News of Thursday, 9th April 2026
શું તમે અભિનેત્રી અને ગાયિકા ‘આશા પોસલે' ને ઓળખો છો?
સબીરા બેગમ કે જેઓ બ્રિટિશ ભારત અને પાકિસ્તાનની એક સુપ્રસિદ્ધ ગાયિકા અને અભિનેત્રી રહી ચૂક્યા છે જેઓ ‘આશા પોસલે' ના ઉપનામથી પ્રખ્યાત હતા.! જ્જ હિન્દી ફિલ્મોમાં સહાયક અભિનેત્રી બનીને ભારતના ભાગલા પછી પાકિસ્તાની સિનેમા તરફ વળ્યા આશા પોસલેની મોટી બહેન ‘કૌસર પરવીન' પણ પ્લેબેક સિંગર તરીકે કામ કરતા જ્યારે બીજી બહેને રાની કિરણના સ્ક્રીન નામથી ફિલ્મોમાં અભિનય કર્યો લોકપ્રિય સંગીત દિગ્દર્શક ગુલામ હૈદરે તેમને આશા પોસલેનું સ્ક્રીન નામ આપ્યું

ધારો કે હું તમને પ્રશ્ન પૂછું કે શું તમે ગાયિકા આશા પોસલેને જાણો છો? સ્વાભાવિક રીતે તમને લાગશે કે હું કાં તો મજાક કરુ છું અથવા આવો અર્થહિન પ્રશ્ન શા માટે કરુ છું? વિશ્વ વિખ્યાત આશા ભોંસલેને કોણ નથી ઓળખતું? પણ શું તમે ગાયિકા ‘આશા પોસલે' થી પરિચિત છો? નવાઇ લાગી ને? જ્યારે પહેલીવાર મેં સાંભળ્યુ ત્યારે મને પણ આヘર્ય થયું હતુ કે આવી કોઈ ગાયિકા નથી! પણ હકીકતે સ્વર્ગસ્થ સબીરા બેગમ કે જેઓ બ્રિટિશ ભારત અને પાકિસ્તાનની એક સુપ્રસિદ્ધ ગાયિકા અને અભિનેત્રી રહી ચૂક્યા છે જેઓ ‘આશા પોસલે' ના ઉપનામથી પ્રખ્યાત હતા.! ઇ.સ. ૧૯૪૮ માં પાકિસ્તાનમાં નિર્મિત અને રિલીઝ થયેલી પહેલી ઉર્દૂ ભાષાની ફિલ્મ તેરી યાદ થી શરૂ થયેલી અને પાકિસ્તાની રાજ્ય દ્વારા તેમના સર્વોચ્ચ સન્માન, નિગાર એવોર્ડથી સન્માનિત થયેલી, આ મહાન અભિનેત્રી અને ગાયિકાનું ૨૫ માર્ચ, ૧૯૯૮ ના રોજ પાકિસ્તાનના પંજાબના લાહોરમાં અવસાન થયું હતું.
આશા પોસલેનું નામ ઇતિહાસમાં એક યાદગાર અભિનેત્રી તરીકે એટલું ચોક્કસ નથી, પરંતુ તે પાકિસ્તાની સિનેમાની પહેલી મુખ્ય અભિનેત્રી હતી તે હકીકતને કારણે પણ વધુ ચોક્કસ છે. તેમણે પહેલી પાકિસ્તાની ફિલ્મ ‘તેરી યાદ' (૧૯૪૮)માં દિલીપ કુમારના નાના ભાઈ નાસિર ખાન સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઇ.સ. ૧૯૨૭ માં પંજાબના પટિયાલામાં જન્મેલી સબીરા બેગમ, આશા પોસલેએ રેડિયો કાર્યક્રમો માટે બાળ કલાકાર તરીકે શરૂઆત કરી હતી અને ઇ.સ. ૧૯૪૦ ના દાયકામાં હિન્દી ફિલ્મોમાં સહાયક અભિનેત્રી બનીને ભારતના ભાગલા પછી પાકિસ્તાની સિનેમા તરફ વળ્યા હતા. તેમના પિતા સંગીત નિર્દેશક ઇનાયત અલી નાથ, દિલ્હીમાં એચ.એમ.વી સાથે કામ કરતા હતા. સંગીતમાં ઔપચારિક તાલીમ મેળવ્યા પછી તેણીએ ફિલ્મ ગોવંધી (૧૯૪૨) માં થોડી ભૂમિકા ભજવીને પોતાની સિનેમા યાત્રા શરૂ કરી જે એક પંજાબી ફિલ્મ હતી જેમાં લોકપ્રિય હીરો શ્યામનો પણ પ્રવેશ થયો હતો. જ્યારે આશા પોસલેના પિતા લાહોર ગયા ત્યારે તેમને રૂપ કે શોર કે જેઓ ત્યાં ચિત્રો બનાવી રહ્યા હતા તેમના દ્વારા એક કોન્ટ્રાક્ટ ઓફર કરવામાં આવ્યો. લોકપ્રિય સંગીત દિગ્દર્શક ગુલામ હૈદરે તેમને આશા પોસલેનું સ્ક્રીન નામ આપ્યું.
પોસલેનું પહેલું હિન્દી ફિલ્મ ‘ચંપા' (૧૯૪૫) હતું. જેમાં શોરી પિક્ચર્સ માટે મનોરમાનો અભિનય કર્યો હતો. ત્યારબાદ તેણીએ શોરી માટે બીજી એક ફિલ્મ ‘બદનમી' (૧૯૪૬) કરી જેમાં ગીતા બાલીએ નાની ભૂમિકામાં પ્રવેશ કર્યો. તેણીએ લાહોરમાં અન્ય ફિલ્મ નિર્માતાઓ માટે પણ ફિલ્મો કરી. જેમ કે દાઉદ ચાંદ - પરાયે બસ મેં (૧૯૪૬) જ્યાં તેણીએ પ્રાણ સાથે કામ કર્યું હતું. મીના શોરી અભિનીત અર્સી (૧૯૪૭) એક રોઝ (૧૯૪૭), બરસત કી એક રાત (૧૯૪૮), રૂપ રેખા (૧૯૪૮) ફિલ્મો આશા પોસલે દ્વારા અભિનય કરાયેલી છેલ્લી 'ભારતીય' ફિલ્મોમાંની એક હતી.
આશા પોસલે માટે ‘તેરી યાદ' ફિલ્મ એક કરતાં વધુ રીતે યાદગાર હતી. તે ફક્ત પાકિસ્તાની સિનેમાની પહેલી નાયિકા જ નહોતી પણ તેના પિતા ઇનાયત અલી નાથ ફિલ્મના સંગીત દિગ્દર્શક હતા અને આમ દેશના પહેલા સંગીત દિગ્દર્શક હતા જેથી આશા પોસલેએ દાઉદ ચાંદ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ૪ ગીતો ગાયા હતા. જોકે, તેરી યાદ તેમજ મુખ્ય અભિનેત્રી તરીકેની તેની ફિલ્મો ગલત ફેહમી (૧૯૪૯), શોલા (૧૯૫૨) અને બુલબુલ (૧૯૫૫) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી શકી નહીં જેના કારણે તેની નાયિકા તરીકેની કારકિર્દીનો અંત આવ્યો હતો.
ત્યારબાદ સબીરા બેગમ ઉર્ફ આશા પોસલેએ આヘર્યજનક રીતે ફિલ્મ ‘સસ્સી' (૧૯૫૪) અને ખાસ કરીને ‘ઇન્તેઝાર' (૧૯૫૬) માં વેમ્પની ભૂમિકા ખૂબ અસરકારક રીતે ભજવવાનો માર્ગ બદલ્યો જ્યાં તેણીએ નૂરજહાંનો રોલ ભજવ્યો અને પાકિસ્તાની સિનેમામાં પણ સહાયક ભૂમિકાઓ ભજવી. થોડા સમય માટે તેણીએ નઝર અને આસિફ જાહ સાથે એક સફળ કોમિક ટીમ બનાવી, ૧૯૫૦ અને ૬૦ ના દાયકાની શરૂઆતમાં ફિલ્મોના સતત પ્રવાહમાં અભિનય કરવાનું ચાલુ રાખ્યું. આશા પોસલેમાં નોંધપાત્ર ગાયન ક્ષમતા હોવાથી તેણી રેડિયો અને સ્ટેજ પર પણ વૈકલ્પિક કારકિર્દી બનાવવામાં સફળ રહી. હકીકતમાં તેણીએ ગાયનને કારણે ટેલિવિઝન પર પણ પ્રવેશ કર્યો હતો. તેણીની આસપાસ કેન્દ્રિત એક પ્રખ્યાત કાર્યક્રમ ‘આશા તમાશા' પણ રજુ થયો હતો.
આશા પોસલે વર્ષો સુધી નાની નાની ભૂમિકાઓમાં અભિનય કરતી રહી તેમની છેલ્લી ફિલ્મ ઇન્સાફ (૧૯૮૬) હતી. હકીકતમાં, તેણીએ તેની કારકિર્દીમાં ફક્ત પાકિસ્તાનમાં ઉર્દૂ અને પંજાબી સિનેમામાં ૧૦૦ થી વધુ ફિલ્મો કરી ઉપરાંત અવિભાજિત ભારતમાં તેમની શરૂઆતની કેટલીક ફિલ્મો પણ કરી. તેમની મોટી બહેન ‘કૌસર પરવીન' પણ ૧૯૫૦ ના દાયકામાં પાકિસ્તાની ફિલ્મ ઉદ્યોગમાં પ્લેબેક સિગર તરીકે કામ કરતી હતી પરંતુ તેમનું યુવાનીમાં જ અવસાન થયું હતું જ્યારે બીજી બહેને પણ રાની કિરણના સ્ક્રીન નામથી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મોટાભાગના ભૂતકાળના કલાકારોની જેમ આશા પોસલેનું પાકિસ્તાનમાં ૨૫ માર્ચ ૧૯૯૮ ના રોજ અવસાન થયું. જોકે કેટલીક સાઇટ્સ પર તેમના મૃત્યુની તારીખ ૨૬ માર્ચ ૧૯૯૮ તરીકે ઉલ્લેખ છે

પ્રશાંત બક્ષી
મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯
(4:18 PM IST)










