News of Tuesday, 7th April 2026
જાણીતા પક્ષીવિદ અશોક મશરૂ રચિત નિબંધ સંગ્રહ‘નિસર્ગનાદ'નું વિમોચન
ફોરેસ્ટ અધિકારી, કવિ, લેખક, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર, પ્રકૃતિ પ્રેમીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા

રાજકોટઃ સિઝનસ્કેવર ચેરીટેબલ ટ્રસ્ટ અને સાહિત્ય સેતુના ઉપક્રમે જાણીતા પક્ષીવિદ શ્રી અશોક મશરૂ રચિત પ્રકળતિ વિષયક નિંબંધ સંગ્રહ ‘‘નિસર્ગનાદ'' નું વિમોચન કાર્યક્રમ તા. ૦૫/૪/૨૬ રવિવારના યોજાઇ ગયો. કાર્યક્રમમાં ખાસ અતિથી વિશેષ ખ્યાતનામ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર શ્રી ભૂષણ પંડયા અને અગ્રગણ્ય કવિ, લેખક શ્રી યજ્ઞેશ દવે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ડેપ્યુટી કંઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને ડાયરેક્ટર, સક્કરબાગ ઝુ શ્રી રાજદીપસિંહ ઝાલાએ સ્થાન શોભાવ્યું. સુંદર સંચાલન જાણીતા વરિષ્ટ પત્રકાર શ્રી કૌશીક મહેતાએ સંભાળ્યું હતું. શ્રી યજ્ઞેશ દવે પોતે પણ એક પક્ષી, પ્રકળતિના જાણકાર હોઇ તે તેમના નિબંધ અને કાવ્યો માં પ્રકળતિ ઉભરે છે. તેઓશ્રી એ શ્રી હરિનારણ આચાર્ય, વિજયગુપ્ત મોર્ય વગેરેના ગુજરાતી સાહિત્યમાં પ્રદાનની વાત કરી ‘‘નિસર્ગનાદ'' પ્રકળતિ નિબંધો વિશે અને લેખક અશોક મશરૂના વર્ષોના પક્ષીનિરીક્ષણ, પ્રકળતિ અભ્યાસ બાદ, તેમની જ તસ્વીરોથી શોભતા, અપાયેલ આ પુસ્તક વિશે વાત કરતાં કહ્યું કે નિબંધો માહિતી સાથે લેખકના પ્રકળતિ સાથે ઉંડુ તાદાત્મ્ય હોવાથી એક રસાળ સાહિત્યિક રચના બની રહે છે. શ્રી ભૂષણ પંડયાએ જણાવ્યુંકે અશોકભાઈ ફોટોગ્રાફીમાં તો મોડા આવ્યા પણ પહેલા તો દૂરબીનથી પક્ષીઓ નો અભ્યાસ વર્ષો ગુજરાતના અનેક જંગલોમાં રખડીને કર્યો અને મને પણ પક્ષીઓની વિશેષ તસ્વીર લેવા લઇ જતા. એમ જુના સંસ્મણો તાજા કર્યા. શ્રી મહેંદ્ર જોષી જાણીતા કવિ એ નિબંધ પૈકી હંજ (ફ્લેમીગો) ઉપરના લેખનું સુંદર પઠન કરી શ્રોતાઓને ખુશ કર્યા. શ્રી રાજદીપસિંહ ઝાલા, અધ્યક્ષ શ્રી એ અશોકભાઈ સાથેના રાજકોટના જુના પક્ષીનિરીક્ષણ પ્રવાસો યાદ કર્યા. અશોકભાઇ એ પાડેલ તસ્વીરો જોવાનું હંમેશ કુતુહલ રહેતું તેની વાત કરી. આ પુસ્તક નવા પ્રકળતિ પ્રેમીને ઘણું ઉપયોગી રહેશે તેની વાત કરી. ‘ર્‘ંનિસર્ગનાદ'' ના લેખક શ્રી અશોક મશરૂએ પ્રતિભાવમાં તેઓ આ ક્ષેત્રમાં કેમ આવ્યા તેની લેખનની શરૂઆત કેમ કરી તેમજ માહિતી આપી કે આ નિંબધ સંગ્રહમાં કુલ ૩૦ નિબંધો છે તે પૈકી ૨૫ તો પ્રતિષ્ઠિત સામાયિક ‘‘નવનીત સમર્પણ''માં પ્રકાશિત થયેલ છે.
તેમના લેખન પ્રવાસમાં મદદ માટે મિત્રો, સિઝનસ્કેર ચેરીટેબલ ટ્રસ્ટ્ના શ્રી અજય જોષી, સુશ્રી અલ્કાબેન વોરા અને સાહિત્ય સેતુના શ્રી અનુપમભાઈનો આયોજન માટે અને હાજર રહેલ રસિક શ્રોતા ગણનો マદયપુર્વક આભાર માન્યોર્.ં ‘‘નિસર્ગનાદ'' ની નકલ મેળવવા ઇચ્છુક મિત્રો એ અશોકભાઈનો મો. ૯૮૭૯૭ ૫૮૮૧૮ પર સંપર્ક કરવો.
(2:43 PM IST)










