તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Saturday, 4th April 2026
આઇપીએલ સાથે ક્રિકેટના જુગારની સીઝન પણ ખુલીઃ ઝડપાયેલા પાંચ પૈકી બે પીધેલા હતા
દારૂ બિયર સાથે બે શખ્સોને ઝડપી લેવાયાઃ દેશી દારૂના જુદા-જુદા ૭ દરોડા

રાજકોટ તા.૪: પીસીબીના પોલીસમેન નગીનભાઇ ડાંગર અને એએસઆઇ મયુર પાલરીયાને મળેલી બાતમીના આધારે ભકિતનગર પોલીસ સ્ટેશન હેઠળના સોરઠીયાવાડી સર્કલ પટેલનગર શેરી નં.૫, મારૂતી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં મોબાઇલ આઇડી ઉપર ક્રિકેટના મેચ ઉપર રનફેરના સોદા લઇ હારજીતનો જુગાર રમાડતા ત્રણ શખ્સોને ઝડપી લેવાયા હતા. આ પૈકી બે નશો કરેલી હાલતમાં હોવાથી પ્રોહીબીશન એકટ હેઠળ અલગ ગુનો નોંધવામાં આવ્યો હતો.
નારણ ઉર્ફે નારૂ બીપીનભાઇ દક્ષિણી- લોહાણા (ઉ.વ.૩૦) રે.રૂષિકેશ એપાર્ટમેન્ટ જયરાજ પ્લોટ, મહાદેવ તથા ધવલ જેરામભાઇ ઘીયાડ- પટેલ (ઉ.વ.૪૨) રે.ન્યુ કેદારનાથ સોસાયટી શેરી નં.૬, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ સામે જુગારધારાનો ગુનો નોંધી બે મોબાઇલ અને જુગારના હિસાબના કાગળ સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઓલપેનલ૨૪૭.કોમ નામની આઇડી ઉપર ચેન્નાઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની ૨૦-૨૦ મેચ ઉપર જુગાર રમાડાતો હતો. આ સ્થળ ઉપર જીગર રાજેશ સુતરીયા- રે.ન્યુ રામેશ્વર સોસાયટી શેરી નં.૯ અને નારણ ઉર્ફે નારૂ બીપીનભાઇ દક્ષીણી પરમીટ વગર દારૂ પીધેલા જણાતા અલગથી ગુનો નોંધવામાં આવ્યો હતો.
અન્ય દરોડામાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના કોન્સટેબલ જયદીપસિંહ ભટ્ટી અને હેડ કોન્સટેબલ કે.જી. ઝાલાએ માલવીયાનગર પોલીસ સ્ટેશનથી બે કિ.મી. દુર આવેલા પંડીત દિન દયાલ મેઇન રોડ, પ્રાઇડ સેફાયર નામની બીલ્ડીંગમાં તાજ ૭૭૭.નાઉ નામની આઇડીમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની લાઇવ ક્રિકેટ મેચમાં ઓનલાઇન હારજીતના સોદા લગાવી રહેલા નીલ કિરીટભાઇ વાંકાણી- લોહાણા (ઉ.વ.૨૩) રે.શ્રીજી હાઇટસ બ્લોક નં.૭૦૨ને ઝડપી લીધો હતો. મુદામાલ તરીકે ૧૦ હજારની કિંમતનો મોબાઇલ કબ્જે લેવાયો હતો.
દેશી-વિદેશી દારૂ
સાથે ઝડપાયા
બી ડીવીઝનના લોકરક્ષક અજયભાઇ ચોૈહાણ અને હેડકોન્સટેબલ પી.એચ. કોડીયાતરે જુના મોરબી રોડ જકાતનાકા પાસેથી પૂર્વ બાતમીના આધારે ધાર્મિક નીતીનભાઇ રામાણી- પટેલ (ઉ.વ.૨૬) ધંધો.ગેરેજ મીકેનીક, રે.રાજમોતી રેસીડેન્સી બ્લોક નં.૧૩ સેટેલાઇટ ચોકને ઝડપી લઇ લંડન પ્રાઇડ પ્રીમીયમ વ્હીસકી ૧૮૦ એમએલની ૩ બોટલો ઝડપી લઇ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
બીજા દરોડામાં આજીડેમ પોલીસ સ્ટેશનના હરપાલસિંહ જાડેજા અને હેડકોન્સટેબલ એસ.ડી. બારોટે કોઠારીયા ગામના ગેઇટ પાસેથી દિલીપ શામજી સાગઠીયા-અનુસુચીત જાતિ (ઉ.વ.૨૯) ધંધો.મજુરી રે.વીર મેઘમાયાનગરને કિંગ ફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર (૫૦૦ એમએલ)ના પાંચ ટીન સાથે ઝડપી લીધો હતો.
દેશી દારૂના દરોડામાં પ્ર.નગરના રીયાઝ ભીપોૈત્રા અને હેડકોન્સટેબલ જે.એલ. વાવડીયાએ કીટીપરાના પ્રતાપ બટુકભાઇ ભોણીયા (ઉ.વ.૩૫)ને ગાયકવાડી શેરી નં.૫ના જાહેર રોડ ઉપરથી બે લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. રૂખડીયાપરામાં રહેતા વિનોદ કરશન રાઠોડને બે લીટર સાથે પોલીસમેન તોૈફિક મંધરાએ ઝડપી લીધો હતો. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પ્રતાપસિંહ મોૈયાએ રતનબેન મનસુખભાઇ પરમાર (ઉ.વ.૫૫) રે. ધરારનગર- વિરડાવાજડીને બે લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા. અલ્પા દિપકભાઇ સોલંકી (ઉ.વ.૪૦) નામની મહિલા ઇન્દીરાનગર, રૈયાધારના જાહેર રસ્તા ઉપરથી ૧૫ લીટર દેશી દારૂ સાથે એલસીબીના એએસઆઇ જે.વી. ગોહિલે ઝડપી લીધી હતી. માલવીયાનગરના પોલીસમેન જયદીપસિંહ ભટ્ટીએ ૧૦ લીટર દેશી દારૂ સાથે માલવીયાનગરના આંબેડકરનગર શેરી નં.૧૨ ના ખુણેથી હિતેશ મુકેશભાઇ વીસપરા - કુંભાર (ઉ.વ.૨૦) રે. વાવડીને ઝડપી લીધો હતો. આ ઉપરાંત તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસમેન નિકુંજ મારવીયા અને પીએસઆઇ બી.આર. ભરવાડે નાનામોૈવા જય ભીમનગરની પાછળ વોંકળા પાસે ઓરડીમાં ચાલતી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર દરોડો પાડી પાંચ લીટર દેશી દારૂ તથા ૩૯૦ લીટર આથો સહિતના મુદામાલ સાથે કાળીપાટના વશરામ દાના જોગરાજીયાને ઝડપી લીધો હતો
(3:26 PM IST)










