News of Wednesday, 8th April 2026
લોકો વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઇ નહિ તેવા હેતુ સાથે ભકિતનગર પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન

રાજકોટઃ રાજયના પોલીસ વડાની કચેરી દ્વારા વ્યાજખોરોને ડામી દેવા જરૂરી તમામ પગલા ઉઠાવવા થયેલા આદેશ અન્વયે ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં ભકિતનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી.પરમાર દ્વારા ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા આર્થીક સંકળામણ ધરાવતા જરૂરીયાતમંદ લોકોને લોન અપાવવા માટે જુદી જુદી બેન્કોના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરી સાથે લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોન આપવા માટેની પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી હતી અને કેટલાક કિસ્સામાં લોન સેકસન કરવામાં આવી હતી.
(3:32 PM IST)










