<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

રાજકોટમાં ગોંડલ રોડ ઉપર ગુરુકુળની સામે આવેલ ઝુંપડપટ્ટી ખાલી થશે? હાઇકોર્ટે સેકન્‍ડ અપીલ ફગાવી દીધીઃ પક્ષકારો વચ્‍ચે સમાધાન

 

રાજકોટ, તા.૨: અત્રે ગુરુકુળ સામે લોહાનગરની ઝૂંપડપટ્ટીવાળાઓની સેકન્‍ડ અપીલ નમહાઇકોર્ટે રદ્દ કરી છે હાઇકોર્ટના ચુકાદાને પગલે આ મેટરમા સમાધાન થતાં હવે લોહાનગરની ઝુંપડપટ્ટી ખાલી થશે તેમ મનાય રહ્યું છે.

રાજકોટ શહેરમાં આવેલ ગોંડલ રોડ પર આવેલ સ્‍વામિનારાયણ ગુરુકુળની સામે આવેલ લોહાનગરની ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ સ્‍વ.અનુપબેન મોહનલાલ પારેખની જમીનમાં પેશકદમી કરી ઝુંપડાઓ કરેલ છે. તે ઝુંપડપટ્ટી ખાલી કરવી માટે અનુપબેન પારેખનાએ રાજકોટની સિવિલ કોર્ટ સમક્ષ દાવો કરેલ તે દાવો રદ્દ થયેલ હતો.

સિવિલ કોર્ટના આ હુકમ સામે અનુપબેન મોહનલાલ પારેખના વારસોએ ડિસ્‍ટ્રિકટ કોર્ટ રાજકોટ સમક્ષ અપીલ કરેલ હતી જે અપીલ ના કામમાં મૂળ દાવામાં રજુ થયેલ પટેલ બાવા કરસન તથા પંડયાભાઈ એડવોકેટ અને અનુપબેન મોહનલાલ વચ્‍ચેનું સમાધાન ડિસ્‍ટ્રિકટ કોર્ટએ માન્‍ય કરેલ છે. જે કામમાં ઝૂંપડપટ્ટી ખાલી કરવાનું હુકમનામું થયેલ જે હુકમનામાં સામે જયુભાઈ જેઠાભાઇ મેહતા, જાદવભાઈ ભોળાભાઈ રાજપરા, વગેરે ૨૪ વ્‍યક્‍તિઓએ  ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સેકન્‍ડ અપીલ દાખલ કરેલ જે  અપીલ ને ગુજરાત હાઇકોર્ટે રદ્દ કરેલ છે.

હાઇકોર્ટના આ હુકમ બાદ હવે લોહાનગરની ઝૂંપડપટ્ટી ખાલી કરવાનું કન્‍ફર્મ થયેલ છે અને પટેલ બાવાભાઈ કરસનભાઈ અને પંડયાભાઈ એડવોકેટ દ્વારા જગ્‍યાનું સમાધાન કન્‍ફોર્મ રહેલ છે. તેથી હવે લોહાનગરની ઝુંપડપટ્ટી વાળી જગ્‍યા ખાલી થવાની સંભાવના વધી ગઈ છે.

આ કામમાં બાવાભાઈ કરસનભાઈ પટેલના વકીલ તરીકે રાજકોટના સિનિયર એડવોકેટ શ્રી જનકકુમાર આર પંડયા, વત્‍સલ જનકકુમાર પંડયા, અજયભાઇ ડી.પીપળીયા, કરણભાઇ પડિયા, સલોની કે.પડિયા, રત્‍નાબેન દોશી, જયદીપભાઈ ડાભી એડવોકેટ્‍સ તરીકે કાર્યવાહી સંભાળેલ હતી.

(3:29 PM IST)