News of Monday, 6th April 2026
આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યુ
આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇતિહાસ લખાશેઃ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી

રાજકોટ તા.૬: આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું છે. આ યાદીમાં જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનો સમાવેશ છે ઈં.
આમ આદમી પાર્ટી એ સામાન્ય પરિવારના લોકોને રાજકારણમાં સ્થાન આપ્યું છે. ચોથી યાદીમાં વિવિધ વિસ્તારો અને વિવિધ સમાજમાંથી યુવાનો, વડીલો અને બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇતિહાસ લખાશેૅ
ઉમેદવારોની યાદી ગોપાલ રાય, પ્રદેશ પ્રભારી, આપ, ગુજરાત, ઇસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ આપ, ગુજરાત, મનોજ સોરઠીયા પ્રદેશ સંગઠન મહામંત્રી આપ, ગુજરાત દ્વારા જાહેર કરાઇ છે.
અમરેલી
અમરેલી જિલ્લાની તાલુકા પંચાયતની બેઠક માટે કેરીયાનાગસ-વિજયભાઇ વાળા, શેડુભાર -વિજુભાઇ વૈષ્ણવ, વિઠ્ઠલપર- પ્રિયંકાબેન ભાર્ગવભાઇ દેસાઇ, ચરખા- રાઠોડ દયાબેન, ખંભાળા- આહલગામાં જયસુખભાઇ, બાલાપુર- રસિકા સાગઠીયા, ડેરી પીપળીયા -ભાવેશભાઇ ગોધાણી, હળીયાદ જુની-ડોડીયા મીનાબેન, ખારી- દેવ ચંપુભાઇ, માવજીજવા- હીનાબેન મનોજભાઇ રામાણી, મુંજીયાસર મોટા-સતાસીયા રમેશભાઇ, હળીયાદ નવી -ગાજીપરા, સમઢીયાળા-ખેતાણી મનીષાાબને, શિલાણા-જયોત્સનાબેન રાંકના નામ જાહેર કરાયા છે.
મોરબી
મોરબી કોર્પોરેશનમાં વોર્ડ નં. ૧ નિતાબેન પ્રભાતભાઇ ચાવડા, વોર્ડ નં. ૧૩ સોંગરા કલ્પેશ જગદીશભાઇ, વોર્ડ નં. ર, રીટા પંકજકુમાર ધંધુકીયા, વોર્ડ નં. ૩ બારવા ચુનીલાલ માવજીભાઇ, વોર્ડ નં. ૪ લલિત વિરજીભાઇ ખારા, વોર્ડ નં. ૬ ખોલેરા ગફરભાઇ જુસબભાઇ, વોર્ડ નં. ૬ રિઝવાન હુસેનશા ફકીર, વોર્ડ નં. ૭ પરમાર ભારતીબેન હિતેશભાઇના નામની જાહેરાત થઇ છે.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લાની તાલુકા પંચાયતની બેઠકોમાં નવી મોરવાડ કોઠારીયા બાબુભાઇ ધીરૂભાઇ, સોનઠા કૈલાશબા ખુમાંશીભાઇ કવાણા, ફતેપુર સુરેલા રામભાઇ, મેરા વાઘેલા કાંતિભાઇ, ચુલી ઠકકર અર્ચનાબેન, મેથાણ વૈશાલીબેન ખોડીદાસ ધોળુ, નારીચાણા નારિયાણી ધવલકુમાર, સોલડી પટેલ તારાબેન, બજરંગપુરા વાઘેલા લાભુબેન, લખતર-૧ ગોહીલ જતીનભાઇ નવીનભાઇ, લખતર-ર પરા જયંતિભાઇ માધાભાઇ, લીલાપુર ભંકોડીયા લાલજીભાઇ, સાકર વાણીયા તુલસીકુમાર હીરાભાઇ, ભલગામડા મોહનભાઇ વાઘેલા, નાની કઠેચી બાબલિયા યાલીબેન નરોતમભાઇના નામની જાહેરાત કરાઇ છે.
(4:36 PM IST)










