News of Monday, 13th April 2026
સ્વદેશી બ્રાન્ડ ‘અદિતિ ટોયઝ'નું ટર્નઓવર ૧૦૦ કરોડને પાર : ‘ચણક' નામથી સ્વદેશી ગ્લોબલ ટોઇ આપી રજુ
રાજકોટના મેટોડા પાસે ૨ લાખ ૧૫ હજાર વારમાં પથરાયેલુ યુનિટ : ચાયના સામે ભારતનો દબદબો વધારવાની નેમ : હાલ ૧૦ દેશોમાં એકસ્પોર્ટ : મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા ૮૦% સ્ટાફ મહિલાઓનો : પત્રકાર પરિષદમાં વિગતો વર્ણવતા સુભાષભાઇ ઝાલા અને અરવિંદભાઇ ઝાલા

રાજકોટ તા. ૧૩ :સ્ત્રી સશક્તિકરણ અને સ્વદેશીને પ્રાધાન્ય આપવાની નેમ ધરાવતી અદિતિ ટોયઝ ભારતની ઝડપી વિકસતી કંપનીઓમાંની એક ગણાય છે. આ કંપનીએ હાલમાં જ ૧૦૦ કરોડના આવકના માઇલસ્ટોનને પાર કરતા ચોમેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા અદિતિ ટોયઝના સ્થાપક સુભાષભાઇ બાલુભાઇ ઝાલા અને અરવિંદભાઇ ઝાલાએ જણાવ્યુ હતુ કે હાલ કંપનીની વાર્ષિક ડિસ્ટ્રિબ્યુશન મીટ ૨૦ર૬ દરમિયાન તેની લેગશિપ ઇન્ટેલેયુઅલ પ્રોપર્ટી ‘ચણક'નું અનાવરણ કરાયુ હતુ. સાથે કંપનીએ બ્રાન્ડ આધારિત વળદ્ધિ અને વૈશ્વિક વિસ્તરણ તરફ મહત્વપૂર્ણ વ્યૂભાત્મક પરિવર્તન દર્શાવ્યુ છે. આ ઇવેન્ટમાં ભારતભરના ૧૮૦થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સે ભાગ લીધો હતો.
‘ચણક'નું લોન્ય અદિતિ ટોયઝ માટે મૂળ ઇન્ટેલેક્ટયુબલ પોપર્ટી સર્જનના ક્ષેત્રમાં પ્રવેશ સૂચવે છે, જેમાં વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી શકે એવો ભારતીય પાત્ર વિકસાવવાનો વિઝન છે. ચાયના સામે ભારતીય ઉત્પાદનને વધુ પ્રભાવી બનાવવાની નેમ કંપની રાખે છે.
તેઓએ જણાવેલ કે અમે માત્ર પ્રોડક્ટ લાઈન નહી પરંતુ વૈશ્વિક ક્ષમતા ધરાવતું ભારતનું પોતાનું ઇન્ટેલેયુઅલ પ્રોપર્ટી બનાવી રહ્યા છીએ. દરેક બાળકની પ્રિય બનવા માટે ડિઝાઇન કરાયેલ ‘ચણક' અર્થપૂર્ણ અને રસપ્રદ રમતમાં અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. મજબૂત મેન્યુફેકચરિંગ ક્ષમતા અને ઇનોવેશન તથા બ્રાન્ડ બિલ્ડિંગ પર સ્પષ્ટ ધ્યાન સાથે અમે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઝડપી વળદ્ધિ માટે આત્મવિશ્વાસ ધરાવીએ છીએ.
પત્રકારોને આખા યુનિટની શેર કરાવવામાં આવી હતી. ૨ લાખ ૧૫ હજાર વાર જગ્યામાં પથરાયેલ આ આખા યુનિટમાં ૯૦૦થી હજારનો સ્ટાફ છે. જેમાં પણસ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા ૮૦ ટકા સ્ટાફ મહિલાઓનો ભરવામાં આવ્યો છે. અહીં વર્કર માટે રહેવા જમવાની પણ અલાયદી સુવિધા ઉભી કરવામાં આવી છે.
અદિતિ ટોયઝના આ એકમમાં પ્લાસ્ટીક અને વુડનમાંથી બેબી કાર, બેબી ટ્રેઇન, બ્લાસ્ટર ગન, બોલ, કયુબ સહીતના ૨૮૦થી વધુ રમકડાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. દરરોજ ૩૦,૦૦૦ ટોયઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. બાળકોની સુરક્ષા ધ્યાને લઇ બીઆઇએસના નિયમોને કાળજી પૂર્વક ફોલો કરવામાં આવે છે.
રાજકોટમાં મેટોડાથી આગળ આણંદપર પાસે સ્થપાયેલ આ યુનિટ દ્વારા રો મટીરીયલ પર્ચેજથી લઇને ઉત્પાદન ડીસ્પેજ સુધીની તમામ કામગીરી થાય છે. રાજકોટ ઉપરાંત આગળ જતા મોરબી, જામનગર ખાતે પણ ઉત્પાદન શરૂ કરી ટોઝ ક્ષેત્રે આ વિસ્તારને હબ બનાવી દેવાનો લક્ષ્યાંક કંપની ધરાવે છે.
કંપનીએ વર્ષદર વર્ષ ૪૫% જેટલો મજબૂત વળદ્ધિદર નોંધાવ્યો છે, જે ૧૮૦થી વધુ ડિસ્ટ્રિબ્યુશન પાર્ટનર્સ અને દેશભરના ૧૫,૦૦૦થી વધુ રિટેલ સ્ટોર્સમાં હાજરીથી સમર્થિત છે. લાંબા ગાળાની વ્યૂહરચનાના ભાગરૂપે, કંપની આગામી વર્ષોમાં પબ્લિક લિસ્ટિંગ (આઈપીઓ) માટે પણ સક્રિય રીતે તૈયારી કરી રહી છે.
ફાઇનાન્સ અને ફેક્ટરી ઓપરેશન્સના ડાયરેકટર અરવિંદભાઈ ઝાલાએ જણાવ્યું હતુ કે અમારી મજબૂત ફાઇનાન્સિયલ આયોજન અને કાર્યક્ષમ ફેક્ટરી ઓપરેશન્સના સંયોજન દ્વારા અમે ઉત્પાદન પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને ખર્ચ અસરકારક બનાવી શકયા છીએ. અમે ટેકનોલોજી અને સ્કિલ ડેવલપમેન્ટમાં રોકાણ કરીને ભવિષ્ય માટે સક્ષમ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઉભું કરી રહ્યા છીએ.
કંપનીએ તાજેતરમાં ૩૬ કરોડનું ફંડિંગ મેળવ્યું છે અને આ રોકાણ ટેકનોલોજી સુધારા, પ્રીમિયમ પ્રોડક્ટ્સ અને ‘ચણક' કેન્દ્રિત આક્રમક બ્રાન્ડ બિલ્ડિંગ માટે વપરાશે.
આ મુલાકાતમાં ડીસ્પેચ મેનેજર ચંદ્રેશભાઇ હરીયાણી સહીતનો સ્ટાફ સતત સાથે રહ્યો હતો.
તસ્વીરમાં પત્રકારોને સંબોધતા સુભાષભાઇ ઝાલા અને અરવિંદભાઇ ઝાલા તેમજ કંપનીમાં ઉત્પાદન પામતી આઇટમો જોઇ શકાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(11:47 AM IST)










