News of Saturday, 11th April 2026
રાજકોટ જિલ્લા પંચાયત માટે ઉમેદવારીઃ ભાજપમાં ૧૩ પાટીદાર, ૧૦ કોળી ઉમેદવારો.
તાલુકા-જિલ્લા પંચાયતો માટે ફોર્મ ભરવા છેલ્લા દિવસે ઉમેદવારોનો ધસારોઃ રાજકોટ જિલ્લામાં કુલ ર૩૮ બેઠકો

રાજકોટ જિલ્લા પંચાયતની રાજકોટ પંથકની બેઠકો માટે આજે રાજકોટમાં ઉમેદવારી કરવામાં આવી રહી છે. ભાજપના ઉમેદવારો વિલાસભાઇ ઢાંકેચા, શ્રધ્ધાબેન મકવાણા, સુમિતાબેન ચાવડા, જસ્મીન પીપળિયા, દિલીપ સરવૈયા, રાધિકાબા જાડેજા વગેરેએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પૂર્વે ભાજપના ઉમેદવારો, સમર્થકો અને અગ્રણીઓ, ચૌધરી હાઇસ્કૂલ ચોક ખાતે એકત્ર થયેલ. જેમાં ભાનુબેન બાબરિયા, લાખાભાઇ સાગઠિયા, નાગદાનભાઇ ચાવડા, નરેન્દ્રસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા, કેયુર ઢોલરિયા, ચેતન પાણ વગેરેનો સમાવેશ થાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરિયા) (૭.૩૧)
રાજકોટ તા. ૧૧ :.. જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો અને જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતોની ર૦ર બેઠકો માટે આજે છેલ્લા દિવસે ઉમેદવારી કરવા માટે રાજકીય પક્ષો અને અપક્ષોએ ધસારો કર્યો છે. જે તે તાલુકાવાર ચૂંટણી પંચની ઉમેદવારી સ્વીકારવાની વ્યવસ્થા છે. રાજકોટ તાલુકાની જિલ્લા પંચાયતની ૬ બેઠકો માટે જુની કલેકટર કચેરીમાં પ્રાંત અધિકારી શ્રી મહેક જૈન સમક્ષ ઉમેદવારી પત્રો રજુ થઇ રહ્યા છે. ભાજપના રાજકોટ ખાતે ઉમેદવારી કરનારા ઉમેદવારો સવારે ચૌધરી હાઇકસ્ુલ પાસે એકત્ર થયેલ. ત્યાં વિજય સંકલ્પ કરી ઉમેદવારી કરવા માટે રવાના થયા હતાં. જિલ્લા ભાજપના આગેવાનોએ ઉમેદવારો અને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતાં.
જિલ્લા પંચાયતની ૩૬ પૈકી ૩૩ બેઠક ઉપર ગઇકાલે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો બેડલાં, કુવાડવા, અને શિવરાજપુર બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જાહેર થયેલા ઉમેદવારોમાં બેડી બેઠક પર સુમીતાબેન ચાવડાને રિપીટ કરવામાં આવ્યા જયારે રાજેશભાઇ ડાંગરને રિપીટ કરી દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. અને લોધીકા બેઠક પરથી હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાને ટિકીટ આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં ર૧ બેઠક બીન અનામત સામાન્ય, ૧૦ બેઠક સામાજિક શૈક્ષણીક પછાત વર્ગ (ઓબીસી), ૪ બેઠક અનુસુચિત જાતિ અને ૧ બેઠક અનુસુચિત જનજાતિની જાહેર કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન અને પૂર્વ વિપક્ષ નેતા પણ રહી ચુકેલા અર્જુન ખાટરિયાનું પતુ કપાઇ ગયું છે. અર્જુન ખાટરીયા રપ વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ગત લોકસભા ચૂંટણી પહેલાં વર્ષ ર૦ર૩ માં તેઓએ કેસરીયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સતત ચાર ટર્મથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઇ આવતા હતા જો કે ભાજપમાં પ્રવેશ બાદ આ વખતે તેમની બાદબાકી કરવામાં આવી છે. જો કે તેમની પસંદગી મુજબ તેમના યુવરાજ ખાટરિયાને ટીકીટ આપવામાં આવી છે.
જિલ્લા પંચાયતમાં ભાજપે ૧૧ લેઉવા પટેલ, ર-કડવા પટેલ, ૧૦ કોળી, ૪ અનૂસૂચિત જાતિ, ૪ આહીર, ૧ ક્ષત્રીય, ૧ ગઢવી, ૧ અનૂસૂચિત જનજાતિ અને ૧ ખાંટ રાજપૂત સમાજને ટીકીટ આપી છે. ૪ બેઠકો સામાન્ય વર્ગની હોવા છતાં ત્યાં જ્ઞાતિના સમીકરણો ધ્યાને રાખી બક્ષીપંચ વર્ગને ટીકીટ અપાયેલ છે. જિલ્લામાં કુલ ૧૪ લાખ મતદારો છે.
રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોની યાદી
આણંદપર
આટકોટ
બેડી
ભાડલા
ભડલી
બોરડી સમઢિયાળા
ચરખડી
દડવી
ડુમિયાણી
જામકંડોરણા
કમળાપુર
કસ્તુરબાધામ
કોલીથડ
કોલકી
કોટડા સાંગાણી
લોધિકા
મોટીમારડ
મોવિયા
પડધરી
પાનેલીમોટી
પારડી
પેઢલા
પીપરડી
સાણથલી
સરપદડ
સરધાર
શીવરાજગઢ
સુપેડી
થાણાગાલોળ
વેરાવળ
વીંછિયા
વિરપુર
કુવાડવા
જસ્મીનભાઈ પીપળીવા
નિલેશભાઇ હીરપરા
સુમિતાબેન ચાવડા
રમીલાબેન મેર
અમરસીભાઈ ચૌહાણ
અમિતભાઈ ગોહેલ
જલ્પાબેન મકવાણા
કુંદનબેન માવલ
ભારતીબેન હુંબલ
પુષ્પાબેન રાદડિયા
કંચનબેન રાજપરા
શ્રધ્ધાબેન મકવાણા
સામંતભાઇ બાંભવા
સંગીતાબેન સોલંકી
યુવરાજભાઈ ખાટરિયા
દિલિપભાઈ સરવૈયા
અંજુબેન મુછડિયા
રાજેશભાઈ ડાંગર
રાધિકાબા જાડેજા
સોનલબેન વાઘરિયા
અલ્પનાબેન તોગડીયા
નરશીભાઈ સોજિત્રા
સવિતાબેન વાસાણી
હરેશભાઈ કચ્છી
જગદિશભાઈ પરમાર
વિલાસભાઈ ઢાંકેચા
લાલજીભાઈ તળાવિયા
પારૂલબેન કણસાગરા
સરોજબેન ઉઘાડ
ધર્મેન્દ્રભાઇ ટીલાળા
લીલાબેન રાજપરા
પુનમબેન વઘાસિયા
સંજય પીપળિયા
(2:28 PM IST)










