<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

રાજકોટની ૧૧ તાલુકા પંચાયત માટે ૭૯૬ અને ગોંડલ પાલિકા માટે ૧૩૨ ફોર્મ ભરાયાઃ ફોર્મ ચકાસણી શરૂ

 

રાજકોટ તા.૧૩: સ્‍થાનિક સ્‍વરાજ્‍ય સંસ્‍થાઓની ચૂંટણીઓ-૨૦૨૬ અન્‍વયે જીલ્લા- તાલૂકા પંચાયત ચૂંટણીમાં રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયા મુજબ, જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતોની ૨૦૨ બેઠકો માટે કુલ ૭૯૬ ઉમેદવારી પત્રો ભરાયા છે. જે પૈકી ભારતીય જનતા પાર્ટીમાં ૨૮૪, ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસમાં ૨૪૯, આમ આદમી પાર્ટીમાં કુલ ૨૧૫, બહુજન સમાજ પાર્ટીમાં ૪ તેમજ અન્‍યમાં કુલ ૪૪ ઉમેદવારી પત્રકો ભરાયા છે. આજે સવારે ૧૧ વાગ્‍યાથી ઉમેદવારી પત્રોની ચકાસણી થશે, બપોરે ૩ વાગ્‍યા બાદ ફાઇનલ આંકડા જાહેર થશે.

તાલુકાવાર આંકડાકીય વિગતો જોઈએ તો, રાજકોટ તાલુકામાં સૌથી વધુ ૧૦૫ ઉમેદવારી પત્રો ભરાયા છે.

જ્‍યારે ઉપલેટામાં ૭૧, ધોરાજીમાં ૭૦, ગોંડલમાં ૬૩, જામ કંડોરણામાં ૫૦, જસદણમાં ૮૮, જેતપુરમાં ૭૭, કોટડાસાંગાણીમાં ૭૬, લોધિકામાં ૬૩, પડધરીમાં ૭૩ અને વિંછીયામાં ૬૦ ઉમેદવારી પત્રો  ભરાયા છે. ગોંડલ નગરપાલિકાના કુલ ૧૧ વોર્ડ માટે ૧૩૨ નામાંકન પત્રો ભરાયા છે.

રાજકોટ મહાનગરપાલિકાના કુલ ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે, ૧૧ તાલુકા પંચાયતની ૨૦૨ બેઠકો માટે તેમજ ગોંડલ નગરપાલિકાની ૪૪ બેઠકો માટે તા. ૨૬ એપ્રિલના રોજ મતદાન થશે. મતદાન પૂર્ણ થયા બાદ તા. ૨૮ એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરાશે

(12:09 PM IST)