં રક્‍તદાન કેમ્‍પ

દરેક રક્‍તદાતાઓને પ્રસાદીરૂપે ટ્રાવેલીંગ બેગ અપાશે

રાજકોટઃ શ્રી ગજાનનધામ ગણેશ મહોત્‍સવ સમિતિ દ્વારા આવતીકાલે તા.૨ના ગુરુવારે શ્રી હનુમાનજી જન્‍મોત્‍સવ હોઈ તેના ભાગ રૂપે એક મહા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરેલું છે. જેમાં દરેક રક્‍તદાતાને એક આકર્ષક ટ્રાવેલિંગ બેગ ભેટ રૂપે આપવામાં આવશે. સિવિલ હોસ્‍પિટલના ગરીબ દર્દી અને થેલેસેમિયા પીડિત બાળકો તેમજ જરૂરિયાત મંદ લોકો માટે આયોજીત આ રક્‍તદાન કેમ્‍પમાં વધુ ને વધુ લોકોને રક્‍તદાન કરવા અનુરોધ કરાયો છે. સ્‍થળઃ શ્રી બાલાજી મંદિર, ગ્રાઉન્‍ડ કરણસિંહજી હાઈસ્‍કૂલ, ભુપેન્‍દ્રરોડ રાજકોટ.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શ્રી ગજાનન ધામ પરિવાર દ્વારા જહેમત ઉઠાવી રહ્યું છે.

(2:29 PM IST)