<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

રવિવારે શ્રી પરશુરામજી જન્‍મોત્‍સવ : શોભાયાત્રા નિકળશે

ભગવાન પરશુરામ જન્‍મોત્‍સવ સમિતિ, રાજકોટ દ્વારા વિવિધ સમિતિઓની રચના : આજે સાંજે ત્રિકોણબાગ ખાતે વાજતે - ગાજતે ભગવાન પરશુરામજીની મૂર્તિની સ્‍થાપના : દરરોજ મહાઆરતી બાદ પરશુરામ ગાથા, શ્રી સત્‍યનારાયણની કથા, સંગીત સ્‍પર્ધા, વેશભૂષા, છપ્‍પનભોગ, લોકડાયરો : ભૂદેવોમાં થનગનાટ

રાજકોટ : શ્રી ભગવાન પરશુરામ જન્‍મોત્‍સવ સમિતિની યાદી મુજબ જગતના આરાધ્‍ય દેવ ભગવાન વિષ્‍ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના ઇસ્‍ટ દેવ એવા ભગવાન શ્રી પરશુરામજીનો જન્‍મોત્‍સવ એટલેકે અક્ષય તૃતીયા - અખાત્રીજ તા.૧૯ને રવિવારના રોજ છે ત્‍યારે ભગવાન શ્રી પરશુરામ જન્‍મોત્‍સવ સમિતિ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહેરના ત્રિકોણબાગ ખાતે ભગવાન શ્રી પરશુરામનું સ્‍થાપન કરી દરરોજ રાત્રે ૮ કલાકે આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષ પણ જય જય પરશુરામના નારા સાથે આ જે તા.૧૩ થી ૧૯ એપ્રિલ સુધી ત્રિકોણબાગ ખાતે ભગવાન પરશુરામના પંડાલમાં દરરોજ રાત્રે ૮ કલાકે મહાઆરતી સામાજિક અને તમામ તડગોળના આગેવાનોના હસ્‍તે ભગવાન શ્રી પરશુરામજીની આરતી ઉતારવામાં આવશે.

આ ઉપરાંત દરરોજ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં ભગવાન શ્રી પરશુરામજીની ગાથા, બહેનો દ્વારા રંગોળી સ્‍પર્ધા, ભગવાન શ્રી સત્‍યનારાયણની કથા, સંગીત સ્‍પર્ધા, વેશભૂષા, શ્રીનાથજીની ઝાંખી, છપ્‍પન ભોગ અને ભવ્‍ય લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે.

જયારે ૧૯મી એ ભગવાનશ્રી પરશુરામજીની જયંતિના દિવસે શ્રી ભગવાન પરશુરામ જન્‍મોત્‍સવ સમિતિ દ્વારા ભવ્‍ય શોભાયાત્ર સાંજે ૫ કલાકે શહેરના પંચનાથ મંદિર ખાતેથી નીકળી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી પરશુરામ ધામ ખાતે જશે ત્‍યાં મહાઆરતી તેમજ પ્રસાદ આયોજન થયું છે.

આ પરશુરામ જન્‍મોત્‍સવને સફળ બનાવવા પરશુ બ્રહ્મ યુવા ગ્રુપના પ્રમુખ મનીશભાઇ જોષી એડવોકેટ, કશ્‍યપ ભટ્ટ, તેજસ ત્રિવેદી, પ્રતિક બલભદ્ર, પરશુરામ પંડયા, ધનંજય દવે, આશિષ મહેતા, વિમલ દવે, ઉમંગ ભટ્ટ, ચિંતન વ્‍યાસ, રાજા ભટ્ટ, ઘનશ્‍યામ મહેતા, શનિ જાની, તપન જોષી, મયંક ભટ્ટ, પ્રશાંત રાગુરૂ, જય જાની, આદિત્‍ય વ્‍યાસ, વિશાલ પાંડે, નરેશ જોષી, કેવલ ભટ્ટ, મોહિત ઠાકર, એ.કે. જોષી, કશ્‍યપ ઠાકર, સની જાની, દીપ વ્‍યાસ, સાવન જાની, ઉદય જોષી, હિતેષ જોષી, મિહિર પુરોહિત, મયંક ભટ્ટ, વિમલ  દવે, સાવન જાની તેમજ મહિલા સમિતિના હિરલબેન બલભદ્ર, કિરણબેન જોષી, પ્રતિભાબેન વ્‍યાસ, માહીબેન પંડયા, સંગીતાબેન ઓઝા, હિરલબેન ભટ્ટ, કિરણબેન જોષી, ચંદ્રીકાબેન મહેતા, નીતાબેન રત્‍નેશ્વર, ઉર્વશીબેન રત્‍નેશ્વર, નિશાબેન પંડયા, અલકાબેન જોષી, હેતલબેન પંડયા, દક્ષાબેન જોષી, ધાત્રીબેન ભટ્ટ, ફોરમબેન જોષી, સ્‍મિતાબેન પંડયા, દર્શનાબેન જોષી, મીરાબેન જોષી, સુમિતાબેન જોષી, તેજલબેન ત્રિવેદી, મયુરીબેન તેમજ મીડીયા સમિતિ ઇન્‍ચાર્જ તરીકે રાજુભાઇ ત્રિવેદી, ચિંતનભાઇ વ્‍યાસ જવાબદારી સંભાળી રહ્યા છે.ᅠ

તસ્‍વીરમાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ સર્વશ્રી ભરતભાઇ ઓઝા, પી.સી.વ્‍યાસ, રાજુભાઇ જોષી, મોનીષભાઇ જોષી, કષ્‍યપભાઇ ભટ્ટ, હરેશભાઇ જોષી, રાજેશભાઇ ત્રિવેદી, રાજાભાઇ ભટ્ટ, ઉમંગભાઇ ભટ્ટ, મયંકભાઇ ભટ્ટ, જયેશભાઇ ભટ્ટ, ધાત્રીબેન ભટ્ટ,હિરલબેન ભટ્ટ, પ્રતીકભાઇ બલભદ્ર, ફોરમબેન જોષી, મયુરી પુરોહિત, દિપભાઇ વ્‍યાસ, તેજલબેન, તપનભાઇ જોષી, ભરતભાઇ દતેશ્વર, નીતાબેન દતેશ્વર, રાજેશભાઇ ત્રિવેદી, તેજસભાઇ ત્રિવેદી નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:32 PM IST)