<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

શ્રધ્‍ધા- આસ્‍થા- ઉત્‍સાહના ઘોડાપુરઃ રૂક્ષ્મણી વિવાહની ભાવપૂર્વક ઉજવણી

રાજકોટના રેસકોર્ષ ખાતે પૂ.જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને શ્રીમદ ભાગવત મોક્ષગાથા : આજે ર એપ્રિલ રાત્રે ૧૧ વાગ્‍યા સુધી કથાસ્‍થળે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું પણ સમાજોપયોગી આયોજનઃ બ્‍લડ ડોનેટ કરવા ઉમટી પડવા હાકલઃ દરરોજ સાંજે ૬:૩૦ થી ૮ વાગ્‍યા સુધી વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમોની વણઝારઃ શહેરના મુખ્‍ય વિસ્‍તારોમાંથી ભાવિકોને આવવા-જવા માટે વિનામુલ્‍યે બસ સેવા ઉપલબ્‍ધઃ રાધે રાધે અને તથાસ્‍તુ પરિવાર તથા સમગ્ર ટીમ દ્વારા અદભુત આયોજન : હજ્‍જારો ભાવિકો રાસ-ગરબાની રમઝટ સાથે ભકિતમય બન્‍યાઃ સર્વત્ર આનંદ- આનંદ છવાયોઃ આજે રાત્રે પવિત્ર ભાગવતકથાની પૂર્ણાહૂતિઃ પીજીવીસીએલના મેનેજીંગ ડીરેકટર કે.પી. જોષી, કડછાભાઇ (અમરેલી), જાણીતા બિલ્‍ડર અતુલભાઇ શેઠ, જામનગરના બાદલભાઇ રાજાણી, જયભાઇ ફુલીયા અને અક્ષિતભાઇ પોબારૂ, આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો.પુરૂષોતમભાઇ પીપરીયા, રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, લોહાણા મહાજન કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, રીપનભાઇ ગોકાણી, મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચેરમેન જીતુભાઇ ચંદારાણા, મુકેશભાઇ પાબારી, છબીલભાઇ પોબારૂ, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, મનિષભાઇ માદેકા, લોકસંગીતકાર સાગરભાઇ રાવલ (ભૂદેવ), માધવભાઇ જસાપરા, વિશ્વકર્મા લુહાર ફાઉન્‍ડેશનના પ્રમુખ નવિનભાઇ પરમાર, મિલનભાઇ સોલંકી, રાકેશભાઇ પોપટ સહિતના મહાનુભાવોએ પવિત્ર ભાગવતકથાનું રસપાન કરી પુણ્‍યનું ભાથુ બાંધ્‍યુઃ

રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે સુપ્રસિધ્‍ધ ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદાના રાધે...રાધે...ના વ્‍યાસાસને ચાલતી પવિત્ર ભાગવત કથામાં ગઇકાલે શ્રી કૃષ્‍ણ-રૂક્ષ્મણની વિવાહની ઉત્‍સાહભેર-ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જે તસ્‍વીરમાં નજરે પડે છે. પીજીવીસીએલના મેનેજીંગ ડીરેકટર શ્રી કે. પી. જોષી, જામનગરના બાદલભાઇ રાજાણી, જયભાઇ ફલીયા, અને અક્ષિતભાઇ પોબારૂ, આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ  ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, શ્રીમતી ભારતીબેન પુરૂષોતમભાઇ પીપરીયા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, શ્રીમતી સ્‍નેહાબેન રાજુભાઇ પોબારૂ, લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ એડવોકેટ તુષારભાઇ ગોકાણી, રીપનભાઇ ગોકાણી, રાકેશભાઇ પોપટ, મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચેરમેન જીતુભાઇ ચંદારાણા, છબીલભાઇ પોબારૂ, હિરેનભાઇ ખખ્‍ખર, શ્રીમતિ કલ્‍પનાબેન હિરેનભાઇ ખખ્‍ખર, શ્રીમતિ રીટાબેન કોટક, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ બંસીબેન ભટ્ટ, સાગરભાઇ રાવલ, નવિનભાઇ પરમાર સહિતના મહાનુભાવોએ પવિત્ર કથાનું રસપાન કરી પુણ્‍યનું ભાથુ બાંધ્‍યું

હતું જે દૃશ્‍યમાન થાય છે.

રાજકોટ, તા. રઃ રાજકોટના વિશાળ અને પાવનભૂમિ સમા રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે સુપ્રસિધ્‍ધ અને નાના-મોટા સૌ કોઇમાં લોકપ્રિય ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશ દાદા રાધે રાધેના વ્‍યાસાસને સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે અને તથાસ્‍તુ વિદ્યાપીઠના લાભાર્થે રાત્રે ૮ વાગ્‍યાથી ૧૧ વાગ્‍યા દરમ્‍યાન પવિત્ર ભાગવત કથાનું દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં શ્રી કૃષ્‍ણ-રૂક્ષ્મણી વિવાહની ભાવપૂવર્ક ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્‍ણ-રૂક્ષ્મણી વિવાહ દરમ્‍યાન હાજર રહેલ હજજારો ભાવિકોમાં શ્રધ્‍ધા-આસ્‍થા અને ઉત્‍સાહના ધોડાપુર જોવા મળ્‍યા હતા. રાસ-ગરબાની રમઝટ સાથે ભાવિકો ભકિતમય બન્‍યા હતા. જાનૈયા અને માંડવીયા પક્ષે સર્વત્ર આનંદ-આનંદ છવાઇ ગયો હતો. અવનવા પોશાકમાં સજ્જ બંને પક્ષના ભાવિકોએ અનોખું આકર્ષણ જગાવ્‍યું હતું. પવિત્ર ભાગવત કથાની આજે રાત્રે પૂર્ણાહૂતિ છે.

ગઇકાલે પવિત્ર ભાગવત સપ્તાહનું રસપાન કરવા પીજીવીસીએલના મેનેજીંગ ડીરેકટર શ્રી કે.પી. જોષી, અમરેલી પીજીવીસીએલના શ્રી કડછાભાઇ, રાજકોટના જાણીતા બિલ્‍ડર શ્રી અતુલભાઇ શેઠ, જામનગરના અગ્રણીઓ શ્રી બાદલભાઇ રાજાણી, જયભાઇ ફલીયા અને અક્ષિતભાઇ પોબારૂ, આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, લોહાણા મહાજન કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચેરમેન શ્રી જીતુભાઇ ચંદારાણા, મુકેશભાઇ પાબારી, નરેન્‍દ્રભાઇ નથવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, છબીલભાઇ પોબારૂ, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, મનિષભાઇ માદેકા, સુધીરભાઇ દુબલ, લોકસંગીતકાર સાગરભાઇ રાવલ (ભૂદેવ), ગુજરાતી ટીવી ચેનલના માધવભાઇ જસાપરા, પુજાબેન મોટા, સ્‍કેચ આર્ટીસ્‍ટ જાગૃતિબેન રાઠોડ, રાકેશભાઇ પોપટ, શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્‍ડેશનના પ્રમુખ શ્રી નવીનભાઇ પરમાર, મિલનભાઇ સોલંકી અને ટીમ સહિતના મહાનુભાવો હાજર રહયા હતા અને પૂણ્‍યનું ભાથું બાંધ્‍યું હતું.

રાધે રાધે પરિવારના શ્રી નિલેશભાઇ ચંદારાણાના નેતૃત્‍વ હેઠળ સમગ્ર કથા દરમ્‍યાન આજે તા. ર એપ્રિલ સુધી સાંજે ૭ વાગ્‍યાથી કથા સ્‍થળ રેસકોર્ષ ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું સેવાકીય સમાજોપયોગી કાર્ય પણ થઇ રહયું છે. વધુમાં વધુ ભાવિકો બ્‍લડ ડોનેટ કરી સેવાકીય કાર્યમાં સહયોગ આપે તેવી જાહેર અપીલ કરવામાં આવી છે.  બ્‍લડ ડોનેટ કરવા ઉમટી પડવા હાકલ પણ કરવામાં આવી છે. સમગ્ર ટીમ દ્વારા અદભુત આયોજન કરવામાં આવ્‍યું છે.

કથા દરમ્‍યાન આજ તા.૨ એપ્રિલ, ૨૦૨૬ ગૂラરુવાર સુધી રોજ રાત્રે ૮ થી ૧૧ વાગ્‍યા દરમ્‍યાન રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે ભાવિકોને ભારે ઘસારો રહેશે. દરરોજ સાંજે ૬.૩૦ વાગ્‍યા સુધી સુપ્રિધ્‍ધ કલાકારો-વકતાઓના સંગાથે વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો (શ્રીનાથજી કીર્તન, હાસ્‍યરસ, મોટીવેશનલ સ્‍પીચ, શ્રી રામધૂન,સંત્‍સંગ સંધ્‍યા, લોક સંગીત)ની પણ વણઝાર રાખવામાં આવી છે.

રાજકોટના વિવિધ મુખ્‍ય વિસ્‍તારોમાં ભાવિકો કથાસ્‍થળ રેસકોર્ષ સુધી પહોંચી શકે તે માટે દરરોજ સાંજે સાત વાગ્‍યે ગંગોત્રી ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ તરફથી વિનામૂલ્‍યે બસ સેવા પુરી પાડવામાં આવશે. વિવિધ વિસ્‍તારો જોઇએ તો સ્‍પીડવેલ ચોક, સ્‍વામીનારાયણ ચોક, ડી માર્ટ કુવાડવા રોડ, ભકિતનગર સર્કલ, આકાશવાણી ચોક, મવડી ચોકડી, જલીયાણ ચોક, રેલનગર ખાતેથી રોજ સાંજે સાત વાગ્‍યે  ગંગોત્રી ઇન્‍ટરનેશનલ સ્‍કૂલની બસ કથાસ્‍થળ રેસકોર્ષ જવા માટે વિનામૂલ્‍યે મળશે. તેવું યાદીમાં જણાવાયું છે.

પવિત્ર ભાગવત કથાના ભવ્‍ય દિવ્‍ય- અલોૈકીક આયોજનને સફળ બનાવવા મુખ્‍ય મનોરથીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્‍ખર અને સુધીરભાઇ દુબલ સહિત ડો.પુરૂષોતમભાઇ પીપરીયા, એભલભાઇ જલુ, સંદિપભાઇ છોટાળા, અવધેશભાઇ કાનગડ, વિવેકભાઇ કાનગડ, મેહુલ કુમાર પરડવા,ભોવાનભાઇ રંગાણી, હરીશકુમાર પાંડે,  હરીશભાઇ લાખાણી, મુકેશભાઇ પાબારી, ધુષાભાઇ ધ્રાંગા, નિપુણભાઇ દોશી, ડો. નિશાંતભાઇ ચોટાઇ, શ્રીમતી રીટાબેન કોટક, નિશાંતભાઇ કારીયા, ભાર્ગવભાઇ ખખ્‍ખર, ડો.જનકભાઇ ઠક્કર, હિતેનભાઇ પારેખ દક્ષિણી, કલ્‍પેશભાઇ બગડાઇ શુભમભાઇ રઘુરા, અલ્‍કાબેન પટેલ, શ્રી આદિત્‍ય ઝાલા, દર્શીતભાઇ જીવરાજાની, ભાવેશભાઇ રૂપારેલીયા, જીજ્ઞેશભાઇ  ભૂપતાણી, હિતેષભાઇ અનડકટ, નિરવભાઇ રાયચુરા, રવિન્‍દ્રભાઇ માણેક, મિહિરભાઇ સોલંકી, સોનલબેન સોમૈયા,ભારતીબેન જાની, મયુરભાઇ નથવાણી, જયેશભાઇ ક્કકડ, કપિલભાઇ ગણાત્રા, ભાવિકભાઇ એરડા, સહિતના ટીમ મેમ્‍બર્સ ભારે જહેમત ઉઠાવી રહયા છે.

(2:17 PM IST)