<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

પરસાણાનગર સ્‍થિત શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિરે કાલે ‘દાદા'નો જન્‍મોત્‍સવ

પ્રબિસી નગર કીજે સબ બાજા, હૃદય રાખી કૌશલપુર રાજા : શ્રી રામ જય રામ જય જય રામ...ની ૧૨ કલાક અખંડ ધુન, બટુક ભોજન, દાદાને રજવાડી શણગાર સાથે નૃત્‍ય આરતી દર્શન, બટુકભોજન સહિતના કાર્યક્રમોનું આયોજન

રાજકોટઃ ૨ એપ્રિલ, ચૈત્ર સુદ પૂનમના પાવન અવસરે હનુમાનજી મહારાજનો જન્‍મોત્‍સવ સમગ્ર શહેરમાં ભક્‍તિભાવ સાથે ઉજવવામાં આવશે. આ અવસરે પરસાણાનગર મેઈન રોડ સ્‍થિત ‘શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર' અને ‘શ્રી સુંદરકાંડ ભવન' ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

મંદિરના ટ્રસ્‍ટીઓ અને આયોજકો દ્વારા જણાવ્‍યા અનુસાર, કાલે સવારે પૂજનવિધિ બાદ ‘શ્રી રામ જયરામ જય જય રામ'ની અખંડ ધૂનનો પ્રારંભ સવારે ૯ વાગ્‍યાથી થશે. જે રાત્રિના ૯ વાગ્‍યા સુધી (કુલ ૧૨ કલાક) સતત ચાલુ રહેશે. આ ધૂનનો લાભ લેવા ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. જન્‍મોત્‍સવના ભાગરૂપે બપોરે ૧૨:૦૦ વાગ્‍યે નાના બાળકો માટે ‘બટુક ભોજન' રાખેલ છે.

આ વિશેષ પ્રસંગે ૧૦ વર્ષથી નીચેના બાળકોને ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્‍યા છે. સાથે જ, બપોરે ૧૨ કલાકે રજવાડી શણગાર સાથે વધાઈ અને આરતીના દર્શનનો લ્‍હાવો ભક્‍તો લઈ શકશે. દિવસભરની ઉજવણીના અંતે, સાંજે ૭ વાગ્‍યે ‘શ્રી દાદા'ના શણગાર અને નૃત્‍ય આરતીના દર્શનનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ભક્‍તોને આ દિવ્‍ય મહોત્‍સવમાં ધર્મલાભ લેવા માટે શ્રી દિલીપ હનુશંકર ત્રિવેદી (કોઠારીશ્રી) (મો.૯૭૧૪૭ ૦૧૦૦૯) અને મનિષ ત્રિવેદી (મો.૯૪૨૯૮ ૧૫૦૪૯), રુદ્રેશ ત્રિવેદી (વ્‍યવસ્‍થાપક) દ્વારા ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

(2:30 PM IST)