<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો પસંદ કરવા માટે બે દિ' સેન્‍સ પ્રક્રિયા

નિરીક્ષક તરીકે પ્રવીણ માળી, રાકેશ શાહ, અતુલ પટેલ, કૌશલ દવે વગેરે

રાજકોટ, તા., ૧ : જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારો પસંદ કરવા માટે નિરીક્ષકોની બે ટીમ નિયુકત કરવામાં આવી છે. એક ટીમ ગોંડલ-જેતપુર તરફના પાંચ તાલુકાઓની પંચાયતો અને ગોંડલ સુધરાઇ માટે આજે બપોરે પછી ગોંડલમાં સેન્‍સ લેશે. બીજી ટીમ બાકીના ૬ તાલુકાઓ માટે તા. ર અને ૩ ના રોજ રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સેન્‍સ લેશે.

કાલે ગુરૂવારે સવારે જેતપુર ઉપલેટા, બપોર પછી ધોરાજી અને કંડોરાણા માટે ગોંડલમાં સેન્‍સ લેવાશે. તે જ સમયે રાજકોટમાં કોટડાસાંગાણી વીંછીયા અને જસદણ માટે દાવેદારોને સાંભળવવામાં આવશે. તા. ૩ શુક્રવારે સવારે લોધિકા, બપોરે પડધરી અને બપોર પછી રાજકોટ તાલુકાની સેન્‍સ જિલ્લા કાર્યાલયમાં લેવામાં આવશે.

ગોંડલ પંથકની સેન્‍સ લેનાર ટીમમાં અમદાવાદના પુર્વ ધારાસભ્‍ય શ્રી રાકેશ શાહ, પુર્વ પ્રદેશ ઉપાધ્‍યક્ષ કૌશલ્‍યાકુંવરબા પરમાર અને યુવા ભાજપના પુર્વ પ્રદેશ મહામંત્રી કૌશલ દવેનો સમાવેશ થાય છે. રાજકોટ સહિતના ૬ તાલુકાઓની બીજી ટીમમાં નિરીક્ષક તરીકે રાજય કક્ષાના વન પર્યાવરણ મંત્રીશ્રી પ્રવીણ માળી, ગાંધીનગર શહેરના પુર્વ મહામંત્રી અતુલ પટેલ અને વર્તમાન મહામંત્રી ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા નીરીક્ષક તરીકે છે.

આજે બપોર બાદ ગોંડલ તાલુકાની સેન્‍સ છે. જેમાં પંચાયતની પ બેઠકોના મજબુત દાવેદાર તરીકે સામંતભાઇ બાંભવા (કોલીથડ),  રાજુ ડાંગર (મોવૈયા), લાલજીભાઇ તળાવીયા (શિવરાજગઢ), કોળી સમાજના ભરતભાઇ (ચરખડી), ભરતભાઇ ચોવટીયા પરીવારના મહિલા (દેરડી કુંભાજી) વગેરે નામ ઉપસ્‍યા છે. અન્‍ય ઇચ્‍છુકો પણ છે.

(3:39 PM IST)