News of Monday, 13th April 2026
રાજકોટ જીલ્લાના ચાર બુટલેગરોને પાસામાં ધકેલાયા
ધોરાજી પંથકના ભાવેશ કોડીયાતર, રાજુ કોડીયાતર અને જુનાગઢના સામંત કરમટા તથા રાજુ સિંધલને અલગ-અલગ જેલમાં ધકેલી દેવાયાઃ એસપી વિજયસિંહ ગુર્જરનો સપાટો

રાજકોટ, તા., ૧૩: સ્થાનીક સ્વરાજયની ચુંટણી અનુસંધાને રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે રાજકોટ જીલ્લાના ૪ બુટલેગરોને પાસા તળે અલગ-અલગ જેલમાં ધકેલી દીધા છે.
જામકંડોરણા તથા રાજકોટ જીલ્લા અને જુનાગઢ જીલ્લા વિસ્તારમાં પ્રોહીબીશનની પ્રવૃતિ કરવાની ટેવવાળા બુટલેગર ભાવેશ ભોજાભાઇ કોડીયાતર (રહે. વેગડી, તા. ધોરાજી) તથા રાજુ ઉર્ફે રાજેશ પોલાભાઇ કોડીયાતર (રહે. વેગડી ગામ, તા. ધોરાજી), સામંત ભીમાભાઇ કરમટા (રહે. જુનાગઢ પંચેશ્વર, આવળ માતાજીના મંદીર પાસે) તથા રાજુ ડાયાભાઇ સિંધલ (રહે. જુનાગઢ પંચેશ્વર, આવળ માતાજીના મંદીર પાસે) સામે પાસાની દરખાસ્ત કરવા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે આપેલ સુચના અન્વયે રૂરલ એલસીબીએ કરેલ પાસાની દરખાસ્તને જીલ્લા મેજીસ્ટ્રેટ ડો. ઓમ પ્રકાશ દ્વારા મંજુર કરી પાસાનું વોરન્ટ ઇસ્યુ કરાતા રૂરલ એલસીબીએ ઉકત ચારેય બુટલેગરોને પકડી પાડી અનુક્રમે ભુજ પાર્લા, અમદાવાદ મધ્યસ્થ, વડોદરા તથા સુરત જેલમાં ધકેલી દીધા હતા.
ઉકત ચારેય બુટલેગરો સામે જામકંડોરણા પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુન્હો નોંધાયો હતો.
આ કામગીરી એલ.સી.બી.રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા, પો.સ.ઇ કે.એમ.ચાવડા, પો.સ.ઇ. આર.વી.ભીમાણી, તથા પો.સ.ઇ. એચ.સી. ગોહિલ, તથા એ.એસ.આઇ. બાલકળષ્ણભાઇ ત્રીવેદી તથા, અનીલભાઇ બડકોડીયા, અમીતસિંહ જાડેજા, ભાવેશભાઇ ચાવડા, પો. હેડ. કોન્સ. શીવરાજભાઇ ખાચર, રમણીકભાઇ મણવર, અરવિંદસિંહ જાડેજા, અર્જુનભાઇ ડવેરા, ધર્મેશભાઇ બાવળીયા, હિતેશભાઇ હમીરપરા, ગીતાબેન ગરચર, ભારતીબા સરવૈયા, પો.કો.ન્સ. શકિતસિંહ જાડેજા, ઇશીતભાઇ માણાવદરીયા, નિકુંજભાઇ સુતરીયા, શકિતસિંહ ઝાલા, અબ્દુલભાઇ શેખ સહિતના સ્ટાફે કરી હતી
(2:34 PM IST)










