News of Friday, 10th April 2026
જિલ્લા પંચાયતમાં ડાંગર, ઢાંકેચા, હીરપરા, પીપળિયા, ટીલાળાને ટીકીટ
ઉમેદવારી કરવાના પૂર્વ દિન સુધી ભાજપના નામ જાહેર ન થતા ભારે ઉત્કંઠાઃ વિધિવત જાહેરાતની ગણાતી ઘડીઓ કોટડાસાંગાણીમાં અર્જુન ખાટરિયાના સ્થાને યુવરાજ ખાટરિયા તરફી ઝોકઃ બેડીમાં સુમિતાબેન ચાવડા યથાવત રહેવાના એંધાણ

રાજકોટ, તા. ૧૧: રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો જાહેર થવાની ઘડીઓ ગણાય રહી છે. ૩૬ બેઠકો પૈકી ૧૦ બેઠકો બક્ષીપંચ અનામત, ર૧ બેઠકો સામાન્ય, ૪ બેઠકો અનુ. જાતિ માટે અને ૧ બેઠક અનુ. જન જાતિ માટે છે. ભાજપ દ્વારા પુરી થયેલી ટર્મના ૩૦ પૈકી ૧પ થી વધુ સભ્યોની બાદબાકી થઇ ગયેલ છે. અમુક બેઠકમાં આંતરિક ખેંચતાણ, કયાક ઉમેદવાર તરીકે છેલ્લી ઘડીએ ધ્યાનમાં આવેલ ગેરલાયકાત વગેરે કારણોસર નામ જાહેર કરવામાં વિલંબ થઇ રહ્યો છે. આ સાંજ સુધીમાં નામ જાહેર થઇ થશે તેવું પાર્ટીના વર્તુળ જણાવે છે.
રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ધ્યાને ખેંચનાર કોટડાસાંગાણીની બેઠક પર અર્જુન ખાટરીયાની બાદબાકી થઇ ગઇ છે. છેલ્લી ઘડીનાં કોઇ ફેરફાર ન થાય તો તેમના સ્થાને તેમની પસંદગીના યુવરાજ ખાટરીયાને ટિકીટ આપવામાં આવશે. કોટડાની બીજી વેરાવળ-શાપર બેઠક પર ધર્મેન્દ્ર ટિલાળા ઉમેદવાર તરીકે ગતીથી આગળ વધી રહ્યા છે. ગોંડલની મૌવિયા બેઠક પર રાજુ ડાંગરના નામની અપચારિક જાહેરાત બાકી છે.
બેડીની સામાન્યસ્ત્રી બેઠકો પર ફરીથી બક્ષીપંચ વર્ગના સુમિતાબેન રાજાભાઇ ચાવડાને ટિકિટ મળી રહ્યાના નિર્દેશ છે. ત્રાંબામાં શ્રધ્ધાબેન મકવાણાનું નામ નિヘતિ માનવામાં આવે છે. કુંવાડવામાં સંજય પીપળીયા અને આટકોટમાં નિલેશ હિરપરા તરફ ટિકીટ થઇ રહી છે. સરધાર બેઠકમાં ઢાંકેચા પરિવારના જ બે-ત્રણ દાવેદારો વચ્ચે જોરદાર સ્પર્ધા બાદ વિલાસભાઇ ઢાંકેચાનું નામ નિヘતિ જેવું થઇ ગયું છે.
ઉપલેટાના ઠુંમીયાનીમાં હુંબલ પરિવારને ટિકીટ મળી ગઇ છે. ચરખડી બેઠકમાં ભરતભાઇ પટેલ ઉમેદવાર બની રહ્યા છે. વિરપુર બેઠકમાં જનકભાઇ ડોબરીયાનું નામ આગળ છે.
(4:00 PM IST)










