તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Monday, 13th April 2026
ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે પ્રોૈઢાનું હાર્ટ એટેકથી મોત

રાજકોટ, તા.૧૩: શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલ એસઆરપી કેમ્પ પાસેના વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા એક પ્રૌઢાનું રાત્રિના સમયે હૃદયરોગના હુમલા બાદ મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવની વિગતો મુજબ, ઘંટેશ્વર એસઆરપી કેમ્પ, વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા જોસનાબેન જગદીશભાઈ વાઘેલા (ઉ.વ. ૫૮) ગઈકાલે રાત્રિના સમયે પોતાના ઘરે હતા ત્યારે અચાનક તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. દુખાવાને કારણે તેઓ ગણતરીની મિનિટોમાં જ બેભાન થઈ ઢળી પડ્યા હતા.પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મળત જાહેર કર્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મળતક જોસનાબેનના પતિ જગદીશભાઈ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં તેમને એક દીકરી છે. રાત્રિના સમયે બનેલી આ આકસ્મિક ઘટનાને પગલે મજૂર પરિવારે પોતાની મોભી ગુમાવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
(3:59 PM IST)










