News of Thursday, 2nd April 2026
માનવીમાં મોટામાં મોટો દોષ એ છે કે તે પોતાને નિર્દોષ સમજે છેઃ પૂ.જીજ્ઞેશદાદા
રાજકોટના રેસકોર્ષ ખાતે ભાવિકો પ્રભુનામમાં ગળાડુબ * તુલસી, ગાય અને ગંગાનદી આ ત્રણેય ધર્મ આસ્થાના આધારો છે * રામનામમાં અગ્નિતત્વ, ચંદ્રતત્વ અને સુર્યતત્વ છે, તેના સ્મરણ માત્રથી પાપ બળી જાય છે

રાજકોટ તા.૨: સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે અને તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ચાલતી પવિત્ર ભાગવત સપ્તાહમાં વિશ્વ વિખ્યાત યુવા ભાગવતાચાર્ય પૂ.જીજ્ઞેશદાદાએ વ્યાસપીઠ ઉપરથી જણાવ્યુ હતુ કે માનવીમાં મોટામાં મોટો દોષ એ છે કે તે પોતાને નિર્દોષ સમજે છે. તુલસી, ગાય અને ગંગાનદી આ ત્રણેય ધર્મ આસ્થાના આધારો છે. વધુમાં કહયુ હતુ કે રામનામમાં અગ્નિતત્વ, ચંદ્રતત્વ અને સૂર્યતત્વ છે, તેના સ્મરણ માત્રથી પાપ બળી જાય છે. રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે શ્રીમદ ભાગવત મોક્ષગાથામાં હજ્જારો ભાવિકો રીતસર પ્રભુનામમાં ગળાડુબ થઇ રહયા છે.
વ્યાસપીઠેથી પૂ. જીજ્ઞેશદાદાએ કથાનો પ્રારંભ પ્રાર્થનાથી કર્યો હતો, તેમણે કહ્યું કે, આ કથા ‘બહુજન હિતાય, બહુજન સુખાય છે., કથા જીવીકા નથી, જીવન છે, હરિકથા સંસારની વ્યથા દૂર કરે છે. હરિકથા, રસમાં શ્રોતાઓને સ્થાપિત કરે છે, કથા, દશમા સ્કંદની કથા ‘રાસ પંચાધ્યા' માં ગોપી ગીત ભાગવતનું સર્વોચ્ચ શિખર છે, શ્રી કૃષ્ણ સુધી પહોંચાવાનો રસ્તો છે... રાસલીલા, આ આત્મા અને પરમાત્માના મિલનની કથા છે.. કથા પ્રવાહમાં પૂ. જીજ્ઞેશદાદાએ કહ્યું કે, જીવનનું માંગલ્ય સદ્્ વિચારોના આચરણથી થાય છે અને સદ્્વિચારોનું આદન-પ્રદાન સમાજને સમૃધ્ધિ કરે છે. જ્ઞાન માર્ગ, પ્રેમનો માર્ગ છે, આ આ માર્ગે ચાલવા માટે નિત્ય, અતિત્યાનો વિવેક, અલૌકિક સુખની આશકિત, સંપતિમાં અમોહ અને મુકિતની ઝંખના... આ ચાર વસ્તુ જરૂરી છે. તમારા દરેક કર્મને યજ્ઞ બનાવો, કથા જ્ઞાનયજ્ઞ છે. અજ્ઞાત દૂર કરવા માટે જ્ઞાનનું પ્રાગટય જરૂરી છે, જ્ઞાન લેવા-દેવાની વસ્તુ નથી પણ પ્રગટે છે. જ્ઞાન ઢંકાય જાય ત્યારે મોહ થાય છે.. રાવણ મોહનું પ્રતિક છે, મોહ છે ત્યાં પાપ છે. માનવી વાસનામુકત ન થાય ત્યાં સુધી જન્મ-મરણમાંથી છૂટકારો નહિ મળે... નર્કનું વર્ણન ગુરૂપુરાણમાં છે. કામના, વાસના માનવીના મોટા શત્રુ છે. કર્મથી દુઃખી હોય તે સુખી થઇ શકે છે, સ્વાભાવથી દુઃખી હોય તે કદી સુખી થઇ શકતો નથી. ભાગવતના પ્રથમ સંઘમાં વેદો-ઉપનીષદોનો મહિમા છે, શ્રીમદ ભાગવત સંસારીઓ, પરિક્ષિત માટે ઔષધ છે, નિરોગી લોકો, સનકાદિમૂનીઓ માટે રસાયણ છે, પ્રેમી ભકતો અને ગોપીઓ માટે અમૃત છે. જયારે પરમહંસો શુકદેવજી, શિવ, શનતકુમારી માટે નશાયુકત આસવ છે. માનવ અને ઇશ્વર વચ્ચે સંવાદ કરવા વેદો, ઉપનીષદો, ભગવત ગીતા, ૬ દર્શનો, જૈનધર્મના આગમો સ્વામીનારાયણના શિક્ષાપત્રી, શિખધર્મનો ગ્રંથ સાહેબ, પારસીના જીદ અવસ્તા, બાયબલ વગેરે ધર્મગ્રંથો ધર્મગ્રંથો યુગોથી ઉપદેશ આપે છે, માનવ સમાજને સંવાદિતતામાં કાયમ કરવાનો ધર્મગ્રંથોનો આશય છે.
પૂ. જીજ્ઞેશદાદાની દિવ્યવાણીના અમુક અંશો જોઇએ તો...
માનવ જીવનનું માંગલ્ય સદ્્વિચારોના આચરણથી થાય છે, માનવીના પાપ પ્રભુ પ્રાર્થનામાં ઋચિ થવા દેતા નથી., સદ્્વિચારોનું આદાન-પ્રદાન સમાજને સમૃધ્ધ કરે છે., કથા જીવીકા નથી જીવન છે, કામ કરવાનું સાધન નથી સાધના છે., સંસારની વ્યથા દૂર કરે તે છે હરિકથા, ધર્મ, સમાજ અને રાજા.. આ ત્રણ સત્તા માનવી ઉપર સાશન કરે છે, મન શુધ્ધ હોય તો જ કથાશ્રવણ સાર્થક બને છે., ઇશ્વરનો પ્રેમ ફકત સદાચારીઓ માટે જ સુરક્ષિત છે., માફી માગનાર અને માફી આપનાર મૂઠી ઊંચેરો માનવી છે., શત્રુ, રોગ, અગ્નિ અનેસ્ત્રીની કયારેય ઉપેક્ષા ન કરો., જન્મ અને મૃત્યુ એ જગતના બે નિર્વિવાદ સત્યો છે., જયાં આક્ષકિત છે ત્યાં આવિષ્કાર નથી., માનવી ઘરડો થાય છે ત્યારે તેની તૃષ્ણા જુવાન થાય છે, એટલે જ ખુબ દુઃખી થાય છે., સંપતિનો વારસો તો દરેક દિકરા સ્વીકારે, સંસ્કારનો વારસો સ્વીકારે તે શુકદેવ હોય છે., વાલ્મિકી રામાયણના રામ આદર્શ કર્મયોગી છે, સૂર્ય અને ચંદ્ર પણ કર્મયોગી છે... કયારેય થાકતા નથી., આંખથી ભલે કોઇ દેખાય, પણ મનથી કોઇને જોશો નહિ., મન-બુધ્ધિમાં રહેલી વાસનાનો ત્યારે જ વિનાશ થાય છે. જયારે શ્રીરામ-શ્રીકૃષ્ણની આરાધના કરવામાં આવે
(10:57 AM IST)










