News of Monday, 13th April 2026
જલિયાનવાલા બાગઃ નિર્દોષોના બલિદાનથી જાગેલો સ્વતંત્રતાનો સંકલ્પ

‘‘જલિયાનવાલા બાગમાં વહેલુ લોહી માત્ર શોક નથી, પરંતુ સ્વાતંત્ર્યની જ્વાળાને પ્રગટાવતું અમર બલિદાન છે''
૧૩ એપ્રિલ ૧૯૧૯નો દિવસ ભારતીય ઇતિહાસમાં એક કરુણ અને કાળજીભર્યા અધ્યાય તરીકે યાદ કરવામાં આવે છે. આ દુર્ઘટના ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં એક ર્ટનિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. આ માત્ર એક દુઃખદ ઘટના નહોતી, પરંતુ દેશના આત્મસન્માનને જાગળત કરનાર પ્રચંડ ચિંગારી હતી. અમળતસર સ્થિત જલિયાનવાલા બાગમાં ભેગા થયેલા નિર્દોષ લોકો પર થયેલા નિર્દયી ગોળીબારે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ ઘટના માત્ર એક હત્યાકાંડ નહોતો, પરંતુ બ્રિટિશ શાસનની ક્રૂરતા સામે ભારતના જનમાનસમાં ઉઠેલા પ્રચંડ ક્રોધ અને સ્વતંત્રતાના સંકલ્પનો આરંભ બન્યો. શહીદોના લોહીથી લખાયેલ આ ઇતિહાસ આજે પણ આપણને દેશપ્રેમ, એકતા અને અન્યાય સામે લડવાની પ્રેરણા આપે છે.
૧૩ એપ્રિલ - જલિયાનવાલા બાગ સ્મળતિ દિવસ, શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવા માટે મનાવાય છે, જલિયાનવાલા બાગ હત્યાકાંડ, અમળતસર ખાતે આવેલ જલિયાનવાલા બાગમાં બન્યો હતો, આ બૈસાખીનો પવિત્ર દિવસ હતો. હજારો નિર્દોષ લોકો શાંતિપૂર્ણ રીતે જલિયાનવાલા બાગમાં ભેગા થયા હતા. ત્યારે બ્રિટિશ અધિકારી જનરલ ડાયર એ કોઈ ચેતવણી આપ્યા વગર નિર્દયી ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. આ ગોળીબારમાં સૈંકડો લોકો શહીદ થયા અને હજારો ઘાયલ થયા હતા, બાગમાંથી બહાર નીકળવાના માર્ગો બંધ હોવાથી લોકો પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો. આ ઘટના બ્રિટિશ શાસનની ક્રૂરતાનો જીવંત પુરાવો બન્યો. આ હત્યાકાંડ પછી સમગ્ર દેશમાં ક્રોધની લહેર ફેલાઈ ગઈ. લોકોમાં બ્રિટિશ શાસન સામેનો વિશ્વાસ તૂટી ગયો અને સ્વતંત્રતાની લડત વધુ મજબૂત બની. આ ઘટનાએ મહાન નેતાઓને વધુ સક્રિય બનાવ્યા અને અસહકાર આંદોલન જેવી ચળવળોને પ્રેરણા મળી. આથી દેશભરમાં ‘‘સ્વરાજ'' માટેનો સંકલ્પ વધુ પ્રગાઢ બન્યો.
જલિયાનવાલા બાગ સ્મળતિ દિવસ માત્ર ઈતિહાસ સુધી મર્યાદિત નથી, આ હત્યાકાંડ સાથે જોડાયેલા કેટલાક એવા પ્રસંગો અને સત્યો પણ છે, જે ઓછા જાણીતા છે, પરંતુ આજે પણ અત્યંત પ્રેરણાદાયી છે જેમાં, ૧. ‘‘કૂવામાં કૂદેલા લોકો'' -જ્યારે બધી બાજુ રસ્તા બંધ હતા, ભાગવાનો કોઈ રસ્તો નહોતો, લોકોએ જીવ બચાવવા અંતિમ પ્રયત્ન કર્યા, જલિયાનવાલા બાગમાં આવેલ એક કૂવામાં લોકો જીવ બચાવવા કૂદી પડ્યા, પરંતુ દુર્ભાગ્યે તે જ કૂવો તેમની સમાધિ બની ગયો. આ ઘટના શીખવે છે કે સંકટમાં પણ માનવજીવન માટેનો સંઘર્ષ કયારેય અટકતો નથી. આજે આપણે ગમે તેવી મુશ્કેલીઓ આવે તેની સામે હાર ન માનવી જોઈએ.
૨. કોઈ ચેતવણી વગર ગોળીબાર, આ ગોળીબાર પહેલાં કોઈ ચેતવણી આપવામાં આવી નહોતી. લોકો શાંતિથી ભેગા થયા હતા, તેમ છતાં તેમના પર સીધો હુમલો થયો. આજના સમયમાં, આ આપણને માનવ અધિકારો અને ન્યાય માટે સજાગ રહેવાની પ્રેરણા આપે છે. અન્યાય સામે મૌન રહેવું પણ એક પ્રકારનો અપરાધ બની શકે છે.
૩. ઘાયલ લોકોને મદદ પર પ્રતિબંધ, ઘટના પછી, ઘાયલોને તરત સારવાર મેળવવા દેવામાં આવી નહોતી. ઘણા લોકોએ મદદના અભાવે જીવ ગુમાવ્યા હતા. આજના યુગમાં, આપણે સમજવું જોઈએ કે માનવતા અને સેવા સૌથી મોટો ધર્મ છે. કોઈ પણ સંજોગોમાં, જરૂરિયાતમંદને મદદ કરવી એ આપણું કર્તવ્ય છે.
૪. એક ઘટના-જેનાથી દેશ જાગ્યો, આ ઘટના પછી સમગ્ર ભારતમાં ક્રોધ અને જાગળતિ ફેલાઈ. ઘણા લોકો, જે પહેલાં શાંત હતા, તેઓ સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા. એક નકારાત્મક ઘટના પણ મોટા પરિવર્તનનું કારણ બની શકે છે. આ એ સંદેશ આપે છે કે, આપણે જીવનમાં આવેલી કોઈ પણ મુશ્કેલીઓને પ્રેરણામાં બદલી શકીએ છીએ.
૫. ‘‘નિર્દોષોનું બલિદાન''ૈ કોઈ નેતા નહીં- આ ઘટનામાં શહીદ થયેલા લોકોમાં મોટા ભાગે સામાન્ય નાગરિકો હતા જેમાં ખેડૂતો, વેપારીઓ,સ્ત્રીઓ અને બાળકો હતા. દેશના નિર્માણમાં માત્ર મોટા નેતાઓ જ નહીં, પરંતુ સામાન્ય લોકોનો પણ મોટો ફાળો રહ્યો છે. આ સંદેશ આપે છે કે, સંકટ સમયમાં દરેક નાગરિક મહત્વપૂર્ણ હોય છે.
આજના સમયમાં આ તમામ પ્રસંગો આપણને એક ગાઢ સંદેશ આપે છે કે, સ્વતંત્રતા માટે જાગળત રહેવું જરૂરી છે. એકતા અને માનવતા જ સૌથી મોટી શક્તિ છે. અન્યાય સામે અવાજ ઉઠાવવો અને મુશ્કેલીઓને અવસર બનાવી આગળ વધવું જરૂરી છે. વિશ્વના સંઘર્ષમય અને પ્રેરણાદાયી કિસ્સાઓ, ૧. શાર્પવિલ હત્યાકાંડ-૧૯૬૦ના ૨૧ માર્ચે દક્ષિણ આફ્રિકાના શાર્પવિલ નામના વિસ્તારમાં એક શાંતિપૂર્ણ પ્રદર્શન ચાલી રહ્યું હતું. આ પ્રદર્શન ‘પાસ ના કાયદા' વિરુદ્ધ હતું, જેમાં કાળા લોકો માટે ઓળખપત્ર રાખવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું, જે જાતિભેદ નીતિનો એક ભાગ હતો. આ દરમિયાન પોલીસે કોઈ ચેતવણી આપ્યા વગર નિર્દોષ પ્રદર્શનકારો પર ગોળીબાર કર્યો, તેમાં ૬૯ લોકો શહીદ થયા અને અનેક લોકો ઘાયલ થયા હતા. નિર્દોષોના બલિદાનથી આખી દુનિયાને જાગળતિ મળી અને દક્ષિણ આફ્રિકામાં જાતિભેદ વિરુદ્ધ આંદોલન વધુ મજબૂત બન્યું. ‘‘સત્ય અને સમાનતા માટેનો સંઘર્ષ કયારેય વ્યર્થ નથી જતો, તે એક દિવસ પરિવર્તન લાવે જ છે.''
૨. માર્ટિન લુથર કિંગ જૂનિયર-મારુ એવું સ્વપ્ન છે કે એક દિવસ આ દુનિયામાં લોકોનો નિર્ણય તેમની ચામડીના રંગથી નહીં, પરંતુ તેમના સ્વભાવ અને ગુણોથી કરવામાં આવે. બધા માણસોને સમાન ગણવા અને તે એકતા સાથે જીવે. આ તેમની વિચારધારા આજે પણ પ્રેરણા આપે છે. શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવવો જરૂરી છે. ‘‘સ્વપ્ન જોવું માત્ર પૂરતું નથી, તેને સાકાર કરવા માટે હિંમત અને સંકલ્પ જરૂરી છે.''
૩. મલાલા યુસફઝાઈ-તેના ઉપર જીવલેણ હુમલા પછી પણ શિક્ષણ માટે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખ્યું. આ આપણને શીખવે છે કે, ડર સામે ઝૂકવું નહીં, પરંતુ સાચી વાત માટે હંમેશા હિમંતથી ઉભા રહેવું, કારણ કે એક અવાજ પણ વિશ્વમાં મોટુ પરિવર્તન લાવી શકે છે. ‘‘એક બાળક, એક શિક્ષક, એક પુસ્તક અને એક પેન, આખી દુનિયા બદલી શકે છે.'' અન્યાય સામેનો આ અવાજ માત્ર ભારત પૂરતો સીમિત નહોતો, પરંતુ વિશ્વના ખૂણેખૂણે જ્યારે પણ માનવતા જોખમાઈ છે, ત્યારે બલિદાન અને સંઘર્ષની આવી જ કથાઓ સર્જાઈ હતી.
દક્ષિણ આફ્રિકાનો ‘‘શાર્પવિલ હત્યાકાંડ'' હોય કે અમેરિકાના માર્ટિન લુથર કિંગ જૂનિયરનું ૅઅહિંસક સંઘર્ષૅ કે પાકિસ્તાનની મલાલા યુસફઝાઈ જેવી યુવતીનો ‘‘નિડર અવાજ'' આ બધા પ્રસંગો એક જ સંદેશ આપે છે કે, સત્ય, ન્યાય અને માનવતા માટેનો સંઘર્ષ કયારેય વ્યર્થ જતો નથી.
જલિયાનવાલા બાગ આપણને સંદેશ આપે છે કે, હજારો લોકો દેશ માટે એકઠા થયા અને પોતાના પ્રાણો અર્પણ કર્યા. આ ઘટના પછી આખા દેશમાં બ્રિટિશ શાસન સામે ક્રાંતિની જ્વાળા વધુ પ્રચંડ બની. આ આપણને સમજાવે છે કે આઝાદી સહેલાઈથી મળેલી નહોતી, પરંતુ અનેક શહીદોના બલિદાનથી -ાપ્ત થઈ છે. આ આપણને દેશપ્રેમ અને સ્વાભિમાન માટે લડવાની પ્રેરણા આપે છે. દેશપ્રેમ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ કાર્યમાં દેખાવો જોઈએ.
આજના યુવાનો જ્યારે સ્પર્ધા અને કારકિર્દીના તણાવમાં હોય છે, ત્યારે જલિયાનવાલા બાગનો ઇતિહાસ શીખવે છે કે ધૈર્ય અને સામૂહિક એકતામાં કેટલી શક્તિ છે. વ્યક્તિગત સફળતા કરતા દેશહિત અને સામાજિક ન્યાય માટે લડવું એ જ સાચું જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. યુવાનો માટે સંદેશ, ભૂતકાળની ભૂલોથી શીખીને ભવિષ્યને સારું બનાવવું. ધર્મ, જાતિ કે ભાષાના ભેદભાવને ભૂલીને એકતા જાળવવી.
દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરીને દેશની પ્રગતિનો હિસ્સો બનવો. ખોટું કરવું નહીં અને જો કયાંય ખોટું થાય તો નિડર બનીને અન્યાય સામે અવાજ ઉઠાવવો અને સાથે ઉભા રહેવું. દેશના વિકાસમાં પોતાનુ યોગદાન આપવુ. વિવિધતામાં એકતા જાળવી રાખવી. ભૂતકાળના બલિદાનોને યાદ રાખીને સકારાત્મક ભવિષ્ય બનાવવું.
જલિયાનવાલા બાગ સ્મળતિ દિવસ માત્ર શોકનો દિવસ નથી, પરંતુ તે આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતા, ન્યાય અને માનવતા માટે હંમેશા સજાગ રહેવું જરૂરી છે. આ દિવસ આપણને સંકલ્પ કરાવે છે કે આપણે દેશને વધુ મજબૂત, એકતાભર્યું અને પ્રગતિશીલ બનાવીએ. ‘‘સ્વતંત્રતા અમૂલ્ય છે, તેને જાળવવી આપણી સામૂહિક જવાબદારી છે.''
આવો, આ દિવસે આપણે શહીદોના બલિદાનને નમન કરી સંકલ્પ કરીએ કે દેશને વધુ મજબૂત, એકતાસભર અને પ્રગતિશીલ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહીશું.
આ સ્થળ હવે જલિયાનવાલા બાગ નેશનલ મેમોરિયલ તરીકે સંરક્ષિત કરવામાં આવ્યું છે અને તે ભારતની આઝાદીના સંઘર્ષનું એક મહત્વનું પ્રતીક છે.
પ્રાસંગિક
બાબુભાઇ મેનપરા
૯૪૨૬૨૨૭૮૮૮

(3:49 PM IST)










