તા. ૨૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૧ મંગળવાર
News of Friday, 10th April 2026
સ્માર્ટ સિટી રાજકોટના સ્માર્ટ પ્રોજેક્ટસઃ ગ્રીન હાઈડ્રોજનથી લઈ એઆઈ એમ્બ્યુલન્સ સુધીના કન્સેપ્ટ મોડેલ્સ રજૂ થશે
આર્ટ ગેલેરી ખાતે કાલથી ત્રણ દિવસ આર્કીટેક્ચર, ઈન્ટીરીયર ડિઝાઈન અને એન્જિનિયરીંગના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન ભાવિ એન્જિનિયરો અને ડિઝાઈનર્સની કલા કૌશલ્યના દર્શન થશે, આધુનિક ટાઉનશીપ મોડેલ્સ અને ટેકનોલોજી મુખ્ય આકર્ષણ

રાજકોટઃ શહેરના આંગણે તા.૧૧, ૧૨ અને ૧૩ એપ્રિલ (શનિ, રવિ, સોમ) ત્રિવેણી સંગમ થશે. શ્યામપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે આર્કીટેક્ચર, ઈન્ટીરીયર ડીઝાઈન અને એન્જીનીયરીંગના વિવિધ અત્યાધુનિક પ્રોજેક્ટનું વિીશષ્ટ પ્રદર્શન સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી નિહાળી શકાશે. ધો.૧૦, ૧૧ અને ૧૨ સહિત તમામ ધોરણોના શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓએ આ તક ચૂકવા જેવી નથી. આર્કીટેક્ચર, ઈન્ટીરીયર ડીઝાઈન અને એન્જીનીયરીંગમાં કારકીર્દિ બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ઘર આંગણે ત્રિવેણી સંગમ હોવાનું જણાવાયું છે. ઈન્દુભાઈ પારેખ સ્કુલ ઓફ આર્કીટેક્ચર, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટિ-જીટીયુ સાથે સંલગ્ન કીચ સ્કુલ ઓફ ડિઝાઈન અને વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ દ્વારા આ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનીમાં ટાઉનશીપ બિલ્ડીંગ ઈન્સ્ટીટયુશનલ બિલ્ડીંગ, ઈન્ટીરીયર ડીઝાઈન અને એન્જીનીયરીંગના વિવિધ પ્રોજેક્ટના નિર્માણ હેતુ અનેકવિધ મોડેલ્સ, ડ્રોઈંગ, ફોટોગ્રાફ, એન્જીનીયરીંગ પ્રોટોટાઈપ તેમજ ડીઝાઈનની કૃતિઓ નિહાળી શકાશે. તા.૧૧ શનિવારે સવારે ૧૦ વાગ્યે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ તથા વી.વી.પી.ના ટ્રસ્ટીઓ દ્વારા આ પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવશે. આ પ્રદર્શનીમાં મોબાઈલ એપ્લીકેશા અથવા ઈન્ટરનેટ દ્વારા સંચાલિત આઈ.ઓ.ટી. બેઝડ વોટર હીટર, પેટ્રોલ-ડીઝલ, ગેસના વધતા જતા ભાવ અને તંગીને ધ્યાનમાં રાખી ગ્રીન હાઈડ્રોજન ઈંધણનો વિકલ્પ, મનુષ્યના અવાજ દ્વારા સંચાલિત હોમ એપ્લાયન્સીસ (લાઈટ, પંખા, એસી વગેરે), કપડાના સ્ટોર માટે સ્માર્ટ શોપીંગ કાર્ટ, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ થકી એમ્બ્યેલન્સ ડીટેકટીંગ સીસ્ટમ કે જેના થકી ટ્રાીફક સિગ્નલનુેં ઓટોમેટીક સંચાલન, વોટર ક્વોલીટી એનલાઈઝર, જી-પ્રોટીનનું સ્ટ્રક્ચર અને કાર્ય, સૂર્ય ઉર્જાથી ચાલતી ઈલેકટ્રીક કાર, સોલાર ટ્રેકીંગ સિસ્ટમ સાથેનું આધુનિક સોલાર ફાર્મ, ઈકો-ફ્રેન્ડલી ઈલેકટ્રીક સાયકલ, સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ સીસ્ટમ, ૩ડી પ્રીન્ટર.
આ પ્રદર્શનનો જાહેર જનતા, વિદ્યાર્થીઓ, વાલીઓ, ઉદ્યોગપતિઓ, આર્કીટેક, ઈન્ટીરીયર ડીઝાલ્નરને લાભ લેવા વી.વી.પી.ના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુક્લ, હર્ષલભાઈ મણીઆર, ડો.સંજીવભાઈ ઓઝા, ડો.નરેન્દ્રભાઈ દવે, ડો.નવીનભાઈ શેઠ, ઈન્દુભાઈ પારેખ કીચ સ્કુલ ઓફ ડીઝાઈનના આચાર્ય શૈલીબેન ત્રિવેદી તથા વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજનાં આચાર્ય ડો.પિયુષ વણઝારાએ નિમંત્રણ પાઠવ્યું છે.
આયોજનની સફળતા માટે ડો.દીપેશ કામદાર, ડો.દીપશ કુંડલીયા, પ્રો.અમિત પાઠક, ડો.ભાર્ગવ ગોકાણી, પ્રો.રૂષીકેશ કોટડીયા, પ્રો.રૂપેશ પટેલ, પ્રો.હીતેશ ચાંગેલા તથા સમગ્ર કર્મચારીગણ જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્વીરમાં સર્વ શ્રી કેતનભાઈ પરમાર (મો.૯૬૮૭૬ ૧૩૫૮૬), ભરતભાઈ મણીઆર (ગર્વનિંગ બોડી વી.વી.પી), શૈલીબેન ત્રિવેદી (આાર્ય-કેમ્પ સ્કુલ ઓફ ડિઝાઈન), હિતેષભાઈ ચાંગેલા (આઈપીએસએ પ્રોફેસર), ચિરાગભાઈ માલવી (પ્રેસ મિડીયા સભ્ય (વી.વી.પી), કેતનભાઈ પરમાર (પ્રેસ મિડીયા સભ્ય (વી.વી.પી)(મો.૯૬૮૭૬ ૧૩૫૮૬) નજરે પડે છે
(4:02 PM IST)










