News of Thursday, 9th April 2026
મેડીકલેઈમની રકમ વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક તકરાર નિવારણ કમીશનનો હુકમ

રાજકોટઃ આ ફરિયાદની ટૂંકમાં હકિકત એવી છે કે, ફરીયાદી હર્ષાબેન દિપકભાઈ દોશીએથી ઓરીએન્ટલ ઈનસ્યોરન્સ કાં. લી પાસેથી મેડીકલેઈમ લીધેલ પોલિસીના સમયગાળા દરમિયાન ફરિયાદી રાજકોટની સર્વોતમ સર્જીકલ હોસ્પીટલમાં ડો. આશીષ એ. ગણાત્રા પાસે સારવાર લિધેલ અને ઓપરેશન કરવામાં આવેલ. સારવાર તથા ઓપરેશનનો રૂા.૨,૬૭,૪૭૪/- નો ખર્ચ થયેલ ખર્ચના કલેઈમ વિમા કંપની સમય કરેલ પરંતુ વીમા કંપનીએ રૂા.૨,૬૭,૪૭૪/-ની રકમ નામંજુર કરેલ અને વિમા કંપનીએ હોસ્પિટલમાં ૨૪ કલાક થી વધુ રોકાયા ન હોય આથી રૂા.૨,૬૭,૪૭૪/-નો કલેઈમ નામંજુર કરેલો જેની સામે ફરિયાદીએ હેડીંગ મુજબ રાજકોટ ના ગ્રાહક તકરાર નિવારણમાં ફરિયાદી દાખલ કરેલ.
તેમા દર્શાવેલ કે અમુક પ્રકારના રોગોના ઓપરેશન માત્રને માત્ર અમુક કલાકોમાં જ થઈ જતા હોય છે જેથી તે ગ્રાઉન્ડ નીચે ક્લેઈમ નામંજુર કરી શકાય નહી. સિનીયર એડવોકેટ પરેશ કે. ભટ્ટ તથા હસમુખ જી. જોષી એ વિસ્તૃત અને ઉડાણપૂર્વકની દલીલ તેમજ ઉપરની અદાલતોના જજમેન્ટ અને વિશેષમાં એવી રજુઆત કરેલ કે વિમા કંપની ટર્મસ એન્ડ કન્ડીશન સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ છે.
જેથી ગ્રાહક તકરાર નિવારણે એવું અવલોકન કરેલ કે વિમાકંપનીએ જાણી જોઈને કે હોશીયારીથી પોતાની જવાબદારીમાંથી છટકવા માટે કરીયાદીને થયેલ નુકશાનને પોલીસી એકસકલ્યુઝન ક્લોઝ લાવવા પ્રયત્ન કરેલ હોય તેને સેવા ખામી તરીકે ઓળખી શકાય તેવુ અમારુ માનવુ છે. જેથી ફરીયાદીને ઉપરોકત રકમ વ્યાજ સહિત ચૂકવી આપવાનો હુકમ નામદાર રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન (અધીક) દ્વારા કરવામાં આવેલ છે.
ફરિયાદી તરફે રાજકોટ સિનીયર એડવોકેટ પરેશ કે. ભટ્ટ તથા હસમુખ જી. જોષી રોકાયેલ.
(2:40 PM IST)










