News of Friday, 3rd April 2026
બેકાબુ મર્સીડીઝ કારે પાર્ક થયેલા પાંચ વાહનોને ધડાધડ હડફેટે લીધાઃ એરપોર્ટ ફાટક-આમ્રપાલી રેલ્વે બ્રિજ વચ્ચે બનાવ

રાજકોટઃ આજે બપોરે સફેદ કલરની મર્સીડીઝ કારના ચાલકે એરપોર્ટ ફાટક અને આમ્રપાલી અંડરબ્રીજ (જુનુ આમ્રપાલી ફાટક)ને જોડતા રસ્તા ઉપર શ્રેયસ સોસાયટી નજીક રેલ્વેલાઇનની દિવાલ નજીક પાર્ક થયેલા ત્રણ ટુ-વ્હીલરો અને બે ફોરવ્હીલને ધડાધડ હડફેટે લેતા તમામ વાહનોને નુકશાન પહોંચ્યુ હતું. જો કે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. કારચાલકે મોબાઇલ ઉપર વાત કરતા કાબુ ગુમાવ્યો કે અન્ય કોઇ કારણોસર (?) તે અંગે પોલીસે તપાસ હાથધરી છે.(ફોટોઃ સંદિપ બગથરીયા)
(3:06 PM IST)










