<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

કાલાવડ રોડ સ્‍વામીનારાયણ મંદિર નજીક વહેલી સવારે કાર હડફેટે વૃધ્‍ધનું મૃત્‍યુ

વોકિંગમાં નીકળેલા ૭૩ વર્ષીય ચંદ્રકાંતભાઈ કામદારને કાળ ભેટી ગયોઃ માલવીયાનગર પોલીસે કાર ચાલકની અટકાયત કરી

રાજકોટ, તા. ૧૦: શહેરમાં બેફામ દોડતા વાહનોએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. આજે વહેલી સવારે શહેરના રાજમાર્ગ ગણાતા કાલાવડ રોડ પર સ્‍વામિનારાયણ મંદિર સામે  અકસ્‍માત સર્જાયો હતો. જેમાં ર્મોનિંગ વોકમાં નીકળેલા ૭૩ વર્ષીય ચંદ્રકાંતભાઈ કામદારને પૂરપાટ ઝડપે આવતી કારે હડફેટે લેતા તેમનુ મોત નીપજ્‍યું છે.

મળતી માહિતી મુજબ, યુનિવર્સિટી રોડ પર આવેલા જલારામ-૧, રામકળષ્‍ણ એપાર્ટમેન્‍ટમાં રહેતા ચંદ્રકાંતભાઈ ભોગીલાલ કામદાર (ઉં.વ. ૭૩) આજે સવારે આશરે ૭:૨૦ વાગ્‍યે કાલાવડ રોડ પર વોકિંગ કરી રહ્યા હતા. તેઓ જ્‍યારે રાધિકા જ્‍વેલર્સ પાસે પહોંચ્‍યા ત્‍યારે પુરપાટ ઝડપે ધસી આવેલી એક કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્‍માત એટલો ભયાનક હતો કે ચંદ્રકાંતભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

લોહીલુહાણ હાલતમાં વળદ્ધને તાત્‍કાલિક રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. જોકે, હોસ્‍પિટલના ફરજ પરના તબીબ ડો. કળપાલી કોટડીયાએ તેમને તપાસીને મળત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા જ સિવિલ પોલીસ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઈ આર. આર. કોઠીયા અને તેમની ટીમ હોસ્‍પિટલ દોડી ગઈ હતી. પોલીસે મળતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતક ચંદ્રકાંતભાઈ કામદાર હાલ નિવળત્ત જીવન જીવતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.પોલીસે અકસ્‍માત સર્જનાર કાર ચાલકની અટકાયત  કરી લીધી છે અને તેની સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.(૬.૯)

(3:01 PM IST)