<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

મવડીમાં બુધવારથી શ્રી સ્‍વામિનારાયણ મહોત્‍સવ : શ્રીમદ સત્‍સંગ જીવન કથા તથા ઘરસભાનું આયોજન

સરદારધામવાળા પૂજ્‍ય નિત્‍ય સ્‍વરૂપદાસ સ્‍વામી કથાનું રસપાન કરાવશે

 

રાજકોટ તા. ૬ : મવડી ખાતે શ્રી સ્‍વામિનારાયણ મહોત્‍સવ અને શ્રીમદ્દ સત્‍સંગ જીવન કથા તથા ઘરસભાનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે સર્વ અવતારી ભગવાન શ્રી સ્‍વામિનારાયણ તથા ૫૦૦ પરમ હંસના ચરણરજથી પુનિત થયેલી તીર્થભૂમિ રાજકોટને આંગણે પરમ પૂજ્‍ય ૧૦૦૮ શ્રી આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદથી તેમજ બ્રહ્મનિષ્‍ઠ સંતોની અમી દ્રષ્ટિથી આગામી તા. ૮-૪-૨૦૨૬ થી ૧૪-૪-૨૦૨૬ સુધી શ્રી સ્‍વામિનારાયણ મહોત્‍સવનું ભવ્‍ય અને દિવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

આ મહોત્‍સવ પ્રસંગે શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયના મહાન ગ્રંથરાજ શ્રી સત્તાનંદ સ્‍વામી રચિત શ્રીમદ સત્‍સંગ જીવન કથા પારાયણ ૪૨૭મી તથા ૨૧૮૭ થી ૨૧૯૩ની ઘર સભાનું  આયોજન કરવામાં આવનાર છે. જેના વ્‍યાસાસને પૂજ્‍ય નિત્‍ય સ્‍વરૂપદાસજી સ્‍વામી સરદારધામ સંગીતની સુરાવલીના સથવારે કથા રસપાન કરાવશે.

આ મહોત્‍સવ અને  સભા સત્‍સંગની શીતળ આધ્‍યાત્‍મક છાયામાં તથા આશીર્વાદ આપવા  દેવદર્શન અભિષેક દર્શન -ધર્મકુળ દર્શન તેમજ  સંત દર્શન ભજન કથા વાર્તાનો લાભ લઈ જીવનને ભાગ્‍યવંતુ બનાવવા આ અવસરમાં પરિવારજનોને મિત્ર મંડળ સહિત પધારવા આમંત્રણ પાઠવેલ છે. કથામાં  અનેક પૂજ્‍ય સંતો પધારશે.

અક્ષરભૂમિ ગ્રાઉન્‍ડ ૮૦ ફૂટ રોડ, મવડી ઇન્‍ડોર સ્‍ટેડિયમની  સામે, સર્વોદય સ્‍કુલ સામે, મવડી રાજકોટ ખાતે આયોજીત આ કાર્યક્રમોની વધુ માહિતી માટે નીતિનભાઈ મો.૯૯૨૫૯ ૮૯૨૧૯નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પૂ. સાધુ જીવનસ્‍વામી, પૂ. ધર્મપ્રકાશદાસજી સ્‍વામી, કેતનભાઇ બારસીયા, પરમભાઇ ભાલીયા, ધ્રુમિલભાઇ બારૈયા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(4:05 PM IST)