<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ભારત વિકાસ પરિષદ સૌરાષ્‍ટ્ર પ્રાંત અધ્‍યક્ષ તરીકે પ્રફુલભાઇ ગોસ્‍વામીની વરણી : શાખા મુલ્‍યાંકન શરૂ

રાજકોટ તા. ૧ : ભારત વિકાસ પરિષદ સૌરાષ્‍ટ્ર પ્રાંતના નવા પદાધિકારીઓની નિયુક્‍તિની જાહેરાત કેન્‍દ્રીય સ્‍તરેથી કરવામાં આવ્‍યા બાદ રાજકોટ સંગઠનના અનુભવી કાર્યકરોને પણ જવાબદારી સોંપવામાં આવી છે. આજે ૧ એપ્રિલથી ૧૦ એપ્રિલ સુધી આ નવા પદાધિકારીઓ સૌરાષ્‍ટ્ર પ્રાંતની ૨૦ શાખાઓનો પ્રવાસ કરી કામગીરીનું મુલ્‍યાંકન કરશે.

રાજકોટ મુકાયે સંગઠનમાં જુદા જુદા મુખ્‍ય હોદા ઉપર અનુભવી કાર્યકર્તાઓને જવામરાણી સૌપવામાં આવી જેમાં પ્રાંત અધ્‍યક્ષ તરીકે ફુલગિરી ગૌસ્‍વામી (રાજકોટ), પ્રાંત સચિવ તરીકે હરિભાઈ પરમાર (જેતપુર) અને ટ્રેઝરર તરીકે જેઠસુરભાઈ ગુજરીયાને જવાબદારી સોપવામાં આવી છે.

હોદેદારોની શપથ વિધિ ભારત વિકાસ પરિષદના રીજીયોનલ સેક્રેટરી વિનોદભાઈ લાઠીયાએ કરાવી હતી. આ વાર્ષિક સાભારણ રાભામાં સૌરાષ્‍ટ્ર પ્રાંતની ૧૯ શાખાઓમાંથી કુલ ૧૩૦ પદાધિંકારીઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથી મહેશભાઈ જીવાણી (પ્રાંત પ્રચારક  રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ)ની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. સાથે સાથે વિનોદાભાઈ લાઠીયા (પヘમિ ક્ષેત્રીય મહાસચિવ ગુજરાત, મહારાષ્‍ટ્ર ગોવા), પ્રફુલભાઈ ગોસ્‍વામી (પヘમિ ક્ષેત્રિય સંગઠન સચિવ ગુજરાત, મહારાષ્‍ટ્ર, ગોવા) સાથે નરેન્‍દ્રભાઇ ભાડલિયા (રીજીયોનલ ગતિવિધિ કન્‍વીનર સંસ્‍કાર) ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રીમતી નમ્રતાબેન ગોસ્‍વામી (મહિલા સહભાગીતા-આનંદનગર શાખા) દ્વારા વંદે માતરમ ગીત પ્રસ્‍તુત કરવામાં આવ્‍યુ હતું.

સૌરાષ્‍ટ્ર પ્રાંત સંજયભાઈ કોટક દ્વારા સ્‍વાગત ઉદબોધન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ સૌરાષ્‍ટ્ર પ્રાંત મહામંત્રી દિવ્‍યેશભાઈ સતાસિયા દ્વારા ગત વર્ષ ના રીજીયન અભ્‍યાસ વર્ગ (પાલનપુર) કાર્યકતો સંમેલન (સુરત), રાષ્‍ટ્રીય પરિષદ બેઠક (નાગપુર)ના અહેવાલી હજુ કર્યા હતા. ત્‍યારબાદ સૌરાષ્‍ટ્ર પ્રાંત કોષાધ્‍યક્ષ ડો. જયેશભાઈ પનારાએ ગત વર્ષ દરમિયાન શીશર પ્રાંત દ્વારા થયેલા કાર્યક્રમોના અહેવાલ રજુ કર્યા હતા. સૌરાષ્‍ટ્ર પ્રાંતના સંગઠન સચિવ કરસનભાઈ મેતાએ દરેક શાખામાં સદસ્‍યોની સંખ્‍યાના આંકડાઓ રજૂ કર્યા હતા.

ત્‍યારબાદ સૌરાષ્‍ટ્ર પ્રાંતના પાંચેય ગતિવિધિ કન્‍વીનરો ક્રમશઃ ્રસંસ્‍કાર કન્‍વીનર ધર્મેન્‍દ્રભાઇ રાવલ, સેવા કન્‍વીનર ઘનશ્‍યામભાઈ દેથરીયા, સંપર્ક કન્‍વીનર હરિભાઈ પરમાર, પર્યાવરણ કન્‍વીનર ડો. સ્‍નેહલભાઈ તન્ના, પર્યાવરણ કન્‍વીનર મહિલા બાળવિકાસ મહિલા સહભાગીતા શ્રીમતી ડોલીબેન લાઠીયાએ ગત વર્ષમાં પ્રાંતની દરેક શાખાઓમાં થતા કાર્યક્રમોના અહેવાલો રજૂ કર્યા હતા.

યુવા પ્રવળત્તિ સંયોજક ચિરાગબાઈ ગોસ્‍વામીએ પ્રાંત દ્વારા થતી ક્રિકેટ ટુર્નામેન્‍ટની માહિતી આપી હતી. ત્‍યારબાદ પヘમિ ક્ષેત્રના મહાસચિવ વિનોદભાઈ લાઠીયા દ્વારા કેન્‍દ્ર દ્વારા નિયુક્‍ત થયેલ હોદેદારોની જાહેરાત કરી શપથ વિધિ કરાવેલ હતી. જેમાં પ્રફુલભાઈ ગોસ્‍વામી (પ્રાંત અધ્‍યક્ષ),  ઘનશ્‍યામભાઈ દેથરીયા (પ્રાંત ઉપાધ્‍યક્ષ) કરસનભાઈ મેતા (પ્રાંત ઉપાધ્‍યક્ષ), હરિભાઈ પરમાર (માત મહામંત્રી) જેઠસુરભાઈ ગુજરીયા (પ્રાંત કોષાધ્‍યક્ષ), ચંદુભાઈ ચોવટીયા (પ્રાંત સંગઠન સચિવ), સંજયભાઈ કોટક (પ્રાંત સંયોજક), વિનુભાઈ વઘાસિયા (કન્‍વીનર સંપર્ક), દિવ્‍યેશભાઈ સતાસિયા (કન્‍વીનર-સેવા) અશોકભાઈ દવે (કન્‍વીનર સંસ્‍કાર), જયદીપભાઈ સોની (કન્‍વીનર પર્યાવરણ)ની શપથવિધિ થયેલ.

પ્રાત સંગઠન સચિવશ્રી ચંદુભાઈ પોપટિયા દ્વારા હોદેદારોની જાહેરાત કરવામાં આવી. જેમાં ઇલાબહેન સતાસિયા (પ્રાંત કન્‍વીનર-મહિલા સહભાગીતા), ભરતભાઈ વૈષ્‍ણવ, ભરતભાઈ લીંબાસીયા, સંદીપભાઈ ભટ્ટ (કો સેક્રેટરી), ચેતનભાઈ ભિંડોરા (કો-ટ્રેઝરર), ડોલીબન લાઠીયા, કિતીબેન કકકડ, દીપાબેન ભટ્ટ (મહિલા સહભાગીતા), જયંતભાઈ દુધાત્રા, વિશાલભાઈ બરાસરા, રમેશભાઈ લાઠીયા, (સંયોજક એનજીએસસી), કમલભાઈ મજેઠીયા, કિરીટભાઈ મૈયડ (સયોજક બીકેજે), કિશનચંદ હરીયાણી, ડાયાભાઈ સોનાગ્રા, સંજયભાઈ બાલધા, (સયોજક જીવીસીએ), બકુલભાઈ દુધાત્રાા, જીતેશગીરી ગોસ્‍વામી, તુલસીભાઈ સાકરીયા (સયોજક અભ્‍યાસ વર્ગ), ચિરાગભાઈ ગોસ્‍વામી, નિશાંતભાઈ પુરોહિત (સંયોજક - જુથ એક્‍ટિવિટી ), જીતેન્‍દ્ર ધોળકિયા, શૈલેષભાઈ ખામભડા (સંયોજક - પ્રચાર પ્રસાર), રમેશભાઈ દત્તા (રાજકોટ મહાનગર સંયોજક), દીપકભાઈ ટીલાવત (જિલ્લા સંયોજક ગીર સોમનાથ), મણીલાલ પી. પટેલ (જિલ્લા સંયોજક સુરેન્‍દ્રનગર), ડો. જયેશ પનારા (જિલ્લા સંયોજક મોરબી), કિશોરભાઈ વાઢેર ( જિલ્લા સંયોજક જુનાગઢ), શ્રીમતી ઇલાબેન સતાસિયા, શ્રીમતી ડોલીબહેન લાઠીયા, શ્રીમતી કીર્તિબેન કક્કડની (પ્રાંત મહિલા સહભાગીતા) તરીકે ઘોસણા કરવામાં આવી હતી. જેની સપથવિધિ કાર્યશાળામા થશે.

આ સૌરાષ્‍ટ્ર પ્રાંત વાર્ષિક સાધારણ સભાના આયોજન સ્‍થળે મંચ વ્‍યવસ્‍થા, બેઠક વ્‍યવસ્‍થા તથા ભોજન વ્‍યવસ્‍થા માટે આનંદ નગર શાખાના  કરશનભાઈ મેતા, જેઠસુરભાઈ ગુજરીયા, રમેશભાઈ દત્તા, પ્રવીણપરી તથા કારોબારી સભ્‍યોએ જહેમત ઉઠાવી હતી. રજીસ્‍ટ્રેશન વ્‍યવસ્‍થા, રામકળષ્‍ણનગર શાખાના પદાધિકારીઓએ સંભાળેલ. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન વ્‍યવસ્‍થા રાખવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાત મહાસચિવ દિવ્‍યેશભાઈ સતાસિયાએ કર્યુ હતુ.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વિનોદભાઇ લાઠીયા, પ્રફુલભાઇ ગોસ્‍વામી, રમેશભાઇ દત્તા, જેઠસુરભાઇ ગુજરીયા, નરેન્‍દ્રભાઇ ભાડલીયા, જયંતભાઇ દુધાત્રા, તુલસીભાઇ સાકરીયા, શૈલેષભાઇ ખાંભરા, કરશનભાઇ મેતા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:32 PM IST)