News of Monday, 13th April 2026
બુધવારે બહુમાળી ભવન ચોક ખાતે પરશુરામ ભગવાનની મૂર્તિની પધરામણી : દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો
દરરોજ મહાઆરતી, રક્તદાન કેમ્પ, લોકડાયરો, છપ્પનભોગ, સત્યનારાયણ કથા, દાંડીયારાસ સહિતના કાર્યક્રમો

રાજકોટ : આગામી પરશુરામ જન્મોત્સવ નિમિતે બ્રહ્મદેવ સમાજ રાજકોટ દ્વારા તા. ૧પ થી ૧૯ (બુધ થી રવિ) એમ પાંચ દિવસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
જેમાં, તા. ૧પ બુધવાર - દાદાની પધરામણી સાંજે ૪ કલાકે, સ્થળ : બહુમાળી ભવન ચોક, રાજકોટ. તા. ૧૬ ગુરૂવાર - બ્રહ્મદેવ સમાજ - ડૉ. સેલ દ્વારા મહાઆરતી, રકતદાન કેમ્પ, સાંજે ૬ થી ૯ કલાકે, આરોગ્ય નિદાન કેમ્પ વિવિધ નિષ્ણાંત ડૉકટર્સ દ્વારા નિદાન રાત્રે ૮ થી ૧૦ કલાકે. તા. ૧૭ શુક્રવાર - બ્રહ્મદેવ સમાજ યુવા ટીમ અને શ્રી પરશુરામ આરતી ટીમ દ્વારા મહાઆરતી ભુદેવ યુવા કલાકાર સાગર રાવલ અને ટીમ દ્વારા ડાયરો, બ્રહ્મદેવ સમાજ રાજકોટની વિવિધ ટીમનું સન્માન : રાત્રે ૮:૩૦ કલાકે. તા. ૧૮ શનિવાર - બ્રહ્મદેવ સમાજ મહિલા ટીમ દ્વારા મહાઆરતી છપ્પનભોગ, સત્યનારાયણ ભગવાનની કથા, રાજોપચાર પુજા : રાત્રે ૮ કલાકે.
જયારે શ્રી પરશુરામ જન્મોત્સવ દિવસ, તા. ૧૯ રવિવાર મહાઆરતી, શ્રીમતી ધ્રુવિશાબેન રાવલ અને ભાર્ગવભાઇ મહેતાની કોરીયોગ્રાફી ટીમ દ્વારા શૌર્યથી ભરપૂર બ્રહ્મ નારી શક્તિ દ્વારા ભવ્ય ફરશી રાસ, ભૂદેવ યુવા કલાકાર સાગર રાવલની ટીમ સાથે, બ્રાહ્મણ બહેનો દ્વારા સમુહ દાંડીયા રાસ, સમુહ બ્રહ્મભોજન, સ્થળ : આશાપુરા ફાર્મ, આર.કે. વર્લ્ડવાળી શેરી, શીતલપાર્ક, ૧પ૦ ફુટ રીંગરોડ, રાજકોટ.
આ કાર્યક્રમને સફળ બનાવવા મીલનભાઇ શુકલ, શહેર પ્રમુખ વિપુલભાઇ, યુવા પ્રમુખ મોહિતભાઇ મહેતા, મહિલા પ્રમુખ માલતીબહેન મદેકા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં વિપુલ જાની, મોહિતભાઇ મહેતા, જીજ્ઞેશભાઇ ત્રીવેદી, અશોકભાઇ જોષી, હેમાંગભાઇ શુકલ, કશ્યપભાઇ રાજયગુરૂ, ધર્મેન્દ્રભાઇ દવે, નીતેશભાઇ જોષી, જેનીશભાઇ જોષી, રાજેન્દ્રભાઇ જાની, અજયભાઇ બામરા, પલ્લવીબેન જોષી, મહેશ્વરીબેન જોષી, રૂપલબેન જાની, માધવીબેન ભટ્ટ, જયમાલાબેન જોષી અને કોમલબેન જોષી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:11 PM IST)










