<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

રાજકોટ વાલ્‍મીકી સમાજ દ્વારા ડીજીટલ સર્વે -૨૦૨૬ના ‘વિસ્‍તારકો'નો તાલીમ વર્ગ તથા સ્‍માર્ટ આઈડેન્‍ટી કાર્ડ વિતરણનો કાર્યક્રમ

રાજકોટ વાલ્‍મીકી સમાજ દ્વારા ડીજીટલ સર્વે - ૨૦૨૬ ના ‘વિસ્‍તારકો' નો તાલીમ વર્ગ તથા સ્‍માર્ટ આઈડેન્‍ટી કાર્ડ વિતરણનો કાર્યક્રમ

રાજકોટ વાલ્‍મીકી સમાજ ડીજીટલ સર્વે એપ્રિલ૨૦૨૬ નો લોન્‍ચીંગ કાર્યક્રમ  રાજયના શિક્ષણ મંત્રી  શ્રી પ્રધુમન વાપ ના હસ્‍તે તથા ધારાસભ્‍ય ડો.દર્શીતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેની ઉપસ્‍થિતિમાં યોજાયેલ. આ સર્વે માટે ડોર ટુ ડોર માહિતી એકત્ર કરવા માટે વાલ્‍મીકી સમાજના યુવાનોની ‘વિસ્‍તારક' તરીકે નિમણૂંક કરી તેમને તાલિમ તથા ‘વિસ્‍તારક' તરીકેના ઓળખકાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ.

આ કાર્યક્રમમાં રાજકોટ શહેર વાલ્‍મીકી સમાજના પ્રમુખ મુકેશભાઈ પરમાર, અજયભાઈ વાઘેલા, અ.જા.મો. ના શહેર પ્રમુખ દિનેશભાઈ ગોહેલ, યતિનભાઈ વાઘેલા, કિરીટભાઈ વાઘેલા, ગૌતમ ચૌહાણ, જલ્‍પેશ વાઘેલા, યોવન મેવાડા, વિક્રમ ગોરી, મયુર નારોલા, ગીરધર વાઘેલા, મનાભાઈ વાઘેલા, રામ પરમાર, પરેશ ટીમાણીયા, કપીલ વાઘેલા, વિરાટ વાઘેલા, મનોજ શીંગાળા, દિપક વાઘેલા, કૌશીક સોઢા, અરવિંદ રાઠોડ, સીચન જેઠવા, ભરતભાઈ મેવાડા, રાહુલ વાણીયા, પ્રશાંત વાડોદરા, ગીરીશ બારૈયા, જયરાજ પરમાર, રવિ વાઘેલા, મુકેશભાઈ વાળા, દશરથ પુરબીયા, પરબતભાઈ સોલંકી, રમેશભાઈ જેઠવા, પરાગ જેઠવા, મનસખ ઝાલા, અજય પરમાર, સુશીલ લઢેર, પ્રકાશ વાઘેલા, સત્‍યમ લઢેર, ભાવિન સોલંકી, જીજ્ઞેશ ચૌહાણ, ચંદ્રેશ ચૌહાણ, મહેશ ઢાંકેચા, શૈલેષ મકવાણા, રોનક ઝાલા, ઋતિક ઝાલા, રાહુલ રાઠોડ, કેવલ પરમાર, તીર્થ વાળા, રોતિ પરમાર, તુષાર વાડોદરા, આનંદ રાઠોડ, તુષાર વાઘેલા, નિહાલ પરમાર, નિખિલ વાળા, વિવેક પરમાર ઉપસ્‍થિત રહયા હતા.

(3:42 PM IST)