News of Saturday, 4th April 2026
પોણા છ કરોડના જી.એસ.ટી. કૌભાંડમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કપીલ દાસાણીની આગોતરા જામીન અરજી રદ કરતી સેશન્સ અદાલત
પોતાના ઓડીટ રીપોર્ટમાં કંપનીની નાણાંકીય હકિકતને છુપાવી જી.એસ.ટી. કૌભાંડમાં પ્રત્યક્ષ સંડોવણી રાખી સી.એ.ની ફરજ ઉપરાંત ગુનાહિત પ્રવળતિઓની નોંધ લેતી સેશન્સ અદાલત

રાજકોટ : ૨૦ વર્ષથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેકટીસ કરતા કપીલ નરેન્દ્રભાઈ દાસાણી (ઉ.વ.૪૫)નાઓએ સુર્યા હાઈબ્રીડ પ્રા.લી. ના ઓડીટમાં કરોડોના કૌભાંડ છુપાવી રીપોર્ટ આપતા જી.એસ.ટી. એ નોટીસ આપતા દાખલ કરેલ આગોતરા જામીન અરજી અધિક સેશન્સ જજ શ્રી આઈ.બી. પઠાણએ રદ કરેલ છે.
આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, ૨૦ વર્ષથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેકટીસ કરતા કપીલ નરેન્દ્રભાઈ દાસાણી સુર્યા હાઈબ્રીડ પ્રા.લી. ના એકાઉન્ટ ઓડીટ કરતા હતા. સી.એ. તરીકે ફકત એકાઉન્ટ ઓડીટ કરી રીપોર્ટ આપવાના બદલે કંપની વતી ખોટા બીલો બનાવી બાવન લોકોને ૫ કરોડ ૭૩ લાખની ઈમ્પુટ ટેક્ષ ક્રેડીટ પાસ કરેલ હતી. આ બીલો બનાવવાના કમિશન પેટે કપીલ દાસાણીને ૭૦ લાખ મેળવેલ હતાં. જી.એસ.ટી. ડીપાર્ટમેન્ટે આ અંગે નોટીસ આપતા કપીલ દાસાણીએ આગોતરા જામીન અરજી દાખલ કરી રજુઆત કરેલી હતી કે જી.એસ.ટી. કાયદાની કલમ-૧૩૨ અને ૧૩૪ મુજબ આ ગુન્હો સમાધાન પાત્ર છે અને ઈમ્પુટ ટેક્ષ ક્રેડીટ બીલની રકમ જમા કરાવ્યેથી ફોજદારી કેસ થતો નથી. આ કારણે તેઓને આગોતરા જામીન ઉપર મુકત કરવા જોઈએ.
શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ શ્રી એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે જી.એસ.ટી. કાયદાની કલમ - ૧૩૨ હેઠળ સમાધાનકારી વલણ ફકત ‘‘ટેક્ષેબલ મેન'' એટલે કે ટેક્ષ ભરવા પાત્ર વ્યકિતને જ લાગુ પડે છે. આ કેસમાં સુર્યા હાઈબ્રીડ પ્રા.લી. ટેક્ષેબલ મેન છે. સુર્યા હાઈબ્રીડ પ્રા.લી. એ જો ફકત કલમ-૧૩૨ હેઠળ ગુન્હો આચરેલ હોય તો જ જી.એસ.ટી. કાયદો અને તે હેઠળનો લાભ મળી શકે છે. હાલના અરજદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને કાયદામાં પરીભાષીત ટેક્ષેબલ મેન તરીકે સમાવિષ્ટ થતા નથી.
આ ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કપીલ દાસાણીએ પોતાના મોબાઈલ ફોન અને લેપટોપમાંથી તા.૦૨/૦૩/૨૦૨૬ સુધીનો તમામ ડેટા ડીલીટ કરી નાખેલ છે. સુર્યા હાઈબ્રીડના કૌભાંડો છુપાવવા માટે તેઓએ પોતાના ઈલેક્ટ્રોનીક સાધનો રી-ફોર્મેટ કરેલ છે. આ હકિકત સાબિત કરે છે કે, કપીલ દાસાણીએ જે કળત્યો કરેલ છે તે સી.એ. તરીકે નહી પરંતુ એક ગુનેગાર તરીકે આચરેલ છે. બાવન લોકોને કપીલ દાસાણીએ જે બીલો આપેલ છે તે કોઈ વેપારી કે ઉત્પાદક તરીકે નથી આપેલ કારણ કે તેઓ જી.એસ.ટી.માં રજીસ્ટર્ડ કે અનરજીસ્ટર્ડ વેપારી કે ઉત્પાદક નથી. આ ખોટા બીલો બનાવી બાવન લોકોને પાસ-ઓન કરી ૫ કરોડ ૭૩ લાખ ની આઈ.ટી.સી. ના બેનીફીટ અપાવેલ છે. આ ઉપરાંત ખોટા બીલો આપીને તેઓએ ૭૦ લાખનુ કમિશન મેળવેલ છે.
આ તમામ કળત્યોમાંથી એકપણ કળત્ય જી.એસ.ટી. કાયદાહેઠળનુ નથી. આ કારણે કપીલ દાસાણી વિરૂધ્ધ જી.એસ.ટી. ડીપાર્ટમેન્ટ ભારતીય ન્યાય સંહિતા (ઈન્ડીયન પીનલ કોડ) હેઠળના કોઈપણ ગુના અંગે ફરીયાદ નોંધાવી શકે છે જેમાં મહત્વના પુરાવાનો નાશ કરવો અને બનાવટી દસ્તાવેજો ઉભા કરવાનો ગુનો બને છે. આ ગુના અંગેની મહતમ સજા આજીવન કેદ સુધીની છે. આ તમામ સંજોગો ધ્યાનમાં લેતા આ અરજદાર / આરોપીને આગોતરા જામીન મળવા પાત્ર નથી. આ દલીલોના અંતે અધિક સેશન્સ જજ શ્રી આઈ.બી. પઠાણએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કપીલ દાસાણીના આગોતરા જામીન રદ કરેલ છે.
આ કેસમાં જી.એસ.ટી. ડીપાર્ટમેન્ટ વતી જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.
(2:13 PM IST)










