<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

નાકરાવાડી ડમ્‍પિંગ સાઈટમાં કચરાના ઢગલામાંથી નવજાત શિશુનું ભ્રુણ મળ્‍યું

અધુરા માસે જન્‍મેલા બાળકનું ભ્રુણઃ કુવાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

 

રાજકોટ, તા.૮: શહેરમાં અવારનવાર નવજાત શિશુઓને અવાવરું જગ્‍યાએ ત્‍યજી દેવાની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ ગઈકાલે એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જેણે જનેતાની મમતા સામે અનેક સવાલો ભા કર્યા છે. રાજકોટની નાકરાવાડી ડમ્‍પિંગ સાઈટ પરથી એક નવજાત શિશુનું ભ્રૂણ મળી આવ્‍યું હતું પ્રાથમિક દ્રષ્ટિએ આ ભ્રૂણ અધૂરા માસે જન્‍મેલું હોય તેવું જણાઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ, મંગળવારે સાંજે ૬ વાગ્‍યાના અરસામાં નાકરાવાડી ડમ્‍પિંગ સ્‍ટેશન ખાતે કચરો સૂકવવાની કામગીરી ચાલી રહી હતી. હિટાચી મશીન દ્વારા કચરાના ઢગલાને જ્‍યારે ફેલાવવામાં આવી રહ્યો હતો. ત્‍યારે ડ્રાઈવરની નજર કચરામાં પડેલા એક નાના બાળક પર પડી હતી. આ અંગે તેણે તુરંત સુપરવાઈઝરને જાણ કરી હતી અને ત્‍યારબાદ પોલીસ તેમજ ૧૦૮ની ટીમને બોલાવવામાં આવી હતી. ૧૦૮ના ચ્‍પ્‍વ્‍ જાગળતિબેન ડાકીએ સ્‍થળ પર પહોંચી તપાસ કરી શિશુને મળત જાહેર કર્યું હતું.

કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના PSI બી.વી.ભગોરા અને તેમની ટીમે ઘટનાસ્‍થળે પહોંચી જરૂરી પંચનામું કર્યું હતું. પોલીસને શંકા છે કે કોઈએ પાપ છુપાવવા માટે નવજાતને કચરાપેટીમાં ફેંકી દીધું હશે. હાલમાં શિશુના મળતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો છે. પોલીસે આ મામલે જાણવા જોગ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસમાં સૌથી મોટો પડકાર એ છે કે આ ભ્રૂણ શહેરના કયા વિસ્‍તારમાંથી આવ્‍યું છે.

(2:28 PM IST)