<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ચુંટણી જંગમાં ઉતરતા પહેલા પુર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ મેળવ્‍યા

રાજકોટઃ પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ આગામી રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનની ચુંટણીમાં વોર્ડ નં. ૩ ના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા પહેલા આજે ‘અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ મેળવ્‍યા હતા. વોર્ડ નં. ૩ માં અગાઉ સતત બે ટર્મ સુધી ચુંટાઇ અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલાએ તેમના વિસ્‍તારના નાનામાં નાના પ્રશ્ને દાખવેલી સજાગતાને લોકો આજે પણ યાદ કરે છે. આ ઉપરાંત તેમણે વિપક્ષી નેતા તરીકે સમગ્ર રાજકોટની પ્રજાને મળવી જોઇતી સુવિધાઓ અંગે સતત વિરોધ નોંધાવી એક જાગૃત કોર્પોરેટર તરીકે રાજયભરમાં નામના મેળવી હતી. હવે તેઓ ફરીથી પ્રજાના પ્રશ્ને લડી લેવાના નિヘય સાથે મેદાને આવી રહયા છે. આજે તેઓ અકિલાની મુલાકાતે આવ્‍યા ત્‍યારની તસ્‍વીરમાં અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સાથે ગાયત્રીબા વાઘેલા અને તેમના મોટા પુત્ર યશરાજસિંહ વાઘેલા નજરે પડે છે.  (ફોટોઃ અભીજીત બગથરીયા)

(3:48 PM IST)