મનપામાં રોટેશનથી રાજકીય નકશો બદલાયો : અમૂકના અરમાન અધુરા અમૂકના દિ' મધુરા
મનપાના મુકાબલામાં ઘણાના ગણિત ઉંધા પડયા : ગત ટર્મના ૬૮ પૈકી ૧૦ કોર્પોરેટરોને ભાજપ ફરી મેદાનમાં ઉતારે તેવી ધારણા : આપ અને કોંગ્રેસમાં નવા ચહેરા

રાજકોટ, તા. ૯ :મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે રોટેશન મુજબ વોર્ડવાઇઝ અનામત અને જનરલ બેઠકોના માળખામાં ફેરફાર થયો છે. જેનાથી રાજકીય સમીકરણો ધરખમ ફર્યા છે. ગત ટર્મના કેટલાક કોર્પોરેટરોને પાર્ટી ટીકીટ આપવા માંગતા હોય તો પણ હાલની બેઠક અનામત થઇ જવાથી અસરગ્રસ્ત ગત ટર્મના કોર્પોેરેટરોએ ચુંટણી લડવાનું માંડી વાળવુ પડશે અથવા અન્ય વોર્ડમાંથી લડવુ પડશે.
કોંગ્રેસે ૪૦ જેટલા તથા આમ આદમી પાર્ટીએ ૧૦થી વધુ ઉમેદવારોના નામો જાહેર કરી પ્રચાર શરૂ કરી દીધો છે. નવા રોટેશનમાં ફેરફાર થતા તમામ પક્ષના ઉમેદવારોના ગણીત પર પાણી ફળી વળ્યુ છે. કોંગ્રેસમાં પણ ગત ચુંટણી લડેલા ઉમેદવારોએ આ વખતે વોર્ડ બદલવાની ફરજ પડી છે ત્યારે ભાજપ પણ કઇ કચાસથી નહિ લેતા છાસ ફુંકી ફુકીને એટલે બબ્બે વખત ગાંધીનગરમાં મળેલ બેઠકમાં નિર્ણય થઇ શકયો ન હતો.
બેઠકોના રોટેશનનું જટિલ માળખું અને તેની અસરો રાજકોટ મહાનગરપાલિકાના કુલ ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે વર્ષ ૨૦૨૧માં યોજાયેલી સામાન્ય ચૂંટણી સમયે જે રોટેશન અમલમાં હતું, તેમાં ૨૦૨૬ની આ ચૂંટણી માટે મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યો છે. શહેરના ૧૮ વોર્ડમાંથી માત્ર વોર્ડ નં. ૩, ૪, ૧૩ અને ૧૭ એમ કુલ ચાર વોર્ડ જ એવા છે કે જેમાં બેઠકોના માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બાકીના ૧૪ વોર્ડની ૫૬ બેઠકોમાં વ્યાપક ફેરફાર થયો છે. ખાસ કરીને ૧૩ જેટલી સામાન્ય બેઠકો રદ કરીને તેને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવી છે.
વોર્ડ નં.૧
આ વોર્ડમાં ભાનુબેન બાબરીયા, દુર્ગાબા જાડેજા તથા ડો.અલ્પેશ મોરજરીયા, હિરેન ખીમાણીયા કોર્પોરેટર હતા. ચુંટણીપંચે જાહેર કરેલ નવા માળખા મુજબ આ વોર્ડમાં એક મહિલા અનામત, એક સામાન્ય તથા બે પુરૂષ સામાન્ય બેઠક છે. ભાનુબેન બાબરીયા હાલમાં ધારાસભ્ય હોવાથી બાદબાકીની લાઇનમાં છે. જયારે બે પુરૂષોની સામાન્ય બેઠકમાં ડો.અલ્પેશ મોરજરીયા અને હિરેન ખીમાણીયાને ટીકીટ મળવી મુશ્કેલ જોવા મળી રહયું છે.
વોર્ડ નં.૨
નવા માળખા મુજબ એક મહિલા અનુસુચિત જાતિ, એક મહિલા સામાન્ય વર્ગ તથા એક પુરૂષમાં પછાતવર્ગ તથા એક સામાન્ય બેઠકની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે આ વોર્ડમાં હાલમાં બે સામાન્ય વર્ગમાંથી એટલે કે જૈમીન ઠાકર અને મનીષ રાડીયા કોર્પોરેટર હતા. આવનાર ચુંટણીમાં આ વોર્ડમાંથી બે માંથી એક જ કોર્પોરેટર લડી શકશે. આ ઉપરાંત ડો.દર્શિતાબેન ધારાસભ્ય હોવાથી બાદબાકીની લાઇનમાં છે.
વોર્ડ નં.૩
નવા માળખા મુજબ બે મહિલા સામાન્ય વર્ગ, એક પછાત વર્ગ પુરૂષ અને એક સામાન્ય વર્ગ પુરૂષની બેઠક જાહેર કરવામાં આવી છે. હાલમાં આ વોર્ડમાં નરેન્દ્રસિંહ જાડેજા, બાબુભાઇ ઉધરેજા, અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાણી કોર્પોરેટર છે. નવા માળખા મુજબ આ વોર્ડમાં રોટેશન મુજબ ફેરફાર થયો નથી.
વોર્ડ નં.૪
આ વોર્ડમાં એક પછાત વર્ગ મહિલા, એક સામાન્ય વર્ગ મહિલા, બે સામાન્ય વર્ગ પુરૂષની બેઠકો છે. હાલમાં આ વોર્ડમાં કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા તથા કાળુભાઇ કુગશીયા, પરેશભાઇ પીપળીયા કોર્પોેરટર છે. નવા રોટેશન મુજબ બે પુરૂષની સામાન્ય વર્ગમાં થતા આ વોર્ડમાંથી કાળુભાઇ કુગશીયાને લડવા માટે ધુંધળી આશા જોવા મળી રહી છે.
વોર્ડ નં.૫
બે મહિલા સામાન્ય વર્ગ તથા એક પછાતવર્ગ પુરૂષ અને એક સામાન્યર્ગ પુરૂષને બેઠક ફાળવવામાં આવી છે. હાલમાં આ વોર્ડમાં હાર્દિક ગોહિલ, દિલીપ લુણાગરીયા તથા રસીલાબેન સાકરીયા તથા વજીબેન ગોલતર નગરસેવક છે. નવા માળખા મુજબ વર્તમાન નગરસેવક વજીબેન ગોલતર અને હાર્દિક ગોહિલ આ વોર્ડમાંથી ચુંટણી નહી લડી શકે અથવા બેઠક બદલવી પડશે.
વોર્ડ નં.૬
રાજય ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ રોટેશન મુજબ આ વોર્ડમાં એક અનુસુચિત જાતી મહિલા એક સામાન્ય વર્ગ તથા એક પછાતવર્ગ પુરૂષ, એક સામાન્ય વર્ગ પુરૂષની બેઠક જાહેર કરેલ છે. આ વોર્ડમાં પરેશ પીપળીયા, ભાવેશભાઇ દેથરીયા, દેવુબેન જાદવ, મંજુબેન કુગશીયા કોર્પોરેટર હતા.
વોર્ડ નં.૭
નવા માળખા મુજબ એક પછાત વર્ગ મહિલા, એક સામાન્ય વર્ગ મહિલા તથા એક અનુસુચિત આદિજાતી અને એક સામાન્ય વર્ગ પુરૂષની બેઠક છે. આ વોર્ડમાં દેવાંગ માકંક, નેહલ શુકલ, જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી કોર્પોરેટર હતા. આગામી ચુંટણીમાં એક પછાત વર્ગ મહિલા અને એક અનુસુચિતઆદિજાતી પુરૂષ બેઠક અનામત થતા હાલના કોર્પોેરેટર દેવાંગભાઇ તથા નેહલભાઇ ચુંટણી લડી શકશે અથવા વોર્ડ બદલવાની ફરજ પડશે એ તો આગામી સમય અને સમીકરણો પર નજર રહેશે.
વોર્ડ નં.૮
આ વોર્ડમાં બે સામાન્યવર્ગ મહિલા અને એક પછાત વર્ગ પુરૂષ અને એક સામાન્ય પુરૂષની બેઠક છે. હાલમાં ડો.દર્શનાબેન પંડયા, સી.એસ. પ્રિતીબેન દોશી તથા અશ્વીન પાંભર, બીપીન બેરા કોર્પોરેટર હતા. નવા માળખા મુજબ એક બેઠક પછાતવર્ગ પુરૂષને ફાળવવામાં આવી છે. ત્યારે ઉપરોકત બન્ને માંથીે પુરૂષ કોર્પોેરટરને તક મળી શકે છે.
વોર્ડ નં.૯
આ વોર્ડમાં એક પછાતવર્ગ મહિલા, એક સામાન્ય વર્ગ મહિલા, એક અનુસુચિત જાતી પુરુષ અને સામાન્ય વર્ગની બેઠક છે. હાલમાં પુષ્કર પટેલ, જીતુભાઇ કાટોળીયા, આશાબેન ઉપાધ્યાય, દક્ષાબેન વસાણી નગર સેવક હતા. નવા માળખા મુજબ આ વોર્ડમાં એક મહિલા અને એક પુરૂષની બેઠક ઉપરોકત મુજબ અનામત થતા એક મહિલા અને એક પુરૂષ નગરસેવકો આ વોર્ડ માંથી ચૂંટણી નહિ લડી શકે અથવા બેઠક બદલવાની ફરજ પડશે.
વોર્ડ નં.૧૦
આ વોર્ડમાં બે સામાન્ય વર્ગ મહિલા, એક પછાતવર્ગ પુરૂષ, એક સામાન્યવર્ગ પુરુષની બેઠક જાહેર કરવામાં આવી છે. ત્યારે આ વોર્ડમાંથી ચેતન સુરેજા અને નરેન્દ્રસિંહ વાઘેલા સિવાય નવા ચહેરાને ભાજપ માંથી તક કળી શકે તેમ છે.
વોર્ડ નં.૧૧
આ વોર્ડમાં બે સામાન્યવર્ગ મહિલા એક પછાતવર્ગ પુરૂષ અને એક સામાન્યવર્ગ પુરૂષની બેઠક જાહેર કરવામાં આવી છે. આ વોર્ડમાં હાલમાં ભારતીબેન પાડલીયા, નીલુબેન જાદવ, રણજીતભાઇ સાગઠીયા તથા વિનોદભાઇ સોરઠીયા કોર્પોેરટર છે. નવા માળખા મુજબ એક મહિલા અને એક પુરૂષ નગરસેવકો નવા ચહેરા તરીકે આવી શકવાની સંભાવના છે.
વોર્ડ નં.૧૨
આ વોર્ડમાં બે સામાન્યવર્ગ મહિલા એક પછાતવર્ગ પુરૂષ અને એક સામાન્યવર્ગ પુરૂષની બેઠક જાહેર કરવામાં આવી છે. આ વોર્ડમાં હાલમાં ડો.પ્રદિપ ડવ, મગનભાઇ સોરઠીયા, મીતલબેન લાઠીયા, અસ્મિતાબેન દેલવાડીયા કોર્પોરેટર છે.
વોર્ડ નં.૧૩
નવા માળખા મુજબ પછાતવર્ગ મહિલા, સામાન્યવર્ગ મહિલા તથા બે સામાન્ય વર્ગ પુરૂષને બેઠક ફાળવવામાં આવી છે. આ વોર્ડમાં સુરેન્દ્રસિંહ વાળા, નીતીન રામાણી, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા કોર્પોરેટર હતા.
વોર્ડ નં.૧૪
આ વોર્ડમાં પછાતવર્ગ મહિલા, સામાન્યવર્ગ મહિલા તથા બે સામાન્ય વર્ગ પુરૂષની બેઠક ફાળવવામાં આવી છે. હાલમાં આ વોર્ડમાં ભારતીબેન મકવાણા, વર્ષાબેન રાણપરા, કેતનભાઇ ઠુંમર, નિલેશભાઇ જલુ કોર્પોેરેટર હતા. આ નવા માળખામાં પછાતવર્ગ મહિલાને બેઠક ફાળવવામાં આવતા હાલના કોર્પોરેટર નીલેશ જલુને ચુંટણી લડવાની આશા ધુંધળી દેખાઇ રહી છે.
વોર્ડ નં.૧૫
આ વોર્ડમાં એક પછાતવર્ગ મહિલા, એક સામાન્ય વર્ગ મહિલા અને એક પછાતવર્ગ પુરૂષ, એક સામાન્યવર્ગ પુરૂષને બેઠક ફાળવવામાં આવી છે. આ વોર્ડમાં કોમલબેન ભારાઇ, ભાનુબેન સોરાણી, વશરામભાઇ સાગઠીયા, મકબુલ દાઉદાણી કોર્પોેરેટર હતા. અહીં ખરાખરીનો પેચ જોવા મળી રહ્યો છે. કોંગ્રસમાં પણ અંદરો અંદર કોર્ર્પોરેટરોની ખેંચતાણ ચાલી રહી છે. બીજીતરફ ભાજપ
વોર્ડ નં.૧૬
આ વોર્ડમાં એક પછાતવર્ગ મહિલા, એક સામાન્ય વર્ગ મહિલા અને એક અનુસુચીતજાતી પુરૂષ અને એક સામાન્ય વર્ગ પુરૂષને બેઠક ફાળવવામાં આવી છે. આ વોર્ડમાં કંચનબેન સિધ્ધપુરા, રૂચિતાબેન જોષી, નરેન્દ્ર ડવ, સુરેશ વસોયા કોર્પોેરેટર હતા. આગામી ચુંટણીમાં બન્ને પુરૂષ નગરસેવકોમાંથી જો પાર્ટી ઇચ્છે તો એક જ કોર્પોરેટર આ વોર્ડમાંથી લડી શકશે.
વોર્ડ નં.૧૭
આ વોર્ડમાં બે સામાન્ય વર્ગ મહિલા અને એક પછાતવર્ગ પુરૂષ, એક સામાન્ય વર્ગ પુરૂષની બેઠક ફાળવવામાં આવી છે. આ વોર્ડમાં વિનુભાઇ ધવા, રવજીભાઇ મકવાણા, કીર્તીબા રાણા, અનિતાબેન ગોસ્વામી કોર્પોરેટરહતા.
વોર્ડ નં.૧૮
આ વોર્ડમાં એક પછાતવર્ગ મહિલા, એક સામાન્ય વર્ગ મહિલા તથા એક અનુસુચીત જાતી પુરૂષ, એક સામાન્ય વર્ગ પુરૂષની બેઠક ફાળવવામાં આવી છે. હાલમાં આ વોર્ડમાં સંજયસિંહ રાણા, સંદિપ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા કોર્પોરેટર છે. આ વોર્ડમાં બે પૈકી એક નગરસેવક ચુંટણી નહી લડી શકે.
આગામી સમયમાં યોજાનાર મ્યુનિસિપલ કોર્પોરેશન ચુંટણીમાં ઘણા નવા ચહેરાઓને પણ તક મળી શકે તેમ છે અને ચાર ડઝનથી વધુ નગરસેવકોની બાદબાકી નિヘીત છે.
ધરખમ રાજકીય ફેરફાર થશે
રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. આગામી ૨૬ એપ્રિલનાં રોજ મતદાન થવાનું છે. જે અંતર્ગત મહાનગરપાલિકામાં સત્તા હાંસલ કરવા માટે તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ પોતાની વ્યૂહરચના તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.
આ વર્ષની ચૂંટણી અગાઉના વર્ષો કરતા તદ્દન અલગ સાબિત થવાની છે, કારણ કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બેઠકોના રોટેશનમાં કરવામાં આવેલા મોટા ફેરફારે રાજકીય સમીકરણોને હચમચાવી દીધા છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે, આ નવા ફેરફારોને કારણે અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાશે.
વોર્ડ નં. ૧: અહીં ગાંધીગ્રામ જેવા વિસ્તારોમાં વ્હાઇટ કોલર મતદારોની સંખ્યા વધી છે. અગાઉ અહીં પ્રથમ બેઠક અનુસૂચિત જાતિ માટે હતી, જે હવે પછાત જ્ઞાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. આ વોર્ડમાં પછાત જ્ઞાતિના ૪૦૦૦થી વધુ મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે.
વોર્ડ નં.૨માં પહેલી બેઠક સામાન્યમાંથી અનુસૂચિત જાતિની થઈ છે. વોર્ડ ૫માં ત્રીજી બેઠક હવે પછાત વર્ગ માટે છે. વોર્ડ ૬માં પણ બે મોટા ફેરફારો થયા છે, જ્યાં પહેલી બેઠક અનુસૂચિત જાતિ અને ત્રીજી પછાત જ્ઞાતિના ઉમેદવારને ફાળવાઈ
: વોર્ડ ૭માં પહેલી બેઠક અનુસૂચિત જાતિમાંથી પછાત વર્ગની થઈ છે, જ્યારે ત્રીજી સામાન્ય બેઠક અનુસૂચિત જાતિને મળી છે. વોર્ડ ૮માં ત્રીજી બેઠક પછાત વર્ગ માટે અનામત છે. વોર્ડ ૯માં પહેલી બેઠક પછાત અને ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ માટે જાહેર કરાઈ છે. વોર્ડ ૧૦માં એક બેઠક પછાત વર્ગમાંથી સામાન્ય થઈ છે, જ્યારે ત્રીજી સામાન્ય બેઠક પછાત વર્ગને ફાળવવામાં આવી છે. વોર્ડ ૧૧માં ત્રીજી બેઠક હવે પછાત જ્ઞાતિના ફાળે ગઈ છે. વોર્ડ ૧૨માં પહેલી બેઠક પછાતમાંથી સામાન્ય ઉમેદવાર માટે ખુલ્લી મુકાઈ છે. વોર્ડ ૧૪ અને ૧૫માં પહેલી બેઠક અનુસૂચિત જાતિમાંથી પછાત વર્ગની થઈ છે. વોર્ડ ૧૬માં પહેલી બેઠક પછાત અને ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. વોર્ડ ૧૮માં પણ સમાન રીતે પ્રથમ બેઠક પછાત અને ત્રીજી બેઠક અનુસૂચિત ઉમેદવાર માટે રાખવામાં આવી છે.
આપના ઉમેદવારો
રાજકોટ : આગામી મનપાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા તબક્કા વાઇઝ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તેમા વોર્ડ નં. ૧માં પ્રભા બેન, મહેશ બાંભુવા, વાલજી ભાઈ, રાજલ બેન ગઢવી, વોર્ડ નં. ર હંસા બેન,રીના બેન છત્રોલા, સમીર બેલિયમ, ચિંતન દવે, વોર્ડ નં. ૩માં જ્યોતિ બેન પરમાર, ગીતા બા ગુલાબસિંહ જાડેજા, અખ્તર બલોચ,પરેશ દુલાની વોર્ડ નં. ૪ માં અવની જાગાણી, રિદ્ધિ બેન મેતરીયા, હાર્દિક રાબડિયા, રાહુલ ભુવા વોર્ડ નં. પ માં નીતાબેન અજાણી, કિંજલ બેન ભરવાડ, અશોક દુધાગ્રા, જયદીપ ભડાણીયા વોર્ડ નં. ૬ માં કુલદીપ રામાણી, નરેન્દ્ર જાગાણી, રેખાબેન ડાંગર, મંજુલાબેન પારઘી વોર્ડ નં. ૭માં દિપક મુલીયાણા, ચેતના મનોજ અમરેલીયા, દીપાલી મહેતા, પરેશ સિંગલા, વોર્ડ નં. ૮ માં દિનેશ જોષી, શિવલાલ બારસીયા, મૌસમી બેન કલ્યાણી, ગીતા બેન ભલાણી, વોર્ડ નં. ૯માં જગદીશ મારુ, નીતા નીલેશ મહેતા, લાલજી ચૌહાણ, અંજનાબેન વાછાણી, વોડં નં. ૧૦માં જયદીપ નિમ્બાર્ક, ભાવના બેન ગજેરા, મૌલિક દેલવાડિયા, વોર્ડ નં. ૧૧ માં કિરણ ગોહેલ, રૂપલ એલ્વિશ વાછાણી, મંજુ બેન વિનોદ ભાઈ સિંગાલા, પિયુષ ભંડેરી, વોર્ડ નં. ૧ર માં મહેશ રાઠોડ, વોર્ડ નં. ૧ર માં દક્ષાબેન ગોઝારીયા, આરતી પીયૂષ પાંભેર, મિલન સોજીત્રા, વોર્ડ નં. ૧૩ માં દિવ્યાબેન દવે, હંસા બેન, નીરવ પરસાણા, સંજયસિંહ વાઘેલા, વોર્ડ નં. ૧૪ માં શીતલ ગોહેલ, સોનલબેન, જયદીપ નકુમ નકુમ, નૈમિષ પાટડિયા, વોર્ડ નં. ૧૫ માં સાયરાબેન ઝોળીયા, લાખા ભાઈ મોરવાડીયા, પ્રકાશ ચાવડા, ખેરુન બેન ભુવાડ, વોર્ડ નં. ૧૬ માં જય ભરત ભાઈ દાફડા, દિવ્યાબેન ગોહેલ, વિવેક લીંબાસીયા, વોર્ડ નં. ૧૭ માં પ્રણવ ગઢવી, જ્યોતિબેન યશિકા કાચા,વિનુ પીપળીયા, સોનલ બેન ખુંટ, વોર્ડ નં. ૧૮ માં સુરજ બગડા,રીટાબેન ખાટરીયા, સોનલ બેન સાવલીયા, રાજેશ ડાંગરીયા, સહિતનો સમાવેશ થાય છે.
કોંગ્રેસની પ્રથમ યાદીમાં
શીક્ષિત-યુવા-જુના જોગીને સ્થાન
રાજકોટઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયા બાદ કોંગ્રેસ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને મોરબી એમ ૭ મહાનગરપાલિકા માટે ૨૪૩ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોના નામની જાહેરાત બાદ કોઈ વિવાદની શકયતા ન હોય તેવા ઉમેદવારોના નામની જાહેરાત હાલ કરી દેવામાં આવી છે. જે વોર્ડમાં ખેંચતાણ હોય ત્યાંના નામ હવે જાહેર કરાશે. કોંગ્રેસ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં રાજકોટના ૪૦ ઉમેદવારો જાહેર કરાયા છે.
કોંગ્રેસના જાહેર થયેલ ઉમેદવારોની યાદી જોઇએ તો વોર્ડ નં.૧માં રમેશભાઈ જુંજા(ભરવાડ), વોર્ડ નંબર ૨માં ગીતાબેન પરમાર, નયનાબા જાડેજા, સલીમભાઈ કરિયાણી, વોર્ડ નં. ૪માં શીતલબેન પરમાર, વોર્ડ નં. ૪માં કલ્પનાબેન ગોસ્વામી,ં મેપાભાઈ કણસાગરા, ં ઠાકરશીભાઈ ગજેરા, દિપકભાઈ મકવાણા, વોર્ડ નં. ૫માં હંસાબેન સોનારા, રૈયાભાઈ બાંભવા, જીતેન્દ્રભાઈ રૈયાણી ,વોર્ડ નં. ૬માં દક્ષાબેન મકવાણા,દેવુબેન જાદવ, ઉકેશભાઈ રબારી, શૈલેશભાઈ સાકરિયા તેમજ વોર્ડ નં. ૮માં રણજીતભાઈ મુંધવા, વોર્ડ નં. ૯માં ગીરીશભાઈ ઘરસંડિયા, વોર્ડ નં. ૧૦માં ભાર્ગવીબા ગોહિલ, ભાવેશભાઈ ચૌહાણ,વોર્ડ નં. ૧૦માં ડો. રતિલાલ ડોબરિયાની વોર્ડ નં. ૧૨માં સંજયભાઈ અજુડિયા, કમલેશભાઈ કોઠીવાળ,ઉર્વશીબેન જાડેજા, વોર્ડ નં. ૧૩માં અંજનાબેન પંચાસરા, શાંતાબેન મકવાણા તથા વોર્ડ નં. ૧૪માં અનિશભાઈ જોશી, સુનીલભાઈ ચાવડીયા, ં પ્રિતેશભાઈ ચાવડીયા, સરયુબેન શિયાણી, વોર્ડ નં. ૧૬માં રસીલાબેન ગેરૈયા, દિપ્તીબેન સોલંકી,ં મહિપાલભાઈ ચૌહાણ, ઈબ્રાહીમભાઈ સોરા, વોર્ડ નંબર ૧૭માં ગાયત્રીબેન ભટ્ટ,યોગીતાબેન જાડેજા, શૈલેશભાઈ રૂપાપરા તેમજ વોર્ડ નં. ૧૮માં માનસીબેન બુટાણી, રવિભાઈ જીતીયા, નીતિનભાઈ ભંડેરી સહિતનાં ૪૦ ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.
મનપામાં કયા વોર્ડમાં કઇ કઇ બેઠક અનામત
વોર્ડ પહેલી બેઠકની બીજી બેઠકની ત્રીજી બેઠકની ચોથી બેઠકની
નંબર ફાળવણીસ્ત્રી ફાળવણીસ્ત્રી ફાળવણી અનામત ફાળવણી અનામત
અનામત અનામત કે બિનઅનામત કે બિન અનામત
૧ પછાતવર્ગ સામાન્ય સામાન્ય સામાન્ય
૨ અનુસૂચિત જાતિ સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૩ સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૪ પછાતવર્ગ સામાન્ય સામાન્ય સામાન્ય
૫ સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૬ અનુસૂચિત જાતિ સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૭ પછાતવર્ગ સામાન્ય અનુસૂચિત આદિજાતિ સામાન્ય
૮ સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૯ પછાતવર્ગ સામાન્ય અનુસૂચિત જાતિ સામાન્ય
૧૦ સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૧૧ સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૧૨ સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૧૩ પછાતવર્ગ સામાન્ય સામાન્ય સામાન્ય
૧૪ પછાતવર્ગ સામાન્ય સામાન્ય સામાન્ય
૧૫ પછાતવર્ગ સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૧૬ પછાતવર્ગ સામાન્ય અનુસૂચિત જાતિ સામાન્ય
૧૭ સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
૧૮ પછાતવર્ગ સામાન્ય અનુસૂચિત જાતિ સામાન્ય










