News of Saturday, 4th April 2026
રાજકોટ સહિત મહાનગરપાલિકાના કોંગ્રેસ ઉમેદવારો કાલે નકકી થઇ જવાની સંભાવના
આજે રાત્રે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર પ્રમુખો અને પ્રભારીઓની બેઠક બાદ લેવાશે નિર્ણય

રાજકોટ તા.૪: મ્યુનિસીપલ કોર્પોરેશનની આગામી ચુંટણી લડવા માટે પ્રદેશ કોંગ્રેસમાંથી રાજકોટના કાર્યકરોને અને અગ્રણીઓને ટેલીફોનીક આદેશ થયાના અહેવાલો વચ્ચે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા અને પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ આવા કોઇ આદેશ આવ્યાની વાતને નકારી હતી.
બન્ને અગ્રણીઓએ અકિલાને જણાવ્યુ હતું કે, આગામી ચુંટણીના ઉમેદવારો નકકી કરવા માટે આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સાંજ પછી મહત્વની મીટીંગ મળી રહી છે. જેમાં પ્રદેશ પ્રમુખ, શહેર પ્રમુખો અને પ્રભારીઓ હાજર રહેશે. આ બેઠકમાં ઉમેદવારોની કાચી-પાકી યાદી તૈયાર થયા બાદ આવતીકાલ સુધીમાં ઉમેદવારો ફાઇનલ થઇ જવાની સંભાવના છે.
જો કે સપાટી ઉપર આવેલા કેટલાક અહેવાલો મુજબ રાજકોટની ૭૨ સીટ પૈકીના કેટલાક ઉમેદવારો પ્રદેશ કોંગ્રેસે નકકી કરી નાખ્યા છે. આ અહેવાલોમાં સંભવત ઉમેદવારોના નામ પણ બોલાઇ રહયા છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ
રાજદીપસિંહ જાડેજા
પ્રદેશ ઉપપ્રમુખ
ગાયત્રીબા વાઘેલા
(3:24 PM IST)










